Ind vs Sl ICC World Cup Highlights : ભારતે શ્રીલંકાને 302 રને હરાવી વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી
Ind vs Sl ICC World Cup 2023 Highlights and Updates in Gujarati: વર્લ્ડ કપ 2023ની 33મી મેચમાં ભારતે શ્રીલંકાને 302 રનથી હરાવ્યું છે. ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સતત સાતમી મેચ જીતી અને સેમિફાઈનલમાં જગ્યા બનાવનારી પ્રથમ ટીમ બની. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 357 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 55 રનમાં સમેટાઈ ગઈ હતી.

વર્લ્ડ કપ 2023ની 33મી મેચમાં ભારતે શ્રીલંકાને 302 રનથી હરાવ્યું છે. ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સતત સાતમી મેચ જીતી અને સેમિફાઈનલમાં જગ્યા બનાવનારી પ્રથમ ટીમ બની. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 357 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 55 રનમાં સમેટાઈ ગઈ હતી.
LIVE NEWS & UPDATES
-
Ind vs SL ICC World Cup LIVE Score: શ્રીલંકાની ટીમ ઓલઆઉટ
-
Ind vs SL ICC World Cup LIVE Score: ભારતીય ટીમ મોટી જીતથી એક વિકેટ દૂર
શ્રીલંકાની નવમી વિકેટ 49 રનના સ્કોર પર પડી હતી. કસુન રાજિતા 17 બોલમાં 14 રન બનાવીને આઉટ થઈ ગઈ છે. શમીએ તેને સ્લિપમાં શુભમન ગિલના હાથે કેચ કરાવ્યો હતો. આ મેચમાં શમીની આ પાંચમી સફળતા છે. તેણે આ વર્લ્ડ કપની ત્રણ મેચમાં 14 વિકેટ લીધી છે અને વર્લ્ડ કપમાં ભારત માટે કુલ 45 વિકેટ લીધી છે. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય છે.
-
-
Ind vs SL ICC World Cup LIVE Score: શ્રીલંકાની આઠ વિકેટ પડી હતી
શ્રીલંકાની આઠ વિકેટ 29 રનમાં પડી ગઈ છે. મોહમ્મદ શમીએ મેથ્યુઝને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ મેચમાં શમીની આ ચોથી સફળતા છે. આ વર્લ્ડ કપમાં તેણે દરેક મેચમાં ઓછામાં ઓછી ચાર વિકેટ લીધી છે. મેથ્યુઝે 25 બોલમાં 12 રન બનાવ્યા હતા. તે ટીમનો સૌથી સફળ બેટ્સમેન છે.
-
Ind vs SL ICC World Cup LIVE Score: ભારતીય ટીમને મળી સાતમી વિકેટ
શ્રીલંકાની સાતમી વિકેટ 22 રનના સ્કોર પર પડી હતી. દુષ્મંથા ચમીરા ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો. તેણે છ બોલનો સામનો કર્યો અને લેગ સ્ટમ્પની બહારના બોલ પર રાહુલના હાથે કેચ થયો. આ બોલ ખૂબ જ ખરાબ હતો, પરંતુ સદનસીબે શમીને આમાં પણ વિકેટ મળી હતી. અમ્પાયરે તેને વાઈડ બોલ જાહેર કર્યો, પરંતુ વિકેટકીપર રાહુલની વિનંતી પર રોહિતે રિવ્યુ લીધો અને ભારતને વિકેટ મળી.
