Paris Olympics 2024, Day 2, LIVE Updates : બેડમિન્ટનમાં HS પ્રણોયનું શાનદાર પ્રદર્શન, જર્મન ખેલાડીને હરાવ્યો
Paris Olympics 2024, LIVE Updates:27 જુલાઈ પેરિસ ઓલિમ્પિક માટે ખાલી દિવસ હતો. ભારતનું મેડલ ખાતું ખોલાવી શકાયું નથી. પરંતુ, 28 જુલાઇએ ભારત એક નહીં પરંતુ બે મેડલ જીતી શકે તેવી આશા છે. ખાસ વાત એ છે કે આ બંને મેડલ ગોલ્ડ પણ હોઈ શકે છે.
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ચાહકો માટે રવિવારની મજા બમણી થઈ શકે છે. કારણ કે એક નહીં પરંતુ બે મેડલ ભારતના ખાતામાં આવી શકે છે. આ પહેલા 27 જુલાઈ મિડયમ દિવસ હતો. એક તરફ શૂટિંગમાં નિરાશાજનક પ્રદર્શનને કારણે ભારતે મેડલ જીતવાની તક ગુમાવી દીધી હતી. હોકી, બોક્સિંગ, બેડમિન્ટન જેવી રમતોમાંથી પણ ભારત માટે સારા સમાચાર હતા.
LIVE NEWS & UPDATES
-
આજે રોહન બોપન્ના-શ્રીરામ બાલાજીની મેચ
મેન્સ ડબલ્સ ટેનિસમાં, ભારતના રોહન બોપન્ના અને શ્રીરામ બાલાજી વચ્ચેની મેચ વરસાદને કારણે 28 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી હતી. આ મેચ આજે પેરિસમાં રમાશે.
-
બેડમિન્ટનમાં HS પ્રણોયનું શાનદાર પ્રદર્શન, જર્મન ખેલાડીને હરાવ્યો
એચએસ પ્રણોયે બેડમિન્ટનની મેન્સ સિંગલ ઈવેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. તેણે જર્મનીના ફેબિયન રોથને હરાવ્યો છે. પ્રણોયે વિશ્વ રેન્કિંગમાં 82મા ક્રમે રહેલા ખેલાડીને 21-18, 21-12થી હરાવ્યો હતો. હવે તેની આગામી મેચ 31 જુલાઈએ ભારતીય સમય અનુસાર રાત્રે 11 વાગ્યે વિયેતનામના ફાટ લે ડુક સામે થશે.
-
-
પીએમ મોદીએ મનુ ભાકર સાથે ફોન પર કરી વાત
A historic medal!
Well done, @realmanubhaker, for winning India’s FIRST medal at #ParisOlympics2024! Congrats for the Bronze. This success is even more special as she becomes the 1st woman to win a medal in shooting for India.
An incredible achievement!#Cheer4Bharat
— Narendra Modi (@narendramodi) July 28, 2024
ff
-
પીએમ મોદીએ મનુ ભાકર સાથે ફોન પર કરી વાત
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા મનુ ભાકર સાથે ફોન પર વાત કરી અને તેમને અભિનંદન પાઠવ્યા. તેમના ખબરઅંતર પણ પૂછ્યા. આ સિવાય તેમણે પેરિસમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે પૂછ્યું. તો પીએમએ મનુને એ પણ પૂછ્યું કે શું તેમણે જીત પછી પરિવારના સભ્યો સાથે વાત કરી કે નહીં, જેના જવાબમાં તેમણે કહ્યું કે તે રૂમમાં જઈને પરિવારના સભ્યો સાથે વાત કરશે.
