Gold Medal : આંખો હી આંખો મે ઈશારા હો ગયા અને Tokyo Olympicsમાં ગોલ્ડ મેડલ 2 ખેલાડીએ શેર કર્યો

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ગેમ દરમિયાન રવિવારે ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ દરમિયાન એક અદભૂત દૃશ્ય જોવા મળ્યું હતું.પુરુષોની હાઇ જમ્પ ઇવેન્ટમાં બે ખેલાડીઓએ ગોલ્ડ મેડલ (gold medal) શેર કર્યો હતો.

Gold Medal : આંખો હી આંખો મે ઈશારા હો ગયા અને Tokyo Olympicsમાં ગોલ્ડ મેડલ 2 ખેલાડીએ શેર કર્યો
mutaz essa barshim gianmarco tamberi share high jump gold medal in tokyo olympics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 1:21 PM

gold medal : ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ગેમ દરમિયાન રવિવારે ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ દરમિયાન એક અદભૂત દૃશ્ય જોવા મળ્યું હતું. અહીં પુરુષોની હાઇ જમ્પ ઇવેન્ટ દરમિયાન કતારના મુતાઝ ઇસા બાર્શીમ અને ઇટાલીના ગિયાનમાર્કો ટેમ્બ્રીએ ગોલ્ડ મેડલ શેર કર્યો હતો. આ મેચ દરમિયાન, બંનેને સમાન અંતરે રમત પુરી કરી હતી.

જ્યારે બંનેને જમ્પ ઓફનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, ત્યારે બર્શીમે ગોલ્ડ મેડલ વહેંચવાની વાત કરી હતી. મંજૂરી મળતા જ બંને ખેલાડીઓએ મેડલ શેર કર્યો હતો. આ પછી બંને ભાવુક થઈ ગયા અને એકબીજાને ભેટીને ઉજવણી કરતા જોવા મળ્યા.

હાઇ જમ્પ ફાઇનલમાં 30 વર્ષીય બર્શીમ અને 29 વર્ષીય ટેમ્બ્રીએ 2.37 મીટર જમ્પ સાથે મેચ પૂરી કરી હતી. બંનેએ 2.39 મીટર જંપ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બંને નિષ્ફળ રહ્યા.આ ઉંચાઈ પર બરશીમ અને ટેમ્બરી બંન્નેએ ત્રણ-ત્રણ વખત કોશિશ કરી અને ત્રણેય વખત ફેલ રહ્યા હતા.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

અમેરિકાની સિમોન મેન્યુઅલ અને કનાડાની પેની ઓલેસિયાકે પણ ગોલ્ડ મેડલ શેર કર્યો

આ અંગે ઓલિમ્પિક અધિકારીએ બંનેને જમ્પ ઓફ વિશે જણાવ્યું અને કહ્યું કે, જે જીતશે તેને ગોલ્ડ મેડલ મળશે. પરંતુ આ સમય દરમિયાન બર્શીમે પૂછ્યું કે, શું તે બંને ગોલ્ડ મેડલ મળી શકે છે. જેના પર અધિકારીઓ પણ સંહમત થયા હતા. બંન્ને ખેલાડીઓ ગળે મળ્યા હતા અને કાંઈ પણ વાતચીત કર્યા વગર નક્કી કર્યું કે, તેઓ ગોલ્ડ મેડલ શેર કરશે.

ઈટલીના ટેમ્બરી માટે આ સ્થિતિ ફાયદાકારક રહી હતી. 2016 રિયો ઓલિમ્પિક પહેલા તેમના હાડકાં તૂટી ગયા હતા. તેમણે જણાવ્યું કે, હું સ્વસ્થ થયા બાદ મેદાન પર પરત ફરવા માંગુ છું પરંતુ હવે મને ગોલ્ડ મેડલ મળ્યો છે આ શાનદાર છે.મે અનેક વખત આ વિશે સપનાઓ પણ જોયા છે. 2016માં રિયો ઓલિમ્પિક પહેલા મને જણાવવામાં આવ્યું કે, હું આ રમતમાં ભાગ લઈ શકીશ નહિ. આ માટે મારી સફર લાંબી રહી છે.

બર્શીમે આ વિશે કહ્યું, મેં તેને જોયો. તેણે મને જોયો અને અમે એકબીજાને જોઈને અમે બંને સમજી ગયા કે કામ થઈ ગયું છે. આગળ સ્પર્ધા કરવાની જરૂર નથી. તે મારા નજીકના મિત્રોમાંનો એક છે. અમે સાથે રમીએ છીએ. તે એક સ્વપ્ન જેવું છે. આ સાચી રમત-ગમતની ખેલ ભાવના છે.

બાર્શિમે લંડન 2012 ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો પરંતુ બાદમાં આ મેડલ સિલ્વર મેડલમાં બદલવામાં આવ્યો હતો. પછી રિયોમાં તેણે ફરી સિલ્વર જીત્યો. તેણે 2017 અને 2019માં સતત બે વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ જીતી છે.

આ પહેલા અમેરિકાની સિમોન મેન્યુઅલ અને કેનેડાની પેની ઓલિમ્પિક 2016ની રિયો ઓલિમ્પિક (Rio Olympics)દરમિયાન મહિલાઓની 100 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગમાં  હતો.બંન્નેએ ઓલિમ્પિક રેકોર્ડ બનાવતા 52.90 સેકન્ડનો સમય લીધો હતો.

આ પણ વાંચો : bronze medalist : પી.વી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતી ઈતિહાસ રચ્યો, સતત 2 ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની

g clip-path="url(#clip0_868_265)">