-
Ind vs SL ICC World Cup LIVE Score: પાવરપ્લેમાં શ્રીલંકાની અડધી ટીમ આઉટ
શ્રીલંકાની છઠ્ઠી વિકેટ પણ 14 રનના સ્કોર પર પડી હતી. મોહમ્મદ શમીએ દુષણ હેમંતને વિકેટકીપર રાહુલના હાથે કેચ કરાવ્યો હતો. હેમંત પણ પોતાનું ખાતું ખોલાવી શક્યો ન હતો. અત્યાર સુધી શ્રીલંકાના ચાર બેટ્સમેન શૂન્યના સ્કોર પર આઉટ થઈ ગયા છે. પાવરપ્લે પછી ટીમનો સ્કોર 14/6 છે. વિ
-
-
Ind vs Sl ICC World Cup LIVE Score: 2 રનના સ્કોર પર 4 વિકેટ
શ્રીલંકાની ટીમે બે રનના સ્કોર પર પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી. સારા ફોર્મમાં રહેલી સાદિરા સમરવિક્રમા પણ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગઈ હતી. તેણે ચાર બોલનો સામનો કર્યો અને સિરાજે તેને સ્લિપમાં શ્રેયસ અય્યરના હાથે કેચ કરાવ્યો. હવે ચરિથ અસલંકા કેપ્ટન મેન્ડિસ સાથે ક્રિઝ પર છે. સિરાજે આજે 3 વિકેટ ઝડપી છે.
-
Ind vs Sl ICC World Cup LIVE Score: શ્રીલંકાએ પ્રથમ વિકેટ ગુમાવી
-
Ind vs Sl ICC World Cup LIVE Score: શ્રીલંકાને મળ્યો 358 રનનો ટાર્ગેટ
ભારતે શ્રીલંકાને 358 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા. શુભમન ગિલે સૌથી વધુ 92 રનની ઇનિંગ રમી હતી. જ્યારે વિરાટ કોહલીએ 88 રન અને શ્રેયસ અય્યાકે 82 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ પાંચ વિકેટ ઝડપી હતી.
-
Ind vs Sl ICC World Cup LIVE Score: વધુ એક ખેલાડી સેન્ચુરી ચૂક્યો
ભારતને 48મી ઓવરમાં 333ના સ્કોર પર છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. મદુશંકાએ શ્રેયસ અય્યરને તિક્ષીનાના હાથે કેચ કરાવ્યો. તે 56 બોલમાં ત્રણ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 82 રન બનાવી શક્યો હતો. હાલમાં રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી ક્રિઝ પર છે. શ્રેયસે જાડેજા સાથે 36 બોલમાં 57 રનની ભાગીદારી કરી હતી. 48 ઓવર પછી ભારતનો સ્કોર છ વિકેટે 339 રન છે.
-
Ind vs Sl ICC World Cup LIVE Score: શ્રેયસ અય્યરે ફટકારી બેક ટૂ બેક સિક્સર
ભારતે 45 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 304 રન બનાવ્યા છે. શ્રેયસ અય્યર વર્લ્ડ કપમાં બીજી ફિફટી ફટકાર્યા બાદ તેને સેન્ચુરીમાં ફેરવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તે પ્રયત્નમાં તેણે 48મી ઓવરમાં બેક ટૂ બેક સિક્સર પણ ફટકારી હતી.
-
Ind vs SL ICC World Cup LIVE Score: શ્રેયસની અડધી સદી
શ્રેયસ અય્યરે તેની ODI કારકિર્દીની 16મી અડધી સદી 36 બોલમાં ફટકારી હતી. તેણે પોતાની અડધી સદી ચોગ્ગા સાથે પૂરી કરી હતી. 43 ઓવર પછી ભારતનો સ્કોર પાંચ વિકેટે 288 રન છે. હાલમાં શ્રેયસ 53 રન અને રવિન્દ્ર જાડેજા પાંચ રન બનાવીને ક્રિઝ પર છે.
-
World Cup LIVE Score : શ્રીલંકા સામે અડધી ભારતીય ટીમ આઉટ
ભારતને 42મી ઓવરમાં 276ના સ્કોર પર પાંચમો ઝટકો લાગ્યો હતો. દિલશાન મદુશંકાએ સૂર્યકુમાર યાદવને વિકેટકીપર કુસલ મેન્ડિસના હાથે કેચ કરાવ્યો હતો. તે નવ બોલમાં 12 રન બનાવી શક્યો હતો. મદુશાંકની આ ચોથી વિકેટ હતી. આ પહેલા તે રોહિત શર્મા, વિરાટ કોહલી, શુભમન ગિલને પણ પેવેલિયન મોકલી ચૂક્યો છે. 42 ઓવર પછી ભારતનો સ્કોર પાંચ વિકેટે 279 રન છે. હાલમાં શ્રેયસ અય્યર અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર છે.
