AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Imposter Syndrome : સારી કામગીરી માટે પોતાની ક્ષમતા પર શંકા કરવી પણ ફાયદાકારક હોઈ શકે છે : સ્ટડી

આ નવા સ્ટડી અનુસાર ઈમ્પોસ્ટ સિંડ્રોમવાળા લોકો જે પોતાના પર ઓછો વિશ્વાસ રાખે છે. તેમની પાસે સારૂ પારસ્પરિક કૌશલ હોય છે અને તે પોતાને એક યોગ્ય કર્મચારી બનાવી શકે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આ ઈમ્પોસ્ટર સિંડ્રોમ શું છે ?

Imposter Syndrome : સારી કામગીરી માટે પોતાની ક્ષમતા પર શંકા કરવી પણ ફાયદાકારક હોઈ શકે છે : સ્ટડી
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 12:47 PM
Share

હંમેશા લોકોને આત્મવિશ્વાસથી ભરપૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ એક હાલના સ્ટડી અનુસાર પોતાની ક્ષમતા પર શંકા કરવી એટલું પણ ખરાબ નથી. આ નવા સ્ટડી અનુસાર ઈમ્પોસ્ટ સિંડ્રોમ (Imposter Syndrome)વાળા લોકો જે પોતાના પર ઓછો વિશ્વાસ રાખે છે. તેમની પાસે સારૂ પારસ્પરિક કૌશલ હોય છે અને તે પોતાને એક યોગ્ય કર્મચારી બનાવી શકે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આ ઈમ્પોસ્ટર સિંડ્રોમ  શું છે ?

હકીકતમાં પોતાની ક્ષમતાઓ પર શંકા કરવાની સ્થિતિને ઈમ્પોસ્ટર સિંડ્રોમ કહેવામાં આવે છે. ઈમ્પોસ્ટર સિંડ્રોમને ચિંતા અને ઓછી આત્મ-મુલ્યની ભાવનાઓ સાથે જોડવામાં આવે છે પરંતુ હાલની સ્ટડી અનુસાર હકીકતમાં તમને તમારી નોકરીમાં વધુ સારું બનાવી શકે છે. ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ ધરાવતા લોકો ખરેખર માને છે કે તેઓ જીવનમાં તેમની સફળતાને લાયક નથી, તેઓને તે તેમના પ્રયત્નો અથવા તેમની પોતાની ક્ષમતાઓ અને કૌશલ્યોને કારણે નથી મળી, પરંતુ તેમને તે નસીબના કારણે મળ્યું છે.

સિન્ડ્રોમ ધરાવતા લોકો પોતાને ‘ચીટર્સ’ માને છે અને ડરતા હોય છે કે કોઈક સમયે બીજા બધાને તેનો ખ્યાલ આવશે. કેમ્બ્રિજમાં MIT સ્લોન સ્કૂલ ઑફ મેનેજમેન્ટ (MIT Sloan School of Management in Cambridge)ના મનોવિજ્ઞાની બાસિમા તૌફિક (Basima Tewfik) દ્વારા હાથ ધરવામાં આવેલો અભ્યાસ, એકેડેમી ઑફ મેનેજમેન્ટ જર્નલમાં ( Academy of Management Journal) પ્રકાશિત કરવામાં આવ્યો છે.

નિષ્ણાતો શું કહે છે

અભ્યાસ અંગે બાસિમા તૌફિકે કહ્યું, ‘સામાન્ય રીતે ઈમ્પોસ્ટર સિન્ડ્રોમને નુકસાનકારક માનવામાં આવે છે. પરંતુ અભ્યાસમાં આ સિન્ડ્રોમ પર થયેલી વાતચીતના આધારે એવું કહી શકાય કે આ સિન્ડ્રોમના ઘણા પરસ્પર ફાયદા પણ થઈ શકે છે.

અભ્યાસ કેવી રીતે થયો ?

અભ્યાસ માટે, બાસિમા તૌફિકે યુ.એસ.માં રોકાણ સલાહકાર પેઢીના 155 કર્મચારીઓમાં આ સિન્ડ્રોમનું સ્તર માપ્યું. અભ્યાસ દરમિયાન, સહભાગીઓ લેખિત નિવેદનો સાથે આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે કાર્યસ્થળ (Work Place) ના અન્ય લોકોને લાગે છે કે હું મારી જાતને માનું છું તેના કરતાં મારી પાસે વધુ માહિતી અને ક્ષમતાઓ છે. આ દરમિયાન તેમને એમ પણ પૂછવામાં આવ્યું કે આ વિચારો તેમના માટે કેટલી હદે સાચા છે ?

ત્યાર બાદ ટ્વાફિકએ દરેક સહભાગીના સુપરવાઇઝર સાથે વાત કરી અને તેમને પૂછ્યું કે શું તેઓ તેમના કર્મચારીને અલગ રીતે જુએ છે. સુપરવાઈઝરોએ રેટિંગના આધારે સહભાગીઓની કામગીરી અને આંતરવ્યક્તિત્વ કૌશલ્યને રેટ કર્યું અને કહ્યું કે સિન્ડ્રોમવાળા કર્મચારીઓ કામ પર વધુ સારા હોય છે. ટ્વાફિકે શોધી કાઢ્યું કે ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ ધરાવતા કર્મચારીઓએ વધુ આત્મવિશ્વાસ ધરાવતા સાથીદારો કરતાં વધુ સારી આંતરવ્યક્તિત્વ કુશળતામાં વધુ સ્કોર મેળવ્યો હતો. તેઓ કાર્યસ્થળ પર વધુ સક્ષમ હોવાનું જણાયું હતું.

આ પણ વાંચો: મોટાપાયે ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતર અસલી છે કે નકલી? જાણો આ રીતથી

આ પણ વાંચો: Success Story: પાકમાં જંતુનાશક તરીકે હોમિયોપેથી દવાઓનો કર્યો સફળ પ્રયોગ, લોકોએ નામ આપ્યું પાકના ડોક્ટર

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">