T-20 લીગ: DCનો રાજસ્થાન સામે શાનદાર વિજય, 184 રનનો પીછો કરતા RR 138 રનમાં ખખડ્યુ

શુક્રવારે શારજાહમાં દિલ્હી કેપીટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ યોજાઇ હતી. 2020 સિઝનની 23મી મેચમાં રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીત્યો હતો અને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેને લઇને દિલ્હીની ટીમ પહેલા બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. શિખર ધવન, પૃથ્વી શો, રુષભ પંત અને શ્રેયસ ઐયર સહિતના બેટસમેન સસ્તામાં આઉટ થયા હતા. […]

T-20 લીગ:  DCનો રાજસ્થાન સામે શાનદાર વિજય, 184 રનનો પીછો કરતા RR 138 રનમાં ખખડ્યુ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 09, 2020 | 11:45 PM

શુક્રવારે શારજાહમાં દિલ્હી કેપીટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ યોજાઇ હતી. 2020 સિઝનની 23મી મેચમાં રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીત્યો હતો અને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેને લઇને દિલ્હીની ટીમ પહેલા બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. શિખર ધવન, પૃથ્વી શો, રુષભ પંત અને શ્રેયસ ઐયર સહિતના બેટસમેન સસ્તામાં આઉટ થયા હતા. આમ છતાં 20 ઓવરના અંતે દિલ્હી કેપીટલ્સે આઠ વિકેટ ગુમાવીને 184 રન કર્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનન ટીમ 138 રન પર જ સમેટાઇ ગઇ હતી. આમ  46 રને હાર નો સામનો કરવો પડ્યો હતો. આમ રાજસ્થાનનો લગાતાર હારનો સીલ સીલો જારી રહ્યો હતો.

 T20 league DC no rajasthan same shandar vijay 184 run no picho karta RR 138 ma khakhdyu

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

રાજસ્થાન રોયલ્સની બેટીંગ

રાજસ્થાન રોયલ્સની વિકેટો એક બાદ એક પડવા લાગતા 100 રનમાં જ સાત વિકેટ ગુમાવી હતી. આમ અડધી મેચ પહેલા જ દિલ્હીની છાવણીમાં ખુશી અને રાજસ્થાનની છાવણીમાં ગમગીનનો માહોલ છવાઇ ગયો હતો. 15 રનના સ્કોર પર જ જોસ બટલરની વિકેટ ગુમાવી હતી. સ્ટીવ સ્મિથ પણ ટીમના 56 રનના સ્કોર પર પરત ફર્યો હતો. સંજુ સૈમસન પણ ફરી એકવાર ફ્લોપ રહીને સસ્તામાં એટલે કે પાંચ જ રન સાથે આઉટ થયો હતો. લોમરોર પણ એક જ રન બનાવીને વિકેટ ફેંકી દીધી હતી. એન્ડ્રયુ ત્યે છ રન અને જોફ્રા આર્ચર બે રન બનાવીને આઉટ થયા હતા. 72થી 100 રન સુધીમાં જ ટીમે પાંચ વિકેટ ગુમાવી દેતા રાજસ્થાન પર મુશ્કેલી નક્કી થઈ ગઇ હતી. તેવટીયાએ આજે ફરી એકવાર ઝડપી પારી રમી બતાવી હતી. તેણે 29 બોલમાં 38 રન ફટકાર્યા હતા. જોકે તે રબાડાના બોલ પર બોલ્ડ થયો હતો.

T20 league DC no rajasthan same shandar vijay 184 run no picho karta RR 138 ma khakhdyu

દિલ્હીની બોલીંગ

દિલ્હી આમ તો બોલીંગ, બેટીંગ અને ફીલ્ડીંગ ત્રણેય પ્રકારે મજબુત પ્રદર્શન કરી રહી છે. તે જ પ્રમાણે પહેલા થોડા થોડા રન બેટ્સમેનોએ જોડીને મોટો સ્કોર ખડક્યો હતો અને બાદમાં બોલરોએ તેમનુ કામ પુરુ કર્યુ હતુ. રબાડાએ 3.4 બોલમાં 35 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.  જ્યારે અશ્વિને અને સ્ટોઇનીશે બે-બે વિકેટ ઝ઼ડપી હતી. જ્યારે નોર્ત્ઝે, હર્ષલ પટેલ અને અક્ષર પટેલે એક એક વિકેટ ઝડપી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T-20 league DC na batsmano e moti iningis vagar 8 wicket e 184 run no score khadkyo jofra archar ni 3 wicket

દિલ્હી કેપીટલ્સની બેટીંગ

દિલ્હી તરફથી નિચલા મધ્યક્રમે આવેલા હૈયટમેરે પણ 24 બોલમાં જ 45 રન ફટકાર્યા હતા. ટોસ હારીને પ્રથમ બેટીંગમાં આવેલી દિલ્હીને શરુઆતથી જ ઝટકો લાગ્યો હતો. બીજી ઓવરમાં જ પ્રથમ ઝટકો ઓપનર શિખર ધવનનો લાગ્યો હતો. માત્ર પાંચ રન બનાવીને જોફ્રા આર્ચરનો શિકાર થયો હતો. બીજી વિકેટ પૃથ્વી શોની આઉટ થઇ હતી, તેણે 10 બોલમાં 19 રન બનાવ્યા હતા. ત્રીજી વિકેટ કેપ્ટન શ્રેયસના સ્વરુપ ગુમાવી હતી જેણે 18 બોલમાં 22 રન બનાવ્યા હતા. આમ એક સમયે 50ના સ્કોર પર ત્રણ વિકેટ દિલ્હી એ ગુમાવી દીધી હતી. ઋષભ પંત ચોથી વિકેટના રુપમાં પેવેલીયન પરત ફર્યો હતો. જેણે પાંચ રન બનાવ્યા હતા.માર્કસ સ્ટોઇનીશે 39 રન ટીમમાં મધ્યમક્રમ દરમ્યાન જોડ્યા હતા, પરંતુ તે પણ તેવટીયાનો શિકાર થયા હતા. આમ વીસ ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવી દીધી  હતી.

T-20 league DC na batsmano e moti iningis vagar 8 wicket e 184 run no score khadkyo jofra archar ni 3 wicket

રાજસ્થાનની બોલીંગ

રાજસ્થાને ટીમમાં બે ફેરફાર કર્યા હતા, ટોમ કુરન અને અંકિત રાજપુતને બદલે એન્ડ્ર્યુ ટાય અને વરુણ આરોન ને ટીમમાં શામેલ કર્યા હતા. જોફ્રા આર્ચરે ત્રણ વિકેટ ઝડપી હતી અને 24 રન આપ્યા હતા. ચાર ઓવરમાં 35 રન આપીને કાર્તિક ત્યાગીએ એક વિકેટ મેળવી હતી. જ્યારે રાહુલ તેવટીયાએ પણ ચાર ઓવરમાં 20 રન આપીને એક વિકેટ ઝડપી હતી. રાહુલ આજે કરકસર ભરી બોલીંગ કરી હતી. જ્યારે એન્ડ્રયુએ ચાર ઓવરમાં 50 રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી.  વરુણ આરોન એ પણ બે જ ઓવરમાં 25 રન ગુમાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">