T-20: સિઝનની શ્રેષ્ઠ બે ટીમો વચ્ચે આજે મુકાબલો, મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે જામશે જંગ

સતત સારુ પ્રદર્શન કરી રહેલી ટીમ મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે રવિવારની મેચને મોટો જંગ જરુર માની શકાય. આ મેચમાં મોટા મહારથી સમાન ખેલાડીઓ પર નજર રહેશે. બંને ટીમોના બેટીંગના ટોચના ક્રમ એકદમ જબરદસ્ત છે, સાથે જ મધ્યમક્રમ પણ ખુબ મજબુત છે. તો વળી બંને પાસે બોલીંગનુ આક્રમણ પણ એટલુ જ ધારદાર છે. પરંતુ […]

T-20: સિઝનની શ્રેષ્ઠ બે ટીમો વચ્ચે આજે મુકાબલો, મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે જામશે જંગ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 11, 2020 | 8:18 AM

સતત સારુ પ્રદર્શન કરી રહેલી ટીમ મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે રવિવારની મેચને મોટો જંગ જરુર માની શકાય. આ મેચમાં મોટા મહારથી સમાન ખેલાડીઓ પર નજર રહેશે. બંને ટીમોના બેટીંગના ટોચના ક્રમ એકદમ જબરદસ્ત છે, સાથે જ મધ્યમક્રમ પણ ખુબ મજબુત છે. તો વળી બંને પાસે બોલીંગનુ આક્રમણ પણ એટલુ જ ધારદાર છે. પરંતુ આમ છતાં આ બઘામાં ઝડપી બોલરોના અનુભવના બાબતમાં મુંબઇ ઇન્ડિયન્સનુ પલડુ ભારે માની શકાય.

મુંબઇની ઘાતક બોલીંગ.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

જસપ્રિત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ પાસે વર્ષોનો અનુભવ છે અને તે બંને નિર્ણાયક બની શકે તેવી ધાર તેમની પાસે છે. આનો મતલબ એ પણ છે કે દિલ્હીના શિખર ધવને સારી શરુઆત કરવી પડશે. કેટલીક મેચોમાં સારી શરુઆત છતાં પણ તે મોટી ઇનીંગ્સ રમી શક્યો નથી. આ મોટા મુકાબલામાં તેની પાસે આ પ્રકારની આશા જરુર હશે. પૃથ્વી શો અને ઋષભ પંતની પણ આ પ્રથમ પરીક્ષા હશે કે જેમણે બુમરાહ અને બોલ્ટનો સામનો કરવો પડશે.

દિલ્હી પણ કમ નથી.

દિલ્હી માટે પણ સારી વાત એ છે કે, શિમરોન હેટમાયર નુ ફોર્મ માં પરત ફરવુ. જેણે રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ, કેપ્ટન શ્રેયસ ઐયર ખુદ પણ એક જબરદસ્ત ફોર્મમાં છે. જોકે જોવાનુ  રહેશે કે રોહિત શર્મા અને તેની ટીમ સામે કેવા પ્રકારની કેપ્ટનશીપ નિભાવે છે. મુંબઇ પાસે હાર્દીક પંડ્યા અને કાયરન પોલાર્ડ જેવા ખેલાડીઓ છે કે જે પણ મેચના પાસા પલટવા માટે પુરતા છે. કૃણાલ પંડ્યા પણ સંક્ષિપ્ત ભુમીકામાં ઉપયોગી નિવડ્યો છે.

રબાડા અને અશ્વિન કમાલ કરી રહ્યા છે

દિલ્હી પાસે કાગીસો રબાડા અને એનરીચ નોર્ત્ઝે ના સ્વરુપમાં ફોર્મમાં રહેલા ઝડપી બોલર છે.તો વળી રવિચંદ્રન અશ્વિન પણ પ્રભાવી બોલીંગ પ્રદર્શન કરી રહ્યો છે. ઇજાગ્રસ્ત અમિત મિશ્રાની કમી પણ અક્ષર પટેલે પુરી કરી છે. અબુધાબીના મોટા મેદાન પર 170 અને તેની આસપાસનો સ્કોર સારો સ્કોર કહી શકાય છે. જોકે મુંબઇ અને દિલ્હીના બેટ્સમેનોને જોતા 200 નો સ્કોર પણ અસુરક્ષીત જ લાગી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુંબઇ ઇન્ડિયન્સ:  કેપ્ટન રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલ પ્રીત સિંહ અનુકુલ રોય, ક્રિસ લીન, ધવલ કુલકર્ણી, દિગ્વિજય દેશમુખ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, જેમ્સ પૈટીસન્સ, જસપ્રિત બુમરાહ, જયંત યાદવ, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, મિશેલ મૈક્લીનાગન, મોહસિન ખાન, નાથન કુલ્ટર નાઇલ, પ્રિંસ બલવંત રાય, ક્વિંટોન ડિ કોક, રાહુલ ચાહર, સૌરભ તિવારી, શેરફેન રધરફોર્ડ, સુર્યકુમાર યાદવ અને ટ્રેન્ટ બોલ્ટ.

દિલ્હી કેપીટલ્સ ટીમઃ કેપ્ટન શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, કૈગિસો રબાડા, અજિંક્ય રહાણે, અમિત મિશ્રા, રુષભ પંત, ઇશાંત શર્મા, અક્ષર પટેલ, સંદિપ લમિછાને, કિમો પોલ, ડેનિયલ સૈમ્સ, મોહિત શર્મા, એનરીક નોત્ર્જે, એલેક્સ કૈરી, આવેશ ખાન, તુષાર દેશપાંડે, હર્ષલ પટેલ, માર્કસ સ્ટોઇનિસ અને લલિત યાદવ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">