iPhone 16 કરતાં માત્ર 99 રુપિયા જ મોંઘો છે Google Pixel 9, બેમાંથી કયો ફોન સારો છે?
iPhone 16 vs Google Pixel 9 : તમારા માટે તમે ફ્લેગશિપ ફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો? તાજેતરમાં લૉન્ચ થયેલા iPhone 16 અને Google Pixel 9 સારા વિકલ્પો હોઈ શકે છે, પરંતુ કિંમત, બેટરી, પર્ફોર્મન્સ અને ફીચર્સની દૃષ્ટિએ આ બેમાંથી કયો સારો છે? અહીં વિગતવાર સમજો.
iPhone 16 આખરે Apple A18 Bionic ચિપસેટ અને AI-પાવર્ડ OS સાથે આવી ગયું છે, તે બજારમાં નવા સ્માર્ટફોનને સીધી સ્પર્ધા આપશે. તેની સ્પર્ધામાં Tensor G4 ચિપસેટથી સજ્જ Google Pixel 9 છે. iPhone 16 સિરીઝની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી પરંતુ Google Pixel 9 પહેલાથી જ ઘણા યુઝર્સને મુવ કરી ચૂક્યા છે.
Google Pixel 9 એ આવતાની સાથે જ યુઝર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું
Google Pixel 9 એ આવતાની સાથે જ યુઝર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું, ત્યારે જ નવી iPhone સીરીઝ લોન્ચ કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહે છે કે આ બે ફ્લેગશિપ ફોનમાંથી કયો ફોન સારો છે, કિંમત, બેટરી, કેમેરા અને પરફોર્મન્સના મામલે કોણ જીત્યું છે.
iPhone 16 vs Google Pixel 9
Google એ તેના Pixel 9ને અગાઉના મોડલની તુલનામાં વધુ સારી ડિઝાઈન સાથે લોન્ચ કર્યો છે, પાછળના મોડલની સરખામણીમાં તેના ગ્રિપ કર્વની જગ્યાએ સપાટ કિનારી છે, પાછળનો કેમેરા છે એ કેમેરા બોક્સમાં આવ્યો છે. તેમાં Peony, Obsidian, Wintergreen અને Porcelain સહિત ઘણા કલર વિકલ્પો છે.
જો આપણે iPhone 16 વિશે વાત કરીએ, તો iPhone 16 તેના અગાઉના મોડલ જેવી જ ડિઝાઇનમાં આવે છે. તે કાળા, સફેદ, ટીલ અને અલ્ટ્રામરીન અને ગુલાબી રંગ વિકલ્પો જેવા ઘણા રંગોમાં પણ ઉપલબ્ધ હશે. iPhone 16માં નવું કેપ્ચર બટન પણ આપવામાં આવ્યું છે. Pixel 9 માં બધા બટન જમણી બાજુએ આપવામાં આવ્યા છે.
iPhone 16 અને Google Pixel 9 નો કેમેરા
- iPhone પહેલાથી જ તેના કેમેરા માટે ખૂબ જ લોકપ્રિય છે. મોટાભાગના યુઝર્સ ફોટો-વીડિયોગ્રાફી માટે iPhone પસંદ કરે છે. નવા iPhone 16માં તમને 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા મળી રહ્યો છે.
- 12-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ સેન્સર આપવામાં આવ્યો છે, જે ઓટોફોકસ અને મેક્રો ક્ષમતા સાથે આવે છે.
- જ્યારે iPhone 16 ની સરખામણીમાં Pixel 9માં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે. આ સિવાય 48 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા પણ સામેલ છે.
- ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો iPhone 16માં તમને 12 મેગાપિક્સલનો કેમેરો મળી રહ્યો છે. જ્યારે Pixel 9માં તમને 10.5 મેગાપિક્સલનો કેમેરો મળી રહ્યો છે.
- ગૂગલ પિક્સેલનો પ્રાઈમરી કેમેરો વધુ મેગાપિક્સલનો છે, આ બાબતમાં ગૂગલ પિક્સેલ થોડું આગળ છે, પરંતુ iPhone 16માં આપેલા એક્શન બટનને અવગણી શકાય નહીં. એક્શન બટન વડે લેન્ડસ્કેપ ફોટો સરળતાથી ક્લિક કરી શકાય છે, આ લેન્ડસ્કેપ ફ્રેમિંગ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
iPhone 16 અને Google Pixel 9 માં બેટરી અને ચાર્જિંગ
Appleના અગાઉના iPhone મોડલ્સની તુલનામાં iPhone 16માં મોટી બેટરી છે, પરંતુ દર વખતની જેમ તેની ચોક્કસ ક્ષમતા જાહેર કરવામાં આવી નથી. Pixel 9 માં તમને 4,700mAh બેટરી મળે છે. વાયરલેસ ચાર્જિંગની સરખામણી કરીએ તો iPhone 16 ઝડપી 25W MagSafe ચાર્જિંગને સપોર્ટ કરે છે પરંતુ Pixel 9 12W વાયરલેસ ચાર્જિંગ ઑફર કરે છે.
કિંમતમાં તફાવત માત્ર 99 રૂપિયા છે
iPhone 16ના 128GB વેરિઅન્ટની શરૂઆતની કિંમત 79,900 રૂપિયા છે, પરંતુ Pixel 9નો 12 GB RAM / 256 GB સ્ટોરેજ 79,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. Pixel 9 માં તમને ફિંગરપ્રિન્ટ સેન્સર અને રિવર્સ ચાર્જિંગ વિકલ્પ મળે છે પરંતુ iPhone 16 માં આ બંને નથી.
સ્ટોરેજ ઓપ્શન
Google Pixel 9માં 6.3-ઇંચની ડિસ્પ્લે છે, જ્યારે Pixel 9માં 6.1-ઇંચની ડિસ્પ્લે છે. Google Pixel સ્ટોરેજ વિકલ્પ 28GB/256GB છે, જ્યારે iPhone 16માં 128GB/256GB/512GB સ્ટોરેજ વિકલ્પ છે.