‘કંગાળ’ એલોન મસ્કના ખરાબ દિવસો ! ઓફિસનું ભાડું પણ નથી ચૂકવી શકાતું, કર્મચારીઓની હાલત કફોડી
મસ્કની પરેશાનીઓ વધી રહી છે. એક તરફ તેની સંપત્તિ રેકોર્ડ લેવલથી ઘટી રહી છે તો બીજી તરફ તેના નામે એક 'બદનામ' રેકોર્ડ જોડાઈ રહ્યો છે. જાણો શુ છે આ રેકોર્ડ.
ટ્વિટર ખરીદ્યું ત્યારથી જ દુનિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કના ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. મસ્કની પરેશાનીઓ વધી રહી છે. એક તરફ તેની સંપત્તિ રેકોર્ડ લેવલથી ઘટી રહી છે તો બીજી તરફ તેના નામે ‘બદનામ’ રેકોર્ડ જોડાઈ રહ્યો છે. મસ્ક દુનિયાના એવા અબજોપતિ બની ગયા છે, જેમણે 15 લાખ કરોડની સંપત્તિ ગુમાવી છે. હવે સ્થિતિ એવી છે કે તેઓ તેમના કર્મચારીઓને ઓફિસની છત પણ આપી શકતા નથી. મકાન માલિકે ટ્વિટરનું ભાડું ન ચૂકવવા બદલ કર્મચારીઓને બહાર કાઢી મુક્યા છે.
આ પણ વાંચો: અમેરિકામાં બરફના તોફાનથી હાહાકાર, સાત લોકોના મોત, લાખો ઘરોમાં અંધારપટ
અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્ક તેમના બિઝનેસ તેમજ તેમના નિવેદનો અને ટ્વીટ્સને લઈને વારંવાર ચર્ચામાં રહે છે. જ્યારથી મસ્કે માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર ખરીદી છે, જાણે કે તેના ખરાબ દિવસોની શરૂઆત થઈ ગઈ હોય. પહેલા ટ્વિટરના કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા. ત્યારબાદ ટ્વિટર કર્મચારીઓને મળતી સુવિધાઓમાં કાપ મુકવામાં આવ્યો હતો.
તેમના કામના કલાકો લંબાવવામાં આવ્યા હતા અને હવે સ્થિતિ એવી છે કે તેમને ઓફિસમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. વાસ્તવમાં એલોન મસ્ક ટ્વિટરની ઓફિસનું ભાડું ચૂકવી શક્યા નથી. ટ્વિટરની ઓફિસનું ભાડું કેટલાંક મહિનાઓનું બાકી છે. મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને હવે ઓફિસના મકાન માલિકે તેમને ઓફિસ ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
જો ટેક એનાલિસ્ટનું માનીએ તો સિંગાપોરમાં ટ્વિટર ઓફિસના મકાન માલિકે ત્યાં કામ કરતા કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. તેણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેણે લખ્યું કે એલોન મસ્ક ઘણા મહીનાથી ઓફિસનું ભાડું ચૂકવી શક્યા નથી. તેમને અનેક વખત પત્રો અને નોટિસ મોકલવામાં આવી હતી. જ્યારે તેઓએ મકાનમાલિકની વાતની અવગણના કરી, હવે કર્મચારીઓને સિંગાપોરમાં ટ્વિટર ઓફિસમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા છે.
નોંધપાત્ર વાત એ છે કે, ટ્વિટરની ઓફિસનું ભાડું ન ચૂકવવાને કારણે તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમેરિકાની સાન ફ્રાન્સિસ્કો ઓફિસનું ભાડું પણ આપવામાં આવ્યું નથી. જે બાદ મકાન માલિકે તેની સામે કેસ દાખલ કર્યો હતો. આટલું જ નહીં, ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, એલોન મસ્ક ટ્વિટરની હેડ ઓફિસમાં પ્રાઈવેટ જેટનું ભાડું ચૂકવી શક્યા નથી.