1 કિમીની રેન્જ સુધી કામ કરશે આ વાઈ-ફાઈ, કૃષિથી લઈ ટ્રાફિક સિગ્નલમાં પણ થશે ઉપયોગી

ટેક્નોલોજીમાં નવી નવી વસ્તુઓથી આજે લોકોના કામ વધુ સરળ બની રહ્યા છે ત્યારે આ ટેક્નોલોજી અનેક ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત થતી હોય છે. ત્યારે તાજેતરમાં એક નવી વાઈ-ફાઈ ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે જે વાઈ-ફાઈ ઈન્સ્ટોલ કરેલા સ્થળથી 1 કિમીના અંતર સુધી કામ કરશે.

1 કિમીની રેન્જ સુધી કામ કરશે આ વાઈ-ફાઈ, કૃષિથી લઈ ટ્રાફિક સિગ્નલમાં પણ થશે ઉપયોગી
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 2:59 PM

ટેક્નોલોજી(Technology)માં નવી નવી વસ્તુઓથી આજે લોકોના કામ વધુ સરળ બની રહ્યા છે ત્યારે આ ટેક્નોલોજી અનેક ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત થતી હોય છે. ત્યારે તાજેતરમાં એક નવી વાઈ-ફાઈ (Wi-Fi)ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે જે વાઈ-ફાઈ ઈન્સ્ટોલ કરેલા સ્થળથી 1 કિમીના અંતર સુધી કામ કરશે. 1 કિમીની રેન્જમાં આવતા તમામ ઉપકરણો તેનાથી કામ કરી શકશે.

આ નવા Wi-Fiનું નામ Wi-Fi HaLow છે જેને તાજેતરમાં Wi-Fi એલાયન્સ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે. આ નવી ટેક્નોલોજી IoT ઉપકરણોને વધુ મદદ કરશે જેને મોટા વિસ્તારમાં ઓછા ડેટા ટ્રાન્સફર કરવાની જરૂર પડતી હોય છે. આજકાલ દુનિયામાં એક નવી ટેક્નોલોજી આવી છે જેને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) નામ આપવામાં આવ્યું છે.

આ ટેક્નોલોજીના વિકાસ સાથે, ઘરો અને ઉદ્યોગોમાં સ્માર્ટ ઉપકરણોની સંખ્યા વધી રહી છે. આનાથી મોટા વિસ્તારમાં વધુ ઉપકરણોને Wi-Fi સાથે કનેક્ટ કરવાની જરૂરિયાત વધી રહી છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે Wi-Fi HaLow નામની નવી Wi-Fi ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે, જે 1 કિમી સુધીની રેન્જમાં કામ કરવાનો દાવો કરે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Wi-Fi HaLow શું છે ? 

Wi-Fi HaLow એ એક્સેસ પોઈન્ટથી 1 કિમીના અંતરમાં સ્માર્ટ સ્પીકર્સ, સ્માર્ટ એર-કન્ડિશનર્સ અને અન્ય ઔદ્યોગિક સ્માર્ટ ઉપકરણો જેવા મોટી સંખ્યામાં IoT ઉપકરણોને જોડવા માટે વિકસાવવામાં આવ્યું છે. આ ટેક્નોલોજીને Wi-Fi એલાયન્સ તરફથી પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે, જે Wi-Fi ઉપકરણો બનાવતી કંપનીઓને પ્રમાણિત કરતી વિશ્વની સૌથી મોટી સંસ્થા છે.

રસપ્રદ વાત એ છે કે, Wi-Fi HaLow હાલમાં ચાલી રહેલા Wi-Fi પ્રોટોકોલ સાથે કામ કરે છે અને હાલના સ્માર્ટ ઉપકરણો સાથે કનેક્ટ થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવી ટેક્નોલોજી હાલના વાઈ-ફાઈ સેટઅપમાં ઘણો સુધારો કરશે કારણ કે તેને નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી.

કેવી રીતે કરે છે કામ ?

અહીં એવો સવાલ ઉદ્ભવી શકે છે કે, આ ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે ? તેનું કામ ખૂબ જ સરળ છે. તે હાલના Wi-Fi નેટવર્ક્સ કરતાં ઓછો પાવર વાપરે છે. તેની બેન્ડવિડ્થ વિશે વાત કરીએ તો, Wi-Fi HaLow ને આપણે જે બેન્ડવિડ્થ 2.4GHz થી 5GHz ઉપયોગ કરીએ છીએ, તેનાથી વિરૂદ્ધ આ 1 GHz સ્પેક્ટ્રમમાં ઉપયોગ લેવા માટે બનાવામાં આવ્યું છે.

Wi-Fi હેલોની ઓછી ફ્રિક્વેન્સી એક લાંબા તરંગલંબાઇને જનરેટ કરે છે, જે તેને લાંબા અંતર પર ડેટા ટ્રાન્સફર કરી શકે છે. પરંતુ ડેટા ટ્રાન્સફરની ઝડપ સામાન્ય Wi-Fi ટેકનોલોજી કરતાં થોડી ધીમી છે, જે તેને IoT ઉપકરણો માટે યોગ્ય બનાવે છે. IoT ઉપકરણનું કાર્ય એવું છે કે તેને ચલાવવા માટે ઓછા ડેટાની જરૂર પડે છે.

ક્યાં થશે તેનો ઉપયોગ

Wi-Fi HaLow નો ઉપયોગ ઘણી જગ્યાએ થઈ શકે છે, જેમ કે ઘરો અને ઉદ્યોગોમાં સ્માર્ટ ઉપકરણોને કનેક્ટ કરવા. તેનો ઉપયોગ સ્માર્ટ સિટીઝમાં ઉપકરણોને કનેક્ટ કરવા અને નિયંત્રિત કરવા માટે પણ થઈ શકે છે, જેમ કે ટ્રાફિક સિગ્નલ, ટ્રાફિક મોનિટર અને અન્ય કાર્યો. તેનો ઉપયોગ મોટા કૃષિ વિસ્તારોમાં સેન્સરને જોડવા માટે પણ થઈ શકે છે.

આ નવી Wi-Fi ટેક્નોલોજી ઘણા ફાયદાઓ આપી શકે છે. જો કે, તે પરંપરાગત Wi-Fi ટેક્નોલોજીનું રિપ્લેશમેન્ટ નથી કે જેનો ઉપયોગ ટૂંકા સમયમાં મોટી માત્રામાં ડેટા ટ્રાન્સફર કરવા માટે થાય છે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે Wi-Fi Halow ટેક્નોલોજી સામાન્ય લોકો માટે ક્યારે ઉપલબ્ધ થશે કે કેમ, પરંતુ તેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: Imposter Syndrome : સારી કામગીરી માટે પોતાની ક્ષમતા પર શંકા કરવી પણ ફાયદાકારક હોઈ શકે છે : સ્ટડી

આ પણ વાંચો: હર્બલ ખેતીના હબ તરીકે વિકસિત થઈ રહ્યો છે આ જિલ્લો, વિદેશીઓ પણ તેમની પ્રોડક્ટના બન્યા દિવાના

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">