-
World Cup LIVE Score: કેએલ રાહુલ આઉટ
ભારતને ચોથો ઝટકો 40મી ઓવરમાં 256ના સ્કોર પર લાગ્યો હતો. કેએલ રાહુલ દુષ્મંથા ચમીરાના બોલ પર હેમંતના હાથે કેચ આઉટ થયો હતો. રાહુલે 19 બોલમાં 21 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. શ્રેયસ અય્યર સાથે મળીને તેણે 46 બોલમાં 60 રનની મજબૂત ભાગીદારી કરી હતી. હાલમાં સૂર્યકુમાર યાદવ શ્રેયસ અય્યરને સમર્થન આપવા આવ્યા છે. 40 ઓવર પછી ભારતનો સ્કોર ચાર વિકેટે 264 રન છે.
-
India vs Sri Lanka World Cup LIVE Score: 38 ઓવર પછી ભારતનો સ્કોર 248/3
-
India vs Sri Lanka World Cup LIVE Score: શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકાર્યો
અય્યરે 38મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
-
India vs Sri Lanka World Cup LIVE Score: ભારત મોટા સ્કોર તરફ
ભારત મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યું છે. ભારતનો સ્કોર 37 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 240 રન છે. અય્યરે 22 બોલની ઇનિંગમાં ત્રણ સિક્સર ફટકારી છે અને 27 રન બનાવ્યા બાદ રમી રહ્યો છે. રાહુલે 17 રન બનાવ્યા છે.
-
India vs Sri Lanka World Cup LIVE Score: ભારતનો સ્કોર 239/3
હવે લોકેશ રાહુલ શ્રેયસ સાથે ક્રિઝ પર છે. 36 ઓવર પછી ભારતનો સ્કોર 239/3 છે.
-
India vs Sri Lanka World Cup LIVE Score:શ્રેયસ-રાહુલ ક્રિઝ પર
કોહલી અને શુભમનની મોટી ઇનિંગ્સ બાદ તમામની નજર કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર પર છે. બંને ખેલાડીઓ ઈનિગ્સને આગળ વધારતા જોવા મળી રહ્યા છે. ભારતનો સ્કોર 200 રનને પાર થઈ ચૂક્યો છે.
-
India vs Sri Lanka World Cup LIVE Score: શ્રેયસ અય્યરે સિક્સ ફટકારી
અય્યરે 36મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ ફટકારી
-
IND vs SL Live Score: 33 ઓવર પછી ભારતનો સ્કોર 201/3
8⃣8⃣ runs 9⃣4⃣ deliveries 1⃣1⃣ fours
Well played, Virat Kohli! #TeamIndia 196/3 #CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/gcEO1QhVgv
— BCCI (@BCCI) November 2, 2023
-
India vs Sri Lanka World Cup LIVE Score:ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો
વિરાટ કોહલી 88 રન બનાવીને આઉટ થયો છે. કોહલીએ 94 બોલની ઈનિંગમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતનો સ્કોર 31.3 ઓવરમાં ત્રણ વિકેટે 196 રન છે.
-
India vs Sri Lanka World Cup LIVE Score : ગિલ આઉટ થતા શ્રેયસ અય્યર ક્રિઝ પર
-
શુભમન ગિલ સદી ફટકારી શક્યો નહોતો શુભમન ગિલ પોતાની સદી પૂરી કરવામાં ચૂકી ગયો હતો. ગિલ 92 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ વિરાટ 87 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. 30 ઓવરમાં ભારતનો સ્કોર બે વિકેટના નુકસાન પર 193 રન છે.
