Chandrayaan 3 Video : આપણુ ચંદ્રયાન 3,84,400 કિમીનું અંતર કાપી 41 દિવસમાં ચંદ્ર પર પહોંચશે, જુઓ Video
Chandrayaan 3 mission Journey : આજે 14 જુલાઈનો દિવસ ભારત માટે મહત્વનો સાબિત થશે. આજે શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન પૃથ્વીના ઉપગ્રહ ચંદ્ર સુધી પહોંચવા માટે ઉડાન ભરશે. દોઢ મહિના બાદ 23થી 24 ઓગસ્ટ વચ્ચે આ યાદ ચંદ્રની સપાટી પર પહોંચશે. ચાલો જાણીએ તેની સંપૂર્ણ યાત્રા વિશે.
Chandrayaan 3 mission Journey
Follow us on
SRIHARIKOTA TO MOON : ઈસરોના 29 ડેપ્યુટી ડાયરેક્ટર અને 55 પ્રોજેક્ટ મેનેજરની વર્ષોની મહેનત બાદ આજે ચંદ્રયાન 3 લોન્ચ થવા જઈ રહ્યું છે. આ ચંદ્રયાન ધરતીથી ચંદ્ર સુધી 3,84,400 કિમીનું અંતર કાપશે. જે દોઢ મહિના એટલે કે 41 દિવસ બાદ ચંદ્ર પર પહોંચશે. પૃથ્વી અને ચંદ્રના લંબગોળકાળ ચક્કર લાગાવ્યા બાદ લેન્ડર ચંદ્રની સપાટી સુધી પહોંચશે. ચાલો જાણીએ ચંદ્રયાન 3નો (Chandrayaan 3) અવકાશી રુટ.
રોવર એ એવું વાહન કે રોબોટ છે જે ગ્રહની સપાટી પર ફરીને અલગ અલગ જગ્યાએથી માહિતી એકઠી કરીને ઓર્બિટરને મોકલે છે. લેન્ડર એક પ્રકારનું કેરિયર હોય છે જેની અંદર રોવર હોય છે. તેની મદદથી રોવરનું ગ્રહની સપાટી પર લેન્ડિંગ કરાવવામાં આવે છે. રોવરને સફળતાપૂર્વક સપાટી પર ઉતારવાનું કામ લેન્ડરનું હોય છે.
ઓર્બિટર, જે ગ્રહ પર રોવર ઉતાર્યુ હોય તે ગ્રહના ચક્કર લગાવે છે. રોવર ગ્રહની સપાટી પરથી માહિતી ગ્રહની કક્ષામાં ફરતા ઓર્બિટરને મોકલે છે. અને ઓર્બિટર તે માહિતી પૃથ્વી પર ઈસરો-નાસા જેવી સ્પેસ સંસ્થાને મોકવાનું કામ કરે છે. ચંદ્રયાન-3માં લેન્ડરનું નામ વિક્રમ રાખવામાં આવ્યું છે. આ નામ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા વિક્રમ સારાભાઈના નામ પરથી આપવામાં આવ્યું છે. રોવરને ‘પ્રજ્ઞાન’ નામ આપવામાં આવ્યું છે. જેને સંસ્કૃતમાં શાણપણ કહેવામાં આવે છે. ચંદ્રયાન-2 સમયે પણ લેન્ડર-રોવરના આ જ નામ હતા.