-
Paris Olympics 2024 : ભારતની બેડમિન્ટન અને ટેનિસની મેચ બાકી
બેડમિન્ટન મેન્સ સિંગલ્સ ઈવેન્ટની મેચ રાત્રે 8 વાગ્યાથી યોજાવાની છે, જેમાં ભારતના એચએસ પ્રણયનો સામનો જર્મનીના ફેબિયન રોથ સામે થશે. આ ઉપરાંત ભારતની એક ટેનિસ મેચ પણ યોજાવાની છે. આ મેચમાં રોહન બોપન્ના અને એન શ્રીરામ બાલાજી રમશે.
-
-
કયા દેશે અત્યાર સુધીમાં કેટલા મેડલ જીત્યા ?
ઓસ્ટ્રેલિયાએ પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મેડલ જીત્યા છે. 3 ગોલ્ડ મેડલ સહિત કુલ 5 મેડલ આ દેશના નામે છે. જ્યારે ચીન બીજા ક્રમે છે. જેણે અત્યાર સુધીમાં 3 ગોલ્ડ મેડલ સહિત કુલ 4 મેડલ જીત્યા છે. મનુ ભાકરના બ્રોન્ઝ મેડલને કારણે ભારત હાલમાં મેડલ ટેલીમાં 17માં સ્થાને છે.
-
Paris Olympics 2024 : સુમિત નાગલ ટેનિસમાં હારી ગયો
મેન્સ સિંગલ ટેનિસમાં ભારતનું પ્રદર્શન કંઈ ખાસ નથી રહ્યું . સુમિત નાગલને પહેલા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે ફ્રેંચ ખેલાડી અને વિશ્વના 68 નંબરના ટેનિસ ખેલાડી કોરેન્ટિન મૌટેત સામે 2-6, 6-2 અને 5-7થી હારી ગયો હતો.
-
Paris Olympics 2024 : મહિલા તીરંદાજી ટીમ હારી
ભારતની મહિલા તીરંદાજી ટીમે તેની ક્વાર્ટર ફાઈનલ મેચ હારીને મેડલ જીતવાની તક ગુમાવી દીધી હતી. તેઓ નેધરલેન્ડ સામેની મેચ 6-0થી હારી ગઈ. મહિલા તીરંદાજી ટીમે પ્રથમ ત્રણ સેટ ગુમાવ્યા હતા.
-
Paris Olympics 2024 : શૂટર અર્જુન પણ ફાઇનલમાં
ભારતીય શૂટર અર્જુન બબુતાએ રવિવારે પેરિસમાં ક્વોલિફિકેશનમાં સાતમું સ્થાન મેળવીને ઓલિમ્પિક ગેમ્સની પુરુષોની 10 મીટર એર રાઈફલ સ્પર્ધાની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 25 વર્ષના બબુતાએ 105.7, 104.9, 105.5, 105.4, 104.0 અને 104.6 પોઈન્ટની શ્રેણી સાથે કુલ 630.1 પોઈન્ટ મેળવ્યા. બબુતા આવતીકાલે સોમવારે 8 શૂટર્સ સામે મેડલ માટે પડકાર ફેંકશે.
-
મનિકા ટેબલ ટેનિસમાં રાઉન્ડ ઓફ 32માં પહોંચી હતી
ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ અન્ના હર્સી સામે શાનદાર જીત મેળવીને વિમેન્સ સિંગલ્સમાં રાઉન્ડ ઓફ 32માં પ્રવેશ કર્યો છે. આજે તે રાઉન્ડ ઓફ 32માં પહોંચનારી બીજી ભારતીય મહિલા બની ગઈ છે. અગાઉ, શ્રીજા અકુલા ક્રિસ્ટીના કાલબર્ગ પર શાનદાર જીત નોંધાવીને રાઉન્ડ ઓફ 32માં પહોંચી ગઈ છે. મણિકા બત્રા હવે રાઉન્ડ ઓફ 32માં 12મી ક્રમાંકિત પ્રિતિકા પાવડે સામે ટકરાશે.
-
Paris Olympics 2024 :જીત બાદ મનુ ભાકરે શું કહ્યું?
પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ મનુ ભાકરે કહ્યું, ‘મેં ગીતા વાંચી છે. તમારી પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરો પરિણામ પર નહીં, આ છેલ્લી ક્ષણે મારા મગજમાં ચાલી રહ્યું હતું. આ મારો મેડલ નથી પરંતુ આખા દેશનો મેડલ છે.
-
Paris Olympics 2024 :શરથ કમલનું નિરાશાજનક પ્રદર્શન
અનુભવી ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરથ કમલ રાઉન્ડ ઓફ 64 મેચમાં સ્લોવેનિયાના દાની કોઝુલ સામે 2-4 (12-10, 9-11, 6-11, 7-11, 11-8, 10-12)થી હારી ગયો હતો. 42 વર્ષીય અચંતા તેની પાંચમી ઓલિમ્પિક રમી રહ્યો છે.
-
Paris Olympics 2024 : શ્રીહરિ નટરાજનું ખરાબ પ્રદર્શન
શ્રીહરિ નટરાજે પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક હીટમાં 55.01 સેકન્ડના સમય સાથે 33મું સ્થાન મેળવ્યું હતું. ટોપ-16 ખેલાડીઓ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયા હતા.
-
Olympics 2024 Live: નિખત ઝરીન પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી
નિખત ઝરીને બોક્સિંગમાં શાનદાર શરૂઆત કરી છે. નિખત ઝરીને મેક્સી કેરિનાને 5-0થી હરાવ્યું. તે પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે.
-
Olympics 2024 Live: પીએમ મોદીએ મનુ ભાકરને શુભકામના પાઠવી
પીએમ મોદીએ મનુ ભાકરને શુભકામના પાઠવી છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતના પ્રથમ મેડલ જીતવા બદલ મનુ ભાકરને અભિનંદન, બ્રોન્ઝ મેડલ માટે અભિનંદન. આ સફળતા વધુ ખાસ છે કારણ કે તે ભારત માટે શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા બની છે.
A historic medal!
Well done, @realmanubhaker, for winning India’s FIRST medal at #ParisOlympics2024! Congrats for the Bronze. This success is even more special as she becomes the 1st woman to win a medal in shooting for India.
An incredible achievement!#Cheer4Bharat
— Narendra Modi (@narendramodi) July 28, 2024
-
Olympics 2024 Live: અમે બધા તેનું સ્વાગત કરીશું
ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરની દાદીએ કહ્યું, ‘હું તેને આશીર્વાદ આપું છું. તેણે એક મહાન કામ કર્યું છે. જ્યારે તે અહીં આવશે, ત્યારે અમે બધા તેનું સ્વાગત કરીશું હું તેના માટે વિશેષ ભોજન બનાવીશ.
-
Olympics 2024 Live: શૂટિંગમાં મનુ ભાકરે જીત્યો બ્રોન્ઝ મેડલ
ભારતીય શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચી દીધો છે. મનુએ પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની હતી. બીજી તરફ અર્જુન બાબૌતા પણ પુરુષોની 10 મીટર એર રાઈફલની ફાઇનલમાં પહોંચી ગયો છે.
-
Olympics 2024 Live:10 મીટર એર રાઈફલમાં સંદીપનું નિરાશાજનક પ્રદર્શન
10 મીટર એર રાઈફલના ક્વોલિફિકેશન રાઉન્ડમાં બે શ્રેણીના અંત પછી, અર્જુન બાબુતા 7માં સ્થાને છે, જ્યારે સંદીપ સિંહ 39માં સ્થાને છે.
-
Olympics 2024 Live : શ્રીજા અકુલાએ રાઉન્ડ ઓફ 32માં જગ્યા બનાવી
શ્રીજા અકુલાએ રાઉન્ડ ઓફ 32માં જગ્યા બનાવી લીધી છે. મહિલા સિંગલ્સના રાઉન્ડ ઓફ 64માં શ્રીજાએ સ્વીડનની ક્રિસ્ટીના કાલબર્ગને હરાવી હતી.