શુભમન ગિલ પોતાની સદી પૂરી કરવામાં ચૂકી ગયો હતો. ગિલ 92 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ વિરાટ 87 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. 30 ઓવરમાં ભારતનો સ્કોર બે વિકેટના નુકસાન પર 193 રન છે.
-
India vs Sri Lanka World Cup LIVE Score: ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો લાગ્યો
ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો લાગ્યો, શુભમન ગિલ સદી ચૂકી ગયો છે. ગિલ 92 રન બનાવી પેવેલિયન પરત ફર્યો
-
India vs Sri Lanka World Cup LIVE Score: શુભમન ગિલે સિક્સ ફટકારી
-
India vs Sri Lanka World Cup LIVE Score:શ્રીલંકા પર બે બેટ્સમેનો ભારે
વિરાટ કોહલી અને શુભમન ગીલે શ્રીલંકન ટીમ પર દબાવ બનાવી લીધો છે. બંને બેટ્સમેન મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વિરાટ પોતાની સદીથી માત્ર 17 રન દૂર છે.
-
India vs Sri Lanka World Cup LIVE Score: ગિલે સિક્સ ફટકારી
-
India vs Sri Lanka World Cup LIVE Score:વિરાટ કોહલી સદીની નજીક
વિરાટ કોહલી પોતાની સદીની નજીક પહોંચી ગયો છે 83 રન બનાવી રમી રહ્યો હતો. ભારતનો સ્કોર 27 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 164 રન છે. શુભમન ગીલે 68 રન બનાવ્યા છે. વિરાટ કોહલી પોતાની 49મી સદી ફટકારીને સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી શકે છે.
-
India vs Sri Lanka World Cup LIVE Score: ભારત શ્રીલંકાની મેચ જોવા પહોંચ્યો યુવી
View this post on Instagram -
India vs Sri Lanka World Cup LIVE Score:25 ઓવરમાં 151 રન બનાવ્યા
25 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 151 રન છે. વિરાટ કોહલી 74 બોલમાં 73 રન અને શુભમન ગિલ 75 બોલમાં 65 રન બનાવીને રમી રહ્યો છે. બંને બેટ્સમેનોએ અત્યાર સુધી 147 રનની અણનમ ભાગીદારી કરી છે.
-
India vs Sri Lanka World Cup LIVE Score:ગિલ અને કોહલીએ મળીને 17 બાઉન્ડ્રી ફટકારી
24 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 140 રન છે. શુભમન ગિલ અને વિરાટ કોહલીએ મળીને અત્યાર સુધીમાં 17 બાઉન્ડ્રી ફટકારી છે. કોહલી 67 અને ગિલ 60 રન પર રમી રહ્યા છે.
-
IND vs SL Live Score: ભારતનો સ્કોર એક વિકેટના નુકસાને 136 રન
23 ઓવર પછી ભારતનો સ્કોર એક વિકેટના નુકસાને 136 રન છે.
-
India vs Sri Lanka World Cup LIVE Score: વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો
વિરાટ કોહલીએ 22મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
-
India vs Sri Lanka World Cup LIVE Score:શુભમન ગીલે શ્રીલંકા સામે પણ અડધી સદી ફટકારી
શુભમન ગીલે શ્રીલંકા સામે પણ અડધી સદી ફટકારી છે. 20 ઓવર પછી સ્કોર એક વિકેટે 120 રન છે. ગિલ 53 રન અને વિરાટ કોહલી પણ 54 રન સાથે રમી રહ્યો છે.
-
India vs Sri Lanka World Cup LIVE Score: ભારતનો સ્કોર એક વિકેટે 118 રન
19 ઓવર પછી ભારતનો સ્કોર એક વિકેટે 118 રન છે. વિરાટ 52 રન બનાવીને અને શુભમન 53 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે અત્યાર સુધી 114 રનની ભાગીદારી થઈ છે.
