IPL 2021: KKR પાસેથી જીત ઝુંટવી લેનાર મુંબઈને માટે સહેવાગે WWEનો વીડિયો શેર કર્યો, થઈ ગયો વાયરલ

ઈન્ડીયન પ્રિમિયર લીગની 14મી સિઝનમાં મુંબઈ ઈન્ડીયન્સે કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders vs Mumbai Indians)ને મંગળવારે 10 રનથી હરાવ્યુ હતુ. આમ તો મેચની બીજી ઈનીંગની શરુઆતથી લાગી રહ્યુ હતુ કે, મેચને આસાનીથી કલકત્તા જીતી લેશે.

IPL 2021: KKR પાસેથી જીત ઝુંટવી લેનાર મુંબઈને માટે સહેવાગે WWEનો વીડિયો શેર કર્યો, થઈ ગયો વાયરલ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 14, 2021 | 10:32 AM

ઈન્ડીયન પ્રિમિયર લીગની 14મી સિઝનમાં મુંબઈ ઈન્ડીયન્સે કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders vs Mumbai Indians)ને મંગળવારે 10 રનથી હરાવ્યુ હતુ. આમ તો મેચની બીજી ઈનીંગની શરુઆતથી લાગી રહ્યુ હતુ કે, મેચને આસાનીથી કલકત્તા જીતી લેશે. મેચ કલકત્તાની બેટીંગ ઈનીંગ દરમ્યાન એકતરફી બની ગઈ હોવાની સ્થિતી હતી. જેને લઈને કલકત્તાની છાવણી ઉત્સાહ અને મુંબઈની છાવણી નિરાશામાં હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

પરંતુ અંતમાં મેચનું પાસુ પલટાઈ ગયુ હતુ. મુંબઈના બોલરોએ એવો ચમત્કાર સર્જયો કે મેચ જોનારાઓ બસ જોતા જ રહી ગયા હતા. મુંબઈ ઈન્ડીયન્સની આ જબરદસ્ત ઈનીંગ પર ટીમ ઈન્ડીયાના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે (Virender Sehwag) સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં WWEના રેસલર અંડરટેકર (Undertaker) અને રેંડી ઓર્ટન (Randy Orton) જોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં અંડર ટેકરે કબરમાંથી નિકળીને રેન્ડી ઓર્ટનની જે હાલત કરી છે તે જોવા જેવી હતી. સહેવાગે આ વીડિયોને મુંબઈ ઈન્ડીયન્સની જીત સાથે તુલના કરી છે. આ વીડિયોને શેર કરતા સહેવાગે લખ્યુ હતુ કે, મુંબઈ ઈન્ડીયન્સ કેકેઆર સાથે આખરી પાંચ ઓવરમાં આ કર્યુ, મોત બાદ પરત ફર્યુ. સહેવાગે શેર કરેલો આ વીડિયો ખૂબ વાયરલ પણ થવા લાગી ગયો હતો. કારણ કે મેચનો રોમાંચ પણ મુંબઈના ફેંસ અને ક્રિકેટના ચાહકોને માટે જોરદાર મનોરંજક હતો.

કેકેઆરએ ટોસ જીતીને મુંબઈ ઈન્ડીયન્સને પ્રથમ બેટીંગ કરવા માટે મેદાને ઉતાર્યુ હતુ. આંન્દ્રે રસાલે પાંચ વિકેટ ઝડપી હતી તો મુંબઈની ટીમ પણ 152 રનના સ્કોર પર જ સમેટાઈ ગઈ હતી. જવાબમાં કેકેઆરની ટીમને 31 બોલમાં 31 રનની જરુર હતી અને હાથ પર 7 વિકેટ હતી. મુંબઈ ઈન્ડીયન્સના બોલરોએ ત્યારબાદ જે પ્રકારે બોલીંગ આક્રમણ કર્યુ હતુ, તેનાથી કલકત્તાના બેટ્સમેનો અંતિમ ઓવરમાં 4 વિકેટ ગુમાવી બેઠા હતા અને પાંચ ઓવરમાં માત્ર 21 રન કરી શક્યા હતા. આમ 10 રનથી કલકત્તાએ મેચને ગુમાવવી પડી હતી.

આ પણ વાંચો: IPl 2021: કલકત્તાને હરાવી મુંબઇ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર, દિલ્હી ટોચ પર, ચેન્નાઇ તળીયા પર

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">