IND vs SA Score, 1st Test Day 3, Highlights: સેન્ચુરિયનમાં ત્રીજા દિવસે ભારત મજબૂત, દક્ષિણ આફ્રિકા પર 146 રનની લીડ મેળવીઆગળ વધારશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 9:44 PM

IND vs SA, 1st Test, Day 3,Score in gujarati, Highlights: સેન્ચુરિયનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. ભારતનો પ્રથમ દાવ 327 રન પર સમાપ્ત,

IND vs SA Score, 1st Test Day 3, Highlights: સેન્ચુરિયનમાં ત્રીજા દિવસે ભારત મજબૂત, દક્ષિણ આફ્રિકા પર 146 રનની લીડ મેળવીઆગળ વધારશે.
India Vs South Africa 1st test match

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે સેન્ચ્યુરિયન (Centurion Test) માં સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. મેચનો બીજો સંપૂર્ણ દિવસ વરદાસે ધોઇ દીધા બાદ પ્રથમ દિવસની રમત આજે ભારતે (Team India) પોતાના દાવને આગળ વધાર્યો હતો. પરંતુ 272 રન થી શરુ કરેલો દાવ 327 રન પર સમેટાઇ ગયો હતો. દક્ષિણ આફ્રિકાની પ્રથમ દાવની શરુઆત સારી રહી નહોતી. ભારતીય બોલરોએ ઝડપ થી આફ્રિકી ટોપ ઓર્ડરને પેવેલિયન મોકલી દીધો હતો. 197 રનમાં આફ્રિકાનો પ્રથમ દાવ સમેટાયો હતો. ત્રીજા દિવસે ભારતીય ટીમ સરસાઇ સાથે એક વિકેટે 146 રનના સ્કોર પર રહી હતી.

એક સમયે એમ લાગતુ હતુ કે, દક્ષિણ આફ્રિકાની ટીમ પર ફોલોઓનનુ સંકટ રહેશે અને ભારતીય ટીમને ઝડપથી બીજા દાવ માટે મેદાને ઉતરવુ નહી પડે, પરંતુ ટેમ્બા બાવુમા (Temba Bavuma) અને ક્વિન્ટન ડ્વિકોકની રમતે ટીમને મુશ્કેલીમાંથી ઉગાર્યુ હતુ. દક્ષિણ આફ્રિકાની ટીમ 197 રન પર સમેટાઇ હતી. આમ ભારતને 130 રનની મોટી લીડ મળી હતી.

બંને ટીમો

ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઋષભ પંત , રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

સાઉથ આફ્રિકા પ્લેઈંગ ઈલેવન: ડીન એલ્ગર (સી), એઈડન માર્કરામ, કિગન પીટરસન, રાસી વાન ડેર ડુસેન, તેમ્બા બવુમા, ક્વિંટન ડિકોક, વિઆન મલ્ડર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કગિસો રબાડા, લુન્ગી એન્ગિડી

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Dec 2021 09:42 PM (IST)

    IND vs SA Live Score: ત્રીજા દિવસની રમત સમાપ્ત

    સેન્ચુરિયનમાં ત્રીજા દિવસની રમત શાર્દુલ ઠાકુરના ચાર સાથે પૂર્ણ થઈ ગઈ છે. માર્કો યાનસનની ઓવરનો છેલ્લો બોલ શાર્દુલના બેટની બહારની કિનારી સાથે અડક્યો અને બોલ ત્રીજી સ્લિપની ખૂબ નજીકથી થર્ડ મેન બાઉન્ડ્રી તરફ ચાર રન સુધી ગયો. આ સાથે ભારતે તેના બીજા દાવમાં એક વિકેટ ગુમાવીને 16 રન બનાવી લીધા છે. દિવસની છેલ્લી ઓવરમાં મયંક અગ્રવાલની વિકેટ પડી હતી. હવે ચોથા દિવસે નાઈટ વોચમેન તરીકે આવેલા કેએલ રાહુલ અને શાર્દુલ ઠાકુર દાવને આગળ વધારશે.

  • 28 Dec 2021 09:27 PM (IST)

    IND vs SA Live Score: મયંક અગ્રવાલ સસ્તામાં આઉટ

  • 28 Dec 2021 09:20 PM (IST)

    IND vs SA Live Score: મયંક અગ્રવાલનો રબાડાના બોલ પર શાનદાર ચોગ્ગો

    મયંક અગ્રવાલે બીજી ઇનિંગમાં પણ પ્રથમ બાઉન્ડ્રી ફટકારી છે. ભારતીય ઓપનરે કાગીસો રબાડાના બોલ પર આ બાઉન્ડ્રી મેળવી હતી. જો કે, તેણે કોઈ ખાસ શોટ રમ્યો ન હતો, તેના બદલે બેટની કિનારી લઈને બોલ ચાર રન માટે ગલીના ફિલ્ડર પાસે ગયો હતો.