-
India vs Sri Lanka World Cup LIVE Score: શુભમન ગિલે ચોગ્ગો ફટકાર્યો
-
India vs Sri Lanka World Cup LIVE Score: ભારતીય ટીમનો સ્કોર 100 રનને પાર
18 ઓવરની રમત પૂર્ણ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટના નુકસાન પર 113 રન છે. વિરાટ કોહલી 52 રન બનાવીને સદીની નજીક છે. ગિલે 48 રન બનાવ્યા છે.
-
IND vs SL Live Score: વિરાટ કોહલીના 50 રન પુરા
વિરાટ કોહલીએ પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. કોહલીએ 50 બોલમાં 8 ચોગ્ગાની મદદથી આ સિદ્ધિ મેળવી હતી. ભારતનો સ્કોર 16.4 ઓવરમાં એક વિકેટે 104 રન છે.
-
IND vs SL Live Score: વિરાટ અને ગિલ સરળતાથી રન બનાવી રહ્યા છે
ભારતનો સ્કોર 14 ઓવર બાદ 1 વિકેટે 85 રન છે. વિરાટ કોહલી અને શુભમન ગિલ સરળતાથી રન બનાવી રહ્યા છે. વિરાટ કોહલી 41 બોલમાં 39 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે શુભમન ગીલે 41 બોલમાં 34 રન બનાવ્યા છે. બંને ખેલાડીઓ વચ્ચે 81 બોલમાં 82 રનની ભાગીદારી નોંધાઈ ચૂકી છે.
-
IND vs SL Live Score: વિરાટ-શુભમને ઇનિંગ સંભાળી
ચાર રનમાં પ્રથમ વિકેટ પડ્યા બાદ વિરાટ કોહલી અને શુભમન ગીલે ઈનિંગને સંભાળી હતી. બંનેએ 60થી વધુ રનની ભાગીદારી કરી છે. 13 ઓવર પછી ભારતનો સ્કોર એક વિકેટે 82 રન છે. હાલમાં વિરાટ 38 રન બનાવીને ક્રિઝ પર છે અને શુભમને 33 રન બનાવ્યા છે.
-
IND vs SL Live Score: શ્રીલંકાના ખેલાડીએ કેચ છોડ્યા
પાંચમી ઓવરમાં દિલશાન મદુશંકાના બોલ પર શુભમન ગિલનો કેચ ચુકી ગયો હતો. ચારિથ અસલંકા કેચ લઈ શક્યો નહોતો. ત્યારબાદ શુભમન આઠ રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. આ પછી છઠ્ઠી ઓવરના પહેલા બોલ પર દુષ્મંથા ચમીરાએ પોતાના જ બોલ પર કોહલીનો કેચ છોડ્યો હતો.
-
IND vs SL Live Score: ભારતની સારી શરૂઆત
રોહિત શર્માના આઉટ થયા બાદ ભારતની સારી શરુઆત જોવા મળી રહી છે. 12 ઓવર પછી ટીમનો સ્કોર એક વિકેટના નુકસાન પર 72 રન છે. વિરાટ કોહલી 36 રન બનાવીને રમી રહ્યો છે. શુભમન ગિલ 26 પર પહોંચી ગયો છે.
-
IND vs SL Live Score: ગિલ અને વિરાટ વચ્ચે 55 રનની ભાગીદારી
FIFTY Partnership!
Virat Kohli & Shubman Gill looking in solid touch in Mumbai
Follow the match ▶️ https://t.co/rKxnidWn0v#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/92KFGcwmeM
— BCCI (@BCCI) November 2, 2023
-
IND vs SL Live Score: વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો
વિરાટ કોહલીએ 11મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
-
IND vs SL Live Score: 9મી ઓવરમાં 50 રન પૂરા થયા
કેપ્ટન રોહિત શર્માની વિકેટ વહેલી પડી ગયા બાદ વિરાટ કોહલી અને શુભમન ગીલે ટીમ ઈન્ડિયાની ઈનિંગ સંભાળી હતી. 9મી ઓવરમાં 50 રન પૂરા થયા છે. 9 ઓવર પછી સ્કોર એક વિકેટે 57 રન છે. ગિલ 25 રને અને કોહલી 26 રને રમી રહ્યા છે.
