iPhone બનાવનાર કંપની ભારતમાં બનાવશે સેમિકન્ડક્ટર, Vedanta સાથે કર્યા MOU, જાણો ભારતને શું થશે ફાયદો

આ બંને કંપનીઓ મળીને ભારતમાં સેમિકન્ડક્ટર બનાવશે. ફોક્સકોન અને વેદાંતાએ આ અંગે સંયુક્ત સાહસ (Joint venture)ની રચના કરી છે.

iPhone બનાવનાર કંપની ભારતમાં બનાવશે સેમિકન્ડક્ટર, Vedanta સાથે કર્યા MOU, જાણો ભારતને શું થશે ફાયદો
iPhone maker company to make semiconductor in India (PC: Google)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 11:04 AM

ફોક્સકોન એપલના આઇફોનનું ઉત્પાદન કરે છે. આ Apple iPhone બનાવનાર વિશ્વની સૌથી મોટી કંપની છે. પરંતુ હવે ફોક્સકોન ભારતમાં એપલ આઈફોન બનાવવાની સાથે સેમિકન્ડક્ટર પણ બનાવશે. આ માટે ફોક્સકોન (Foxconn)એ વેદાંતા (Vedanta) સાથે ભાગીદારી કરી છે. જણાવી દઈએ કે વેદાંતા ઓયલ અને માઈનિંગની દુનિયાની સૌથી મોટી કંપની છે. આ બંને કંપનીઓ મળીને ભારતમાં સેમિકન્ડક્ટર બનાવશે. ફોક્સકોન અને વેદાંતાએ આ અંગે સંયુક્ત સાહસ (JV)ની રચના કરી છે.

સેમિકન્ડક્ટર ભારતમાં બનશે

વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ ઉત્પાદક કંપની હોન હાઈ ટેક્નોલોજી ગ્રુપ (ફોક્સકોન) એ ભારતમાં સેમિકન્ડક્ટર્સના ઉત્પાદન માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. બંને કંપનીઓ વચ્ચે આ પ્રકારનું આ પ્રથમ સંયુક્ત સાહસ છે. દેશમાં સેમિકન્ડક્ટર્સના ઉત્પાદનના PM નરેન્દ્ર મોદીના વિઝનને સમર્થન આપનારી તે પ્રથમ કંપની હશે. વેદાંતા સંયુક્ત સાહસમાં બહુમતી ઇક્વિટી ધરાવે છે, જ્યારે ફોક્સકોન લઘુમતી શેરહોલ્ડર હશે. વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલ સંયુક્ત સાહસ કંપનીના ચેરમેન હશે.

ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનશે

આપને જણાવી દઈએ કે PM મોદી સરકારે ભારતમાં સેમિકન્ડક્ટર બનાવવા માટે PLI સ્કીમની જાહેરાત કરી છે. જે હેઠળ 6 વર્ષમાં 76,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ અંતર્ગત 2.3 લાખ કરોડ રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. આમાં, કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર વેફર ફેબ્રિકેશન, એસેમ્બલિંગ, ટેસ્ટિંગ, પેકેજિંગ અને ઉત્પાદન માટે યુનિટના મૂડી ખર્ચ પર 25% પ્રોત્સાહન મૂડી આપી શકાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ભારતને શું ફાયદો થશે?

સેમિકન્ડક્ટરનો ઉપયોગ તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો બનાવવા માટે થાય છે. તેનો ઉપયોગ સ્માર્ટફોન, લેપટોપ, કાર બનાવવામાં થાય છે. સેમિકન્ડક્ટરનું સ્થાનિક ઉત્પાદન ભારતમાં મોટા પાયે રોજગારીનું સર્જન કરશે. ઉપરાંત, તે સેમિકન્ડક્ટર્સની અછત અને કિંમતને નિયંત્રિત કરવામાં મદદ કરશે. જેના કારણે આગામી દિવસોમાં કાર, મોબાઈલ જેવી ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ સહિત અનેક ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.

મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ક્યાં સ્થિત હશે?

સેમિકન્ડક્ટર બનાવવા માટે રાજ્ય સરકારો સાથે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ક્યાં સ્થાપવો તે અંગે વાતચીત ચાલી રહી છે.

આ પણ વાંચો: Viral: વાત કરવામાં એટલી મશગુલ થઈ યુવતી કે થયું કંઈક આવું, લોકોએ કહ્યું ‘સાવધાની હટી દુર્ઘટના ઘટી’

આ પણ વાંચો: Tech News: જલ્દી જ ખતમ થશે 5G ની રાહ, આ મહિનાથી જ શરૂ થઈ શકે છે હરાજી, TRAIએ આપ્યા સંકેત

g clip-path="url(#clip0_868_265)">