  • 28 Dec 2021 09:19 PM (IST)

    IND vs SA Live Score: ભારતનો બીજો દાવ શરુ

    ભારતની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે અને મયંક અગ્રવાલ-કેએલ રાહુલની જોડી ફરી એકવાર ક્રિઝ પર છે. બંનેએ પ્રથમ દાવમાં સદીની ભાગીદારી નોંધાવી હતી. ફરી એકવાર ટીમ ઈન્ડિયાને બંને પાસેથી સારી શરૂઆતની આશા છે અને તેની જરૂર છે. ઇનિંગ્સના પ્રથમ ચાર પણ રાહુલના બેટમાંથી આવ્યા છે. રાહુલ એનગિડી ને પોઈન્ટ તરફ રમે છે અને તેને બાઉન્ડરી માટે મોકલે છે.

  • 28 Dec 2021 08:53 PM (IST)

    IND vs SA Live Score: મહારાજની વિકેટ સાથે આફ્રિકાનો દાવ સમેટાયો

  • 28 Dec 2021 08:51 PM (IST)

    IND vs SA Live Score: આફ્રિકાની 9મી વિકેટ

    કાગીસો રબાડાના રુપમાં દક્ષિણ આફ્રિકાએ નવમી વિકેટ ગુમાવી હતી. મોહમ્મદ શામીએ ઇનીંગમાં તેની 5 વિકેટ ઝડપી હતી.

  • 28 Dec 2021 08:27 PM (IST)

    IND vs SA Live Score: માર્કો LBW આઉટ

    શાર્દૂલ ઠાકુરના બોલ પર માર્કો યાન્શેનના રુપમાં દક્ષિણ આફ્રિકાએ 8મી વિકેટ ગુમાવી હતી. ભારતીય ટીમ અંતિમ સત્ર દરમિયાન આફ્રિકાની પ્રથમ ઇનીંગ સમેટવાના પ્રયાસમાં છે અને જેણે શાર્દુલે સફળ બનાવવા રુપ પ્રયાસ કર્યો હતો. માર્કો એ રબાડા સાથે મળીને 32 રનની ભાગીદારી રમત રમી હતી. તે 19 રન બનાવીને આઉટ થયો હતો. તેણે રિવ્યૂની મદદ મેળવી હતી પરંતુ જેમાં પણ તે આઉટ જ રહ્યો હતો.

  • 28 Dec 2021 08:18 PM (IST)

    IND vs SA Live Score: રબાડાનો છગ્ગો

    કાગીસો રબાડા ભારતીય બોલરો પર નિશાન સાધે છે અને ભારતની લીડને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વખતે રબાડાએ અશ્વિનના બોલ પર જબરદસ્ત સિક્સર ફટકારી હતી. રાઉન્ડ ધ વિકેટ પર બોલિંગ કરી રહેલા અશ્વિને એક લાંબો બોલ રબાડા પાસે રાખ્યો હતો, જેના પર ડાબોડી બેટ્સમેન રબાડા તેની ક્રિઝમાં જ હતો ત્યારે તેણે સીધા બેટ વડે બોલને લોંગ ઓફની બહાર લાવ્યો હતો.

  • 28 Dec 2021 08:03 PM (IST)

    IND vs SA Live Score: ઋષભ પંતે ધોનીનો રેકોર્ડ તોડ્યો

    યુવા ભારતીય વિકેટકીપર રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તે હવે ભારત માટે સૌથી ઝડપી 100 રન બનાવનાર વિકેટકીપર બની ગયો છે. પંતે પોતાની 26મી ટેસ્ટમાં આ કારનામું કર્યું હતું. બાવુમાનો કેચ લઈને પંતે એમએસ ધોનીનો 36 મેચમાં 100 શિકારનો રેકોર્ડ તોડ્યો હતો. પંતે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 92 કેચ અને 8 સ્ટમ્પિંગ કર્યા છે.

  • 28 Dec 2021 07:41 PM (IST)

    ND vs SA Live Score: ટેમ્બા બાવુમા આઉટ

    મોહમ્મદ શામીએ આજે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે ચોથી વિકેટ બાવુમાના સ્વરુપમાં ઝડપી હતી. શામીએ બાવુમાને વિકેટકીપર પંતના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. બાવુમાએ અર્ધશતક નોંધાવ્યુ હતુ.