-
IND vs SL Live Score: ભારતીય ટીમ 50 રનને નજીક પહોંચી
-
India vs Sri Lanka Live Score :7 ઓવર પૂરી
7 ઓવરની રમત પૂર્ણ થઈ ગઈ છે. ભારતનો સ્કોર એક વિકેટના નુકસાન પર 42 રન છે. વિરાટ કોહલી શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે અને તેણે 6 ચોગ્ગાની મદદથી 25 રન બનાવ્યા છે. ગિલ 10 રન બનાવીને તેનો સાથ આપી રહ્યો છે.
-
India vs Sri Lanka Live Score : વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો
વિરાટ કોહલીને 7મી ઓવરના ચોથા અને પાંચમાં બોલ પર ચાર રન આવ્યા
-
India vs Sri Lanka Live Score : ભારતનો સ્કોર 29/1
ભારતે 6 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 29 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી14 રન અને ગિલ 9 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે.
-
India vs Sri Lanka Live Score : વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો
-
India vs Sri Lanka Live Score : શુભમન ગિલે બે ચોગ્ગા ફટકાર્યા
ભારતની ઇનિંગ્સની 5મી ઓવરમાં શુભમન ગિલે દિલશાન મધુશંકાના સતત બે બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા.
-
India vs Sri Lanka Live Score :ભારતે 5 ઓવરમાં 24 રન બનાવ્યા
પાંચ ઓવર પછી ભારતનો સ્કોર એક વિકેટે 25 રન છે. વિરાટ કોહલી 10 અને શુભમન ગિલ 9 રને રમી રહ્યા છે.
-
India vs Sri Lanka Live Score : શુભમન ગિલે ચોગ્ગો ફટકાર્યો
-
ICC World Cup Live Score :ભારતની ખરાબ શરૂઆત
ભારતે મેચના બીજા બોલ પર જ કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી છે. અત્યારે શુબમન ગિલ અને વિરાટ કોહલી ક્રિઝ પર હાજર છે. ભારતે 1 વિકેટના નુકસાન પર 13 રન બનાવી લીધા છે.
-
ICC World Cup Live Score :ભારતે પ્રથમ ઓવરમાં 8 રન બનાવ્યા
ભારતે પ્રથમ ઓવરમાં 8 રન બનાવ્યા હતા. પરંતુ તેણે મોટી વિકેટ ગુમાવી હતી. રોહિત આઉટ છે. વિરાટ કોહલીએ 4 બોલનો સામનો કરીને 4 રન બનાવ્યા છે. શુભમન ખાતું ખોલાવી શક્યો નથી.
-
ICC World Cup Live Score : વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો
-
ICC World Cup Live Score : ક્રિઝ પર આવતા જ 2 બોલ પર રોહિત શર્મા આઉટ
રોહિત શર્માએ ક્રિઝ પર આવતા પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો ત્યારબાદ બીજા બોલ પર પવેલિયન પરત ફર્યો,બીજા જ બોલ પર ભારતને ઝટકો લાગ્યો હતો. દિલશાન મદુશંકાએ રોહિત શર્માને બોલ્ડ કર્યો હતો.
-
ICC World Cup Live Score : રોહિત શર્માએ ક્રિઝ પર આવતા જ ચોગ્ગો ફટકાર્યો
-
India vs Sri Lanka live score : ભારતની પ્લેઈંગ ઈલેવન
India vs Sri Lanka live score : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ
-
IND vs SL live score : શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન
IND vs SL live score : પથુમ નિસાન્કા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (વિકેટ કીપર/કેપ્ટન), સદીરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, એન્જેલો મેથ્યુસ, દુષણ હેમંથા, મહેશ થીકશાના, કસુન રાજીથા, દુષ્મંથા ચમીરા, દિલશાન મદુશંકા
-
India vs Sri Lanka Cricket Match live score : શ્રીલંકાએ ટોસ જીત્યો
India vs Sri Lanka Cricket Match live score : વર્લ્ડ કપ 2023માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતનો સામનો શ્રીલંકા સામે. મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો. શ્રીલંકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી અને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું.