-
Olympics 2024 Live: શ્રીજા જીત તરફ આગળ વધી
ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. ભારતની શ્રીજા અકુલા મેદાનમાં છે. તેનો સામનો સ્વીડનની ક્રિસ્ટીના કાલબર્ગ સામે છે. શ્રીજાની જીત પાક્કી છે.
-
Olympics 2024 Live: ક્વોલિફિકેશન રાઉન્ડ શરૂ
સંદીપ સિંહ અને અર્જુન બાબૌતા પુરુષોની 10 મીટર એર રાઈફલના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લઈ રહ્યા છે. ક્વોલિફિકેશન રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ટોપ-8 શૂટર્સ ફાઇનલમાં પ્રવેશ કરશે.
-
Olympics 2024 Live: શ્રીજા અકુલાની મેચ શરુ
શ્રીજા અકુલા ટેબલ ટેનિસમાં ભાગ લેવા આવી છે. મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં તેનો સામનો ક્રિસ્ટીના કાલબર્ગ (સ્વીડન) સામે થશે.
-
Olympics 2024 Live: રમિતાની ફાઇનલમાં એન્ટ્રી
શૂટર રમિતા જિંદાલ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યારે ઈલાવેલિન વાલારિવાન ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકી નથી. ટોપ-8 શૂટર્સે ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.ભારતની રમિતા જિંદાલે 10 મીટર એર રાઈફલની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તે 631.5 પોઈન્ટ સાથે 5મા ક્રમે છે. જોકે, એલવેનિલ વાલારિવાન ફાઇનલમાં જગ્યા બનાવી શક્યો નહોતો.
-
Olympics 2024 Live:રોઇંગમાં, બલરાજ પંવારે ઈતિહાસ રચ્યો
રોઇંગમાં, બલરાજ પંવાર પુરુષોની સિંગલ સ્કલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. બલરાજ આ ઈવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય છે. બલરાજ હવે મંગળવારે મેન્સ સિંગલ સ્કલ્સ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં એક્શનમાં ઉતરશે.
-
Olympics 2024 Live:10 મીટર એર રાઈફલમાં ભારતની જીત
ભારતે 10 મીટર એર રાઈફલમાં શાનદાર શરૂઆત કરી છે. ક્વોલિફિકેશન મેચમાં એલવેનિલ વાલારિવાન અને રમિતા જિંદાલ બંને ટોપ-8માં જગ્યા બનાવી છે. એલવેનિલ પ્રથમ સ્થાન મેળવવામાં સફળ રહી હતી.
-
Olympics 2024 Live:બેડમિન્ટનમાં પી.વી. સિંધુની જીત
પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની મજબૂત શરૂઆત કરી છે. સિંધુએ વિમેન્સ સિંગલ્સના ગ્રુપ-એમમાં પોતાની પ્રથમ મેચમાં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને હાર આપી છે. સિંધુએ આ મેચ 21-9, 21-6થી જીતી છે.
-
Olympics 2024 Live:પી.વી. સિંધુની ધમાકેદાર શરૂઆત
બેડમિન્ટનમાં પી.વી. સિંધુએ ધમાકો કર્યો છે. પ્રથમ ગેમમાં તેણે માલદીવની ફાતિમથ નબાહા અબ્દુલ રઝાકને 21-09થી હાર આપી છે
-
Olympics 2024 Live:10 મીટર એર રાઈફલમાં ભારતની નિરાશાજનક શરૂઆત
10 મીટર એર રાઈફલ ઈવેન્ટની ક્વોલિફિકેશન મેચમાં પ્રથમ શ્રેણીના અંતે, એલવેનિલ વાલારિવાન 105.8 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે, જ્યારે રમિતા 104.3 પોઈન્ટ સાથે 21મા સ્થાને છે.
