Breaking News : ઈસરોને મળી મોટી સફળતા, Chandyaan 3એ ચંદ્રની કક્ષામાં કર્યો પ્રવેશ

|

Aug 05, 2023 | 8:12 PM

Chandrayaan 3 Lunar Orbit Injection updates : 14 જુલાઈ, 2023ના દિવસે લોન્ચ થયેલા ચંદ્રયાન મિશન માટે આજે 5 ઓગસ્ટનો દિવસ મહત્વનો હતો. ઇસરો દ્વારા જણાવ્યા અનુસાર 7:45 કલાકે ચંદ્રયાન 3 ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કર્યો હોવાનું જણાવ્યુ છે. ચંદ્રયાન 3, હવે 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે.

Breaking News : ઈસરોને મળી મોટી સફળતા, Chandyaan 3એ ચંદ્રની કક્ષામાં કર્યો પ્રવેશ

Follow us on

Chandrayaan 3 Mission : ઈસરોના મહત્વકાંક્ષી સ્પેસ મિશન ચંદ્રયાન 3 માટે આજે મહત્વનો દિવસ હતો. ચંદ્રયાન મિશનના 22માં દિવસે ચંદ્રયાન 3એ મોટી સફળતા મેળવી છે. ટ્રાન્સ લૂનર ઓર્બિટ છોડીને ચંદ્રયાન 3એ ચંદ્રની કક્ષામાં પ્રવેશ ( Lunar Orbit Injection) કર્યો છે. ઈસરોએ આ વાતની જાહેરાત કરતા તમામ ભારતીયોમાં ખુશી જોવા મળી છે.

ચંદ્રના 5 ચક્કર લગાવીને 23 ઓગસ્ટે ચંદ્રયાન 3 ચંદ્ર પર લેન્ડિંગનો પ્રયાસ કરશે. ભારત પહેલી વાર કોઈ ગ્રહ કે ઉપગ્રહ પર રોવર લેન્ડ કરશે.હમણા સુધી અમેરિકા, રશિયા અને ચીનને સોફ્ટ લેન્ડિંગમાં સફળતા મળી છે. ભારત ચોથા દેશ બની શકે છે.મિશનની સફળતાથી ઈસરોને મોટા પ્રોજેક્ટ માટે રસ્તા ખોલવામાં મદદ મળશે.રોવરની સોફ્ટ લેન્ડિંગની મદદથી ચંદ્ર પર જીવનની શક્તા શોધવામાં મદદ મળશે.

આ પણ વાંચો :  અંતરિક્ષની ઊંચાઈ બાદ હવે સમુદ્રની ઊંડાઈને સ્પર્શશે ભારત, કિરણ રિજીજુએ શેયર કર્યા ‘MATSYA 6000’ના અંદરના દ્રશ્યો

જુઓ ચંદ્રયાન 3ની લાઈવ લોકેશન, ઝડપ અને ચંદ્ર સુધીનું અંતર


આ પણ વાંચો : એક જ મહિનામાં દેખાશે 2 સૂપર મૂન, હવે પછી વર્ષ 2037માં ફરી બનશે આ દુર્લભ ઘટના

મિશન ચંદ્રયાન 3માં આગળ શું થશે ?

  • 5 ઓગસ્ટે 7 વાગ્યે ચંદ્રયાન 3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ. તે ચંદ્રના 5 ચક્કર લગાવશે.
  • 6 તારીખે રાત્રે 11 વાગ્યે બીજા અન્ય ઓરબીટમાં ચન્દ્રયાનને પહોંચાડવા માટે પ્રયાશ કવામાં આવશે.
  • 17 ઓગસ્ટે ચંદ્રના 5 ચક્કર લગાવ્યા બાદ ચંદ્રયાન ચંદ્રની સપાટીથી 100 કિમીની ઊંચાઈ પર આવશે. ઈન્ટિગ્રેટેડ મોડયૂલ 100 કિમી વાળા ઓર્બિટમાં ચક્કર લગાવશે.
  • 18 ઓગસ્ટે ડીબુસ્ટિંગ પ્રકિયાથી ચંદ્રયાનના લેન્ડર મોડયૂલની ગતિ ઘટાડાશે. તેને 180 ડિગ્રીના એન્ગલ સાથે ઊલટી દિશામાં ફેરવાશે.જેથી ગતિ ઘટે.
  • ચંદ્ર તરફ જવા માટે ગતિને 2.38 કિમી પ્રતિ સેકન્ડથી ઓછી કરીને 1 કિમી પ્રતિ સેકન્ડ કરાશે.
  • 20 ઓગસ્ટે લેન્ડર મોડયૂલ ડીઓર્બિટિંગ થશે. ચંદ્રયાન 3ના લેન્ડરને 100 x 30 કિમીના લૂનર ઓર્બિટમાં ઉમેરાશે. ત્યારબાદ લેન્ડિંગની તૈયારી કરાશે.
  • 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિગ કરશે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:50 pm, Sat, 5 August 23

Next Article