-
IND v SL ICC World Cup live score : વાનખેડેમાં વર્લ્ડ કપ મેચોની સ્થિતિ
IND v SL ICC World Cup live score : વર્લ્ડ કપ 2023માં વાનખેડેમાં અત્યાર સુધી માત્ર 2 મેચ રમાઈ છે અને બંનેમાં આફ્રિકા તરફથી વિસ્ફોટક બેટિંગ જોવા મળી છે. આફ્રિકાએ આ બંને મેચમાં પ્રથમ બેટિંગ કરી 380થી વધુ રન બનાવ્યા હતા. અને ઈંગ્લેન્ડને 170 રન તથા બાંગ્લાદેશને 233 રનમાં આઉટ કરી મોટી જીત હાંસલ કરી હતી.
-
India Vs England ICC Match live score : સ્ટેડિયમમાં બેનર પર લાગ્યો બેન
India Vs England ICC Match live score : વર્લ્ડ કપ 2023માં આજે મુંબઈમાં યોજાનાર ભારત-શ્રીલંકા મેચ પહેલા દર્શકો માટે મુંબઈ પોલીસે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. પોલીસ સ્ટેડિયમમાં કોઈ પણ પ્રકારના બેનરને લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
-
IND v SL World Cup 2023 live score : વર્લ્ડ કપમાં ભારત vs શ્રીલંકા રેકોર્ડ
IND v SL World Cup 2023 live score : ICC ODI વર્લ્ડ કપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી 9 મેચ રમાઈ છે, જેમાં ભારતે 4માં જીત મેળવી છે અને શ્રીલંકાએ પણ 4 મેચ જીતી છે. જ્યારે બંને ટીમો વચ્ચે એક મેચ અનિર્ણિત રહી હતી.
-
IND v SL Match live score : 4 સેલિબ્રિટી રહેશે હાજર
IND v SL Match live score : મુંબઈ ક્રિકેટ એસોસિએશને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આયોજિત ભારત-શ્રીલંકા મેચ જોવા માટે 4 મોટી હસ્તીઓને ખાસ આમંત્રણ આપ્યું છે. જેમાંથી 3 સિનેમા જગતના છે જ્યારે 1 ક્રિકેટ જગત સાથે જોડાયેલી વ્યક્તિત્વ છે. આ ચાર હસ્તીઓના નામ આ પ્રમાણે છેઃ સચિન તેંડુલકર, રજનીકાંત, સૈફ અલી ખાન અને શાહિદ કપૂર.
-
India vs Sri Lanka live score : ભારતની નજર સેમી ફાઇનલની ટિકિટ પર
India vs Sri Lanka live score : જો ભારતીય ટીમ આજે શ્રીલંકાને હરાવશે તો તેની સેમીફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત થઈ જશે. આવું એટલા માટે કારણ કે તેમની પાસે પ્રથમ 6 મેચમાં 6 જીત સાથે 12 પોઈન્ટ છે અને હવે જો તેઓ 7મી મેચ જીતે છે તો 14 પોઈન્ટ સાથે તેઓ સેમીફાઈનલમાં પ્રવેશ માટે સંપૂર્ણ દાવેદાર બની જશે.
-
IND vs SL live score : ODI વર્લ્ડ કપમાં આજે ભારત vs શ્રીલંકા
IND vs SL live score : વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાનો કાફલો મુંબઈ પહોંચી ગયો છે. આજે તેનો સામનો અહીંના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે થશે. આ ટૂર્નામેન્ટમાં તેની 7મી મેચ છે, જેમાં તેની નજર સતત 7મી જીત નોંધાવવા અને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવવા પર છે.
Published On - Nov 02,2023 11:01 AM