સાવધાન ! દેશમાં 600 થી વધુ ગેરકાયદેસર લોન આપતી એપ, લોનનું ચક્કર પડી શકે છે ભારે

|

Dec 14, 2021 | 8:07 AM

હવે દેશમાં ડિજિટલ લેન્ડિંગ એપ્સ (ઓનલાઈન લોન આપનાર એપ્સ) પર શકંજો કસવાની તૈયારી કરવામાં આવી રહી છે. જાન્યુઆરીમાં આરબીઆઈ દ્વારા રચવામાં આવેલી સમિતિએ ગ્રાહકોના હિતની સુરક્ષા માટે નોડલ એજન્સીની રચના કરવાનું સૂચન કર્યું છે.

સાવધાન ! દેશમાં 600 થી વધુ ગેરકાયદેસર લોન આપતી એપ, લોનનું ચક્કર પડી શકે છે ભારે
Symbolic Image

Follow us on

હાલમાં દેશમાં 600 થી વધુ ગેરકાયદેસર લોન આપતી એપ (illegal lending apps) ચાલી રહી છે અને તે એપ સ્ટોર (App Store) પર પણ ઉપલબ્ધ છે. જો તમે તેમની જાળમાં ફસાશો, તો તમને ઘણું નુકસાન થઈ શકે છે. કેન્દ્ર સરકારે સોમવારે એક નિવેદનમાં આ માહિતી આપી છે. કેન્દ્રીય નાણા મંત્રાલય (Union Ministry of Finance) દ્વારા લોકસભામાં (Lok Sabha) એક લેખિત પ્રશ્નના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના તારણો અનુસાર, આવી 600 થી વધુ એપ્સ છે.

આ ખુલાસા બાદ હવે દેશમાં ડિજિટલ લેન્ડિંગ એપ્સ (ઓનલાઈન લોન આપનાર એપ્સ) પર શકંજો કસવાની તૈયારી કરવામાં આવી રહી છે. જાન્યુઆરીમાં આરબીઆઈ દ્વારા રચવામાં આવેલી સમિતિએ ગ્રાહકોના હિતની સુરક્ષા માટે નોડલ એજન્સીની રચના કરવાનું સૂચન કર્યું છે.

લોન આપતી એપ સામે 2500 થી વધુ ફરિયાદો

Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?

નાણા રાજ્ય મંત્રીએ માહિતી આપી હતી કે ફરિયાદો નોંધવા માટે આરબીઆઈ દ્વારા સ્થાપિત પોર્ટલ Sachet ને જાન્યુઆરી 2020 થી માર્ચ 2021 સુધીમાં ડિજિટલ લોન એપ્લિકેશન્સ વિરુદ્ધ લગભગ 2,562 ફરિયાદો મળી છે.

આરબીઆઈના રિપોર્ટ અનુસાર, હાલના સમયમાં ડિજિટલ લોન ફ્રોડ (Digital loan fraud)માં વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરી 2020 થી માર્ચ 2021 સુધીમાં ડિજિટલ લોન એપ્લિકેશનો સામે 2500 થી વધુ ફરિયાદો મળી હતી, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. આ પછી કર્ણાટક, દિલ્હી, હરિયાણા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, યુપી, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.

જાન્યુઆરી 2021 માં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જયંત કુમાર દાસની અધ્યક્ષતામાં ડિજિટલ માધ્યમ સહિત ઑનલાઇન પ્લેટફોર્મ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા લોન માટે એક કાર્યકારી જૂથની રચના કરી હતી. આ કાર્યકારી જૂથની સ્થાપના ડિજિટલ લોન પ્રવૃત્તિઓમાં ઝડપથી વિકસતી વ્યવસાયિક પદ્ધતિઓ અને ગ્રાહક સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી, જેણે તેમના સૂચનો આપ્યા છે.

આરબીઆઈએ રાજ્યોને આવા પ્લેટફોર્મ પર નજર રાખવા જણાવ્યું

23 ડિસેમ્બર 2020 ના રોજ, આરબીઆઈએ સામાન્ય લોકોને “અનધિકૃત ડિજિટલ લોન પ્લેટફોર્મ અથવા મોબાઇલ એપ્લિકેશન્સની અનૈતિક પ્રવૃત્તિઓ” નો શિકાર ન થવાની ચેતવણી આપી હતી. MoS Finance જણાવ્યું હતું કે તેણે લોકોને વિનંતી કરી છે કે તેઓ આવી લોન ઓફર કરતી કંપની અથવા પેઢીની ચકાસણી કરવાનો આગ્રહ રાખે. મંત્રીએ કહ્યું કે સેન્ટ્રલ બેંકે રાજ્યોને તેમની સંબંધિત કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા આવા પ્લેટફોર્મ અથવા એપ્સ પર નજર રાખવા માટે એડવાઈઝરી જાહેર કરી છે.

 

આ પણ વાંચો: Natural Farming: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને આપશે પ્રાકૃતિક ખેતીનો મંત્ર, જાણો તેના વિશે

આ પણ વાંચો: Viral Video: ફુટબોલ રમતા હરણનો વીડિયો થયો વાયરલ, જુઓ કેવી રીતે ગોલ કરી મનાવી જીતની ખુશી !

Next Article