semifinal ticket : દરેક ભારતીયને આ વિડીયો જોઈ ગર્વ થશે, તમારી આખમાં પણ આસું આવશે
હોકીની સેમિફાઇનલમાં, 3 ઓગસ્ટના રોજ ભારતીય પુરુષ ટીમનો સામનો હવે બેલ્જિયમ સાથે થશે, જ્યારે મહિલા ટીમ 4 ઓગસ્ટના રોજ આર્જેન્ટિનાના પડકારનો સામનો કરશે.
semifinal ticket : ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ની એસ્ટ્રો ટર્ફ પર શું થયું. છેલ્લા 2 દિવસમાં જે થયું. તે કોઈ ચમત્કારથી ઓછું નથી. તેનાથી એક સ્વપ્ન સાકાર થયા જેવું છે. એવું નથી કે, ભારતને બધી સિદ્ધિઓ નસીબથી મળી છે. આમાં તેની ઘણી મહેનત છે. ભારત પુરુષ અને મહિલા બંને સ્પર્ધામાં હોકીની ટીમ સેમીફાઇનલ (Semifinals)માં પહોંચી ગઈ છે. આ એક ઇતિહાસ છે.
ભારતીય પુરુષ હોકી ટીમને અહીં પહોંચવામાં 49 વર્ષ લાગ્યા છે, જ્યારે ભારતીય હોકીની મહિલાઓ માટે આ પ્રથમ વખત છે. હવે જે રમતમાં લોકોએ મેડલની આશા છોડી દીધી હતી. ઓલિમ્પિક (Olympic) મેડલનું સ્વપ્ન છોડી દીધું હતુ. અચાનક તે રમતમાં આવા મહાન સમાચાર છે. મેડલની આશા જાગી. પછી આંખોમાં આંસુ તો છલકાશે જ.
The surging emotions. The feelings of pride. The sheer joy. Here’s a behind the scenes look at the voices which express all these emotions and make us feel the 🇮🇳🇮🇳🇮🇳 feeling the way only they can!#olympicsinhindi #SirfSonyPeDikhega #HumHongeKamyab @iSunilTaneja @SportifiedSid pic.twitter.com/UAYyuVmm35
— Sony Sports (@SonySportsIndia) August 1, 2021
ટોક્યોના મેદાનમાંથી છેલ્લા 24 કલાકમાં ભારતીય હોકી સાથે જોડાયેલી 2 ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભારતીય મહિલાઓએ ઓસ્ટ્રેલિયા (Australia)જેવી મહાન ટીમને પછાડીને પ્રથમવાર સેમીફાઈનલમાં પહોંચી છે. પુરુષ હોકી (Men’s hockey)માં પ્રથમ વખત ગ્રેટ બ્રિટેનને હાર આપી સેમીફાઈનલ (Semifinals)માં ટીમ પહોચી છે.આ બંને ખુશીઓ ભારત માટે શાનદાર છે.
ओलंपिक हॉकी में ग्रेट ब्रिटेन 🇬🇧 को हराकर कर भारत 🇮🇳 के सेमीफ़ाइनल में पहुँचने के समय का भाव-विह्वल कर देने वाला वीडियो 😍 pic.twitter.com/KLzL3eykIg
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) August 1, 2021
જ્યારે ભારતની પુરૂષ ટીમે ગ્રેટ બ્રિટનને કચડી નાખ્યું અને સેમીફાઇનલ (Semifinals)ની ટિકિટ મેળવી ત્યારે આખું ભારત ખુશીથી ઝુમી ઉઠ્યું હતું. ભારતના રમતપ્રેમીઓની આંખોમાં પણ ખુશીના આંસુઓ આવ્યા હતા. ભારતની હોકી માટે આ જીતનો અર્થ શું છે, તે તમે મેચની કોમેન્ટ્રી કરતા બે કોમેન્ટર્સનો આ વીડિયો જોઈને તેનો અંદાજ લગાવી શકો છો.
આ બે કોમેન્ટરો પર કોમેન્ટ્રી કરતી આંખમાંથી આસું આવ્યા હતા. જેનું કારણ એ છે કે, ટોક્યોના મેદાન પર મોટી જીત થયા બાદ તે ભાવુક થયા હતા. હોકીની સેમિફાઇનલ (Semifinals)માં, 3 ઓગસ્ટના રોજ ભારતીય પુરુષ ટીમનો સામનો હવે બેલ્જિયમ સાથે થશે, જ્યારે મહિલા ટીમ 4 ઓગસ્ટના રોજ આર્જેન્ટિનાના પડકારનો સામનો કરશે.