AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Champions Trophy: ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવી સતત પાંચમી જીત હાંસલ કરી

ભારતીય ટીમે ચીનમાં રમાઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત પાંચમી મેચ જીતી છે. ગ્રુપ સ્ટેજની મેચ દરમિયાન ભારતીય ટીમે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. આ મેચમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે બે ગોલ કર્યા હતા.

Asian Champions Trophy: ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવી સતત પાંચમી જીત હાંસલ કરી
Indian Hockey Team (Photo PTI) (1)
| Updated on: Sep 14, 2024 | 3:33 PM
Share

ભારતીય હોકી ટીમના ખેલાડીઓએ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ પેરિસ ઓલિમ્પિકનું પોતાનું ફોર્મ ચાલુ રાખ્યું છે. ચીનમાં આયોજિત આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર જોરદાર પ્રદર્શન કર્યું છે અને સતત પાંચમી જીત હાંસલ કરી છે. ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં ટીમે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું.

ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું

ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી. ટીમની જીતનો હીરો કેપ્ટન હરમનપ્રીત સિંહ રહ્યો હતો, જેણે પેનલ્ટી કોર્નર દ્વારા 2 ગોલ કર્યા હતા. જો કે પાકિસ્તાને સ્કોરિંગની શરૂઆત કરી હતી, પરંતુ ટીમ ઈન્ડિયાએ વાપસી કરીને મેચ 2-1થી જીતી લીધી હતી.

કેપ્ટન હરમનપ્રીત સિંહે બે ગોલ કર્યા

ભારત અને પાકિસ્તાનની ટીમો 350 દિવસ પછી મેચ રમી રહી હતી. પાકિસ્તાને રમત શરૂ થતાં જ આક્રમણ શરૂ કર્યું હતું અને 7મી મિનિટે હન્નાન શાહિદની મદદથી ગોલ કરીને 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. જોકે, ભારતે વાપસી કરવામાં વિલંબ કર્યો ન હતો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે 13મી મિનિટે ભારત માટે પહેલો ગોલ કરીને ટીમને 1-1થી બરાબર કરી દીધી હતી. બીજા ક્વાર્ટરમાં રમતની 19મી મિનિટ દરમિયાન ટીમ ઈન્ડિયાને ફરીથી પેનલ્ટી કોર્નર મળ્યો, ત્યારબાદ ભારતીય ટીમના ‘સરપંચ’ એ મેચનો બીજો ગોલ કર્યો. આ સાથે ભારતે પાકિસ્તાન સામે 2-1થી આગળ કર્યું હતું.

પાકિસ્તાનની ટીમ સંઘર્ષ કરતી જોવા મળી

ત્રીજા ક્વાર્ટરમાં ભારતને રમતની 38મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો. પરંતુ કેપ્ટન હરમનપ્રીત સિંહે હેટ્રિકની તક ગુમાવી દીધી હતી. આ પછી પણ ભારતીય ટીમને ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં તકો મળી પરંતુ તે ગોલમાં પરિવર્તિત થઈ શકી નહીં. બીજી તરફ પાકિસ્તાનની ટીમ સતત સંઘર્ષ કરતી જોવા મળી હતી. તેણે બરાબરી કરવાની ઘણી તક ગુમાવી હતી. રમત દરમિયાન પાકિસ્તાનના અબુ મહમૂદનો ઘૂંટણ વળી ગયો અને તેને ગંભીર ઈજા થઈ. તેને સ્ટ્રેચર પર બહાર લઈ જવો પડ્યો, જેના કારણે પાકિસ્તાન ટીમને મોટું નુકસાન થયું.

આ પણ વાંચો: IPL 2025 : ચેન્નાઈ સુપર કિંગ્સ કોઈપણ ભોગે MS ધોનીને રિટેન કરશે, કરી મોટી જાહેરાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">