-
Olympics 2024 Live:પી.વી. સિંધુની મેચ શરૂ
બેડમિન્ટન ક્વીન પી.વી. સિંધુની મેચ શરૂ થઈ ગઈ છે. તેણીની મેચ માલદીવની ફાતિમથ નબાહા અબ્દુલ રઝાક સામે છે, જેની વિશ્વ રેન્કિંગ 111 છે.
-
Olympics 2024 Live: અહિ લાઈવ જોઈ શકશો પેરિસ ઓલિમ્પિક
પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે ભારતીય ટીમનું અભિયાન બપોરે શરૂ થશે, જ્યારે મનિકા બત્રા અને શ્રીજા અકુલા ટેબલ ટેનિસમાં પોતપોતાની મેચ રમશે. આજે ટેબલ ટેનિસ ઉપરાંત બેડમિન્ટન, શૂટિંગ સહિતની અનેક રમતોમાં ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. ઓલિમ્પિક એક્શન JioCinema અને Sports18 પર લાઈવ જોઈ શકાશે.
-
Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસનું શેડ્યૂલ જુઓ
Day 2⃣ schedule of #TeamIndia is here
Get ready to cheer louder than ever as our athletes get ready to compete in key events at #ParisOlympics2024.
Catch all the live action on @JioCinema & DD Sports! pic.twitter.com/YE2qKcL2wZ
— SAI Media (@Media_SAI) July 27, 2024
-
Olympics 2024 Live: ઓસ્ટ્રેલિયા મેડલ ટેલીમાં ટોચ પર
પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયા મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ત્રણ ગોલ્ડ સહિત પાંચ મેડલ જીત્યા છે. આ પછી ચીન અને યુએસએ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ભારત પ્રથમ દિવસે એકપણ મેડલ જીતી શક્યું નથી. યજમાન ફ્રાન્સ ચોથા અને બેલ્જિયમ પાંચમા ક્રમે છે.
-
Olympics 2024 Live: આજે પીવી સિંધુ હેટ્રિકરી શકે છે
પીવી સિંધુ આજે બેડમિન્ટનમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. સિંધુ મહિલા સિંગલ્સના ગ્રુપ-એમમાં પોતાની પ્રથમ મેચ માલદીવની ફાતિમથ નબાહા અબ્દુલ રઝાક સામે રમશે. સિંધુએ સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીત્યા છે. આ વખતે તેનો હેતુ હેટ્રિક ફટકારવાનો છે. સિંધુની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 12.50 વાગ્યે શરૂ થશે.
-
Olympics 2024 Live: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે 7 મેડલ જીત્યા
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે 7 મેડલ જીત્યા હતા. ઓલિમ્પિક ઈતિહાસમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. 1900 ઓલિમ્પિકથી અત્યાર સુધીમાં ભારતે 24 ઓલિમ્પિક રમતોમાં 35 મેડલ જીત્યા છે.
-
Olympics 2024 Live: ભારતના આ 2 સ્ટાર્સ બેડમિન્ટનમાં એન્ટ્રી કરશે
લક્ષ્ય સેને 27મી જુલાઈના રોજ મેન્સ સિંગલ્સમાં જીતનું ખાતું ખોલ્યું. હવે 28મી જુલાઈની સાંજે પુરૂષ સિંગલ્સમાં એસએસ પ્રણોયની મેચ છે. જો કે તે પહેલા સમગ્ર ભારત પીવી સિંધુને મહિલા સિંગલ્સમાં રમતા જોવા માંગશે. રિયોમાં બ્રોન્ઝ અને ટોકિયોમાં સિલ્વર બાદ સિંધુ હવે પેરિસમાં ગોલ્ડ જીતવા માંગે છે.
