ભૂલથી પણ ન કરતા આ કામ, નહીં તો પછતાવું પડશે, YouTube ચેનલ પણ થઈ શકે છે બંધ
તમે યુટ્યુબ પર તમારા વિચારો અને ખુબીઓ અન્ય લોકો સાથે શેર કરી શકો છો. આજે અમે તમને જણાવીશું કે યુટ્યુબ ચેનલ શા માટે બેન કરવામાં આવે છે, તેનું કારણ શું છે. ચાલો તેના વિશે જાણીએ.
ગૂગલના વીડિયો સ્ટ્રીમિંગ ફીચર યુટ્યુબનો ઉપયોગ હજારો ભારતીયો કરે છે. આના દ્વારા આપણે દેશ અને દુનિયાના વિવિધ લોકોના વિચારો સાથે જોડાઈ શકીએ છીએ. આટલું જ નહીં, તમે રેસીપી, એજ્યુકેશન, એન્ટરટેઈનમેન્ટ જેવા વિવિધ વિષયો સાથે જોડાયેલા વીડિયો પણ જોઈ શકો છો. આ સાથે, તમે આ પ્લેટફોર્મ પર તમારા વિચારો અને ખુબીઓ અન્ય લોકો સાથે શેર કરી શકો છો. આજે અમે તમને જણાવીશું કે યુટ્યુબ ચેનલ શા માટે બેન કરવામાં આવે છે, તેનું કારણ શું છે. ચાલો તેના વિશે જાણીએ.
આ પણ વાંચો: ‘કંગાળ’ એલોન મસ્કના ખરાબ દિવસો ! ઓફિસનું ભાડું પણ નથી ચૂકવી શકાતું, કર્મચારીઓની હાલત કફોડી
શા માટે બેન થાય છે યુટ્યુબ ચેનલો ?
ગૂગલની યુટ્યુબ ટીમ નિયમિતપણે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર અપલોડ કરાયેલા વીડિયોનું નિરીક્ષણ કરે છે જેથી કોઈ તેની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન ન કરે. જ્યારે પણ YouTube તેના સમુદાય દિશાનિર્દેશો અને નીતિઓનું ઉલ્લંઘન કરતી વીડિયો શોધે છે અથવા જ્યારે કૉપિરાઇટ ઉલ્લંઘન થાય છે.
આવું થાય ત્યારે કંપની વીડિયોને દૂર કરે છે. આ ઉપરાંત, પ્લેટફોર્મ તે એકાઉન્ટ અથવા ચેનલને ટર્મિનેટ કરી શકે છે જ્યાંથી વીડિયો શરૂઆતમાં અપલોડ કરવામાં આવ્યો હતો. આ સાથે, કંપની વીડિયોને દૂર કરવા અને ચેનલો પર પ્રતિબંધ મૂકવા માટે યુઝર રિપોર્ટ્સ અને સરકારી આદેશો પર પણ આધાર રાખે છે.
ખોટી માહિતી ફેલાવવા બદલ પણ એકાઉન્ટ પર લાગી શકે છે બેન
તાજેતરમાં, સરકારે તેના પ્લેટફોર્મ પર 6 YouTube ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો, જે નકલી સમાચાર ફેલાવતી હતી. જણાવી દઈએ કે આ ચેનલોના લગભગ 20 લાખ સબસ્ક્રાઇબર્સ હતા. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ના ફેક્ટ ચેક યુનિટે ખુલાસો કર્યો કે આ 6 ચેનલો સંકલિત રીતે કામ કરી રહ્યા હતા.
પીઆઈબીએ એવો પણ દાવો કર્યો કે આ ચેનલો ખોટી માહિતી ફેલાવી રહી છે અને તેમના વીડિયો 51 કરોડથી વધુ વખત જોવામાં આવ્યા છે. પીઆઈબીના નિવેદન મુજબ, આ યુટ્યુબ ચેનલો સરકારના કામકાજ તેમજ ચૂંટણીઓ અને સુપ્રીમ કોર્ટ અને સંસદની કાર્યવાહી વિશે ફેક ન્યૂઝ ફેલાવતી જોવા મળી હતી. નિવેદનમાં તે ચેનલોના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ચેનલના માલિકને ઈમેલ મોકલીને બેન વિશે જાણ કરવામાં આવે છે
YouTube કોઈ એકાઉન્ટ અથવા ચેનલને બેન કરે છે, ત્યારે તેના માલિકને અન્ય કોઈપણ YouTube ચેનલ/એકાઉન્ટનો ઉપયોગ કરવાની અથવા ક્રિએટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય યુટ્યુબ ચેનલના માલિકને એક ઈમેલ મોકલે છે જેમાં ચેનલ પર બેન લગાવ્યા બાદ ટર્મિનેટ થવાનું કારણ જણાવવામાં આવે છે.
ટર્મિનેશન રદ કરવા માટે કેવી રીતે અપીલ કરવી
બેન ચૅનલ અને એકાઉન્ટના માલિકો YouTube ને અપીલ કરી શકે છે જો તેઓ માને છે કે તેમની ચેનલ અથવા એકાઉન્ટ ભૂલથી બેન કરવામાં આવ્યું છે તો અપીલ કરવા માટે તમારે YouTube પર એક ફોર્મ સબમિટ કરવું પડશે. આપને જણાવી દઈએ કે અપીલ ફોર્મ ભરતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે.
YouTube વપરાશકર્તાઓએ માત્ર એક જ વાર અપીલની વિનંતી સબમિટ કરવી જોઈએ, કારણ કે ઘણી વખત આમ કરવાથી પ્લેટફોર્મના રિવ્યુમાં વિલંબ થઈ શકે છે. કંપની અપીલકર્તાઓને એક આખુ ફોર્મ ભરવા અને તેમની ચેનલ ID ઉમેરવા માટે પણ કહે છે.
કારણ કે તમે YouTubeને જેટલી વધુ માહિતી આપશો, કંપની માટે તમારી વિનંતી પર પ્રક્રિયા કરવાનું એટલું જ સરળ બનશે. સમાન કૉપિરાઇટ ઉલ્લંઘનના દાવાઓના કિસ્સામાં, જો ચેનલ માલિકને લાગે છે કે પ્લેટફોર્મના દાવા ખોટા છે, તો તેઓ કાઉંટર નોટિફિકેશન પણ ફાઇલ કરી શકે છે.