Viral: વાત કરવામાં એટલી મશગુલ થઈ યુવતી કે થયું કંઈક આવું, લોકોએ કહ્યું ‘સાવધાની હટી દુર્ઘટના ઘટી’

એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Videos)થઈ રહ્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને તમને એ પણ જાણવા મળશે કે બે કામ એકસાથે કરવાથી શું પરિણામ આવી શકે છે.

Viral: વાત કરવામાં એટલી મશગુલ થઈ યુવતી કે થયું કંઈક આવું, લોકોએ કહ્યું 'સાવધાની હટી દુર્ઘટના ઘટી'
Girl falls while walking on the treadmill (Image Credit Source: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 10:09 AM

સામાન્ય રીતે લોકો કહે છે કે તેઓ એકસાથે અનેક કામ કરી શકે છે, તેમનું મન ખૂબ જ તેજ હોય ​​છે. એ કહેવું સરળ લાગે છે, પરંતુ આપણે સારી રીતે જાણીએ છીએ કે મગજને એક સમયે એક કરતાં વધુ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. તમે મોબાઈલ ફોનનું જ જોઈ લો. તમે જોયું હશે કે જો તમે કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા છો, તો તેની સાથે અન્ય કોઈ કામ કરવામાં મુશ્કેલી આવે છે અને આવી સ્થિતિમાં કોઈ પણ કામ યોગ્ય રીતે ન થવાના ચાન્સ વધુ હોય છે. આને લગતો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Videos)થઈ રહ્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને તમને એ પણ જાણવા મળશે કે બે કામ એકસાથે કરવાથી શું પરિણામ આવી શકે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલીક છોકરીઓ જીમમાં ટ્રેડમિલ મશીન પર ચાલી રહી છે અને મશીન થોડી ઝડપથી ચાલી રહી છે. તેમાંથી બે છોકરીઓ ટ્રેડમિલ પર ચાલતી વખતે પણ વાત કરી રહી છે. સામાન્ય રીતે ટ્રેડમિલ પર ચાલતી વખતે તેની સામે હેન્ડલ પકડવું પડે છે, જેથી બેલેન્સ ન બગડે અને તમે પડી ન જાઓ, પરંતુ એક છોકરી આ વાત ભૂલી જાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

યુવતી વાત કરવામાં એટલી મગ્ન થઈ જાય છે કે તે ટ્રેડમિલના હેન્ડલ પરથી પોતાનો હાથ હટાવી લે છે અને હાથના ઈશારાથી બીજી છોકરીને કંઈક કહેવા લાગે છે. ત્યારે અચાનક તેનું સંતુલન બગડે છે અને તે પડી જાય છે. જો કે, સદનસીબે, તેણીને ઈજા થઈ નથી અને તે ફરીથી ઉભી થઈ અને ટ્રેડમિલ પર ચાલવા લાગી.

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક સમયે એક કામ કરવાનો પાઠ આ જ કારણે આપવામાં આવ્યો છે. માત્ર 19 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 5.3 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ કોમેન્ટ્સ પણ કરી છે. જ્યારે એક યુઝરે લખ્યું છે કે, ‘સાવધાની હટી દુર્ઘટના ઘટી’, જ્યારે અન્ય એક યુઝરે મજાકિયા અંદાજમાં કોમેન્ટ કરી છે કે હવે શું તેઓએ એકબીજા સાથે વાત પણ ન કરે.

આ પણ વાંચો: Viral: સાસરીમાંથી કરિયાવરમાં આપતા હતા ટ્રેન, આ કારણે શખ્સે કરી દીધો ઈન્કાર, લોકોએ કહ્યું ‘સારૂ કર્યું રોકેટ ના આપ્યું’

આ પણ વાંચો: Tech News: જલ્દી જ ખતમ થશે 5G ની રાહ, આ મહિનાથી જ શરૂ થઈ શકે છે હરાજી, TRAIએ આપ્યા સંકેત

g clip-path="url(#clip0_868_265)">