-
Olympics 2024 Live:બોક્સિંગમાં ભારતની શાનદાર શરૂઆત
બોક્સિંગમાં ભારતની પ્રીતિ પવારે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેઓએ 27 જુલાઈએ રાઉન્ડ ઓફ 32 મેચ 5-0થી જીતી હતી. હવે પ્રીતિ 30 જુલાઈએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં એરિયસ કાસ્ટેનેડા સામે ટકરાશે. જ્યારે નિખત ઝરીન 28મી જુલાઈએ રાઉન્ડ ઓફ 32 મેચ રમશે.
-
Olympics 2024 Live:પેરિસમાં ઈતિહાસ
ભારતીય શૂટર મનુ ભાકર ટોક્યો ઓલિમ્પિકની નિરાશાને પાછળ છોડીને પેરિસમાં ઈતિહાસ રચવા ઈચ્છશે. તેની પાસે પણ આ તક છે. કારણ કે 10 મી. તેણે એર પિસ્તોલની ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે જો તે ગોલ્ડ પર નિશાન સાધશે તો ઓલિમ્પિકમાં આવું કરનાર તે પ્રથમ ભારતીય મહિલા બની શકે છે.
-
Olympics 2024 Live:તીરંદાજીમાં ભારત મેડલ જીતી શકે છે
5:45 PM: મહિલા તીરંદાજી ટીમની ક્વાર્ટર ફાઈનલ – અંકિતા, ભજન કૌર અને દીપિકા કુમારી.
7:17 PM પછી- જો તે ક્વાર્ટર ફાઇનલમાં જીતે છે, તો મહિલા તીરંદાજી ટીમ સેમિફાઇનલમાં જોવા મળી શકે છે.
8:18 PM: મહિલા તીરંદાજી ટીમની બ્રોન્ઝ મેડલ મેચ – સેમિફાઇનલમાં પહોંચી હારે તો રમવું પડશે.
8:41PM: મહિલા તીરંદાજી ટીમની ગોલ્ડ મેડલ મેચ – અંકિતા, ભજન કૌર અને દીપિકા કુમારી ફાઇનલમાં પહોંચે તો ઇતિહાસ રચી શકે છે.
-
Olympics 2024 Live:મનુ ભાકર પાસેથી મેડલની આશા
3:30 PM: મહિલા 10 મીટર એર પિસ્તોલ ફાઈનલ – મનુ ભાકર પાસેથી મેડલની આશા
3:30 PM: પુરુષોની ટેનિસ મેચ શરૂ થાય છે. સુમિત નાગલ સિંગલ્સમાં રમશે, જ્યારે રોહન બાપન્ના અને શ્રીરામ બાલાજી ડબલ્સમાં રમશે.
બપોરે 3:50: મહિલા બોક્સિંગ, રાઉન્ડ ઓફ 32 (50 કિગ્રા) – નિખત ઝરીન
-
Olympics 2024 Live : 28 જુલાઈના રોજ ભારતનું શેડ્યૂલ
12:45 PM- મહિલાઓની 10 મીટર એર રાઇફલ ક્વોલિફિકેશન- એલવેનિલ વાલારિવાન અને રમિતા જિંદલ
બપોરે 12:50- પીવી સિંધુ- મહિલા બેડમિન્ટન ગ્રુપ સ્ટેજ
બપોરે 1:06- રોઇંગ (રિપેચેસ)- બળવંત પંવાર
2:45 PM- પુરુષોની 10 મીટર એર રાઈફલ ક્વોલિફિકેશન- સંદીપ સિંહ અને અર્જુન બબુતા
-
Olympics 2024 Live:ભારત આ ગેમ્સમાં 28મી જુલાઈએ ભાગ લેશે
28 જુલાઈના રોજ, ભારત શૂટિંગ, બેડમિન્ટન, રોઈંગ, ટેબલ ટેનિસ, તીરંદાજી, સ્વિમિંગ, બોક્સિંગ અને ટેનિસમાં પોતાનો દાવો રજૂ કરશે.
Published On - Jul 28,2024 9:36 AM