સ્માર્ટફોન એ ડિજિટલ વિશ્વમાં કુટુંબ અને મિત્રો સાથે જોડાયેલા રહેવાનો સૌથી સરળ રસ્તો છે. અને જો તમે તમારો સ્માર્ટફોન ગુમાવો છો, તો તેનાથી વધુ ખરાબ કંઈ હોઈ શકે નહીં. હવે ફોનનો ઉપયોગ માત્ર કૉલ કરવા અથવા SMS મોકલવા માટે થતો નથી પરંતુ તે આપણા રોજિંદા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમારો સ્માર્ટફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તેને કેવી રીતે શોધવો? આવી સ્થિતિમાં, જો કોઈ સ્માર્ટફોન ચોરાઈ જાય, તો ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ હેઠળ કામ કરતા CEIR પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ, જેથી ખોવાયેલો ફોન પાછો સરળતાથી મેળવી શકાય.
CEIR પોર્ટલ વપરાશકર્તાઓને IMEI નંબર દ્વારા તેમના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સ્માર્ટફોન જેવા ખોવાયેલા અથવા ચોરાયેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની જાણ કરવાની મંજૂરી આપે છે. CEIR પોર્ટલ ખોવાયેલા કે ચોરાયેલા ફોનને બ્લોક કરવાની સુવિધા પૂરી પાડે છે. તે અનેક પ્રકારની સેવાઓ પણ આપે છે. યૂઝર્સ ચોરાયેલા કે ખોવાયેલા મોબાઈલને માત્ર બ્લોક કરી શકતા નથી પણ તેને પુનઃપ્રાપ્ત પણ કરી શકે છે.
CEIR વેબસાઈટ ઉપરાંત, એક મફત Android અને iOS એપ્લિકેશન KYM પણ છે જે તમારા સ્માર્ટફોનને લગતી માહિતી પ્રદાન કરી શકે છે. આ એપથી યુઝરના ફોનનો IMEI નંબર, મોબાઈલ ઉત્પાદકનું નામ, મોડલ નંબર અને ઉપકરણનો પ્રકાર જેવી માહિતી મેળવી શકાય છે. આ બધા માટે તમારે ફક્ત ફોનનો IMEI નંબર અને કયા ફોન પર OTP આવશે તે જાણવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે ફોન બોક્સ સિવાય હેન્ડસેટ પર *#06# ડાયલ કરીને IEMI નંબર મેળવી શકાય છે.