    SA- 148/7

  • 28 Dec 2021 07:28 PM (IST)

    IND vs SA Live Score: મૂલ્ડર આઉટ

    મોહમ્મદ શામીએ મૂલ્ડરની વિકેટ ઝડપતા જ ભારતને છઠ્ઠી સફળતા મળી હતી. શામીનો બોલ મૂલ્ડરના બેટને સ્પર્શીને સિધો જ વિકેટકીપર ઋષભ પંતના હાથમાં ગયો હતો.

  • 28 Dec 2021 07:26 PM (IST)

    IND vs SA Live Score: દક્ષિણ આફ્રિકાએ ફોલોઓન બચાવ્યુ

    સાઉથ આફ્રિકાએ આખરે ફોલોઓન બચાવી લીધું છે. દક્ષિણ આફ્રિકાએ 127 રનનો આંકડો પાર કરી લીધો છે. મતલબ કે હવે ભારતીય ટીમે ફરી બેટિંગ કરવી પડશે. માત્ર 32 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ દક્ષિણ આફ્રિકા માટે અહીં પહોંચવું મુશ્કેલ લાગતું હતું, પરંતુ ટેમ્બા બાવુમા અને ક્વિન્ટન ડી કોકની ઇનિંગ્સે ટીમને બચાવી લીધી હતી.

  • 28 Dec 2021 07:08 PM (IST)

    IND vs SA Live Score: બીજુ સેશન સમાપ્ત

    મોહમ્મદ સિરાજની મેડન ઓવર સાથે, બીજા સત્રનો પણ અંત આવ્યો, જે સંપૂર્ણપણે ભારતના નામે હતો. ભારતે આ સત્રમાં કુલ 4 વિકેટ ઝડપી હતી. સારી વાત એ છે કે ટીમ ઈન્ડિયા ટી-બ્રેક પહેલા ક્વિન્ટન ડી કોક અને ટેમ્બા બાવુમાની ખતરનાક ભાગીદારીને તોડવામાં સફળ રહી. આ સત્રમાં કુલ 31 ઓવર નાખવામાં આવી હતી, જેમાં 88 રન થયા હતા અને 4 વિકેટ પડી હતી.

    SA- 109/5; બાવુમા - 31, મુલ્ડર - 4

  • 28 Dec 2021 06:08 PM (IST)

    IND vs SA Live: દક્ષિણ આફ્રિકાનો સ્કોર 30 ઓવરમાં 4 વિકેટે 98 રન

    દક્ષિણ આફ્રિકાનો સ્કોર 30 ઓવરમાં 4 વિકેટે 98 રન છે. ક્વિન્ટન ડી કોક 47 બોલમાં 29 અને તેમ્બા બાવુમા 63 બોલમાં 30 રન બનાવીને રમી રહ્યા છે.

  • 28 Dec 2021 06:01 PM (IST)

    IND vs SA Live:દક્ષિણ આફ્રિકાનો સ્કોર 29 ઓવરમાં 94-4

    દક્ષિણ આફ્રિકાનો સ્કોર 29 ઓવરમાં 4 વિકેટે 94 રન છે

  • 28 Dec 2021 05:57 PM (IST)

    IND vs SA Live:દક્ષિણ આફ્રિકાનો સ્કોર 90-4

    IND vs SA Live:દક્ષિણ આફ્રિકાનો સ્કોર  4 વિકેટે 90 રન છે. ક્વિન્ટન ડી કોક 44 બોલમાં 26 અને ટેમ્બા બાવુમા 53 બોલમાં 25 રન બનાવીને રમી રહ્યા છે.

  • 28 Dec 2021 05:55 PM (IST)

    IND vs SA Live: ક્વિન્ટન ડી કોકે ટેસ્ટ મેચની પ્રથમ સિક્સ ફટકારી

  • 28 Dec 2021 05:50 PM (IST)

    IND vs SA Live:તેમ્બા બાવુમાએ શાનદાર ચોગ્ગો ફટકાર્યો

    દક્ષિણ આફ્રિકાનો સ્કોર 25 ઓવરમાં 4 વિકેટે 67 રન છે. ક્વિન્ટન ડી કોક 34 બોલમાં 13 અને તેમ્બા બાવુમા 44 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યા છે.

  • 28 Dec 2021 05:48 PM (IST)

    IND vs SA Live: આફ્રિકાનો સ્કોર 50 પાર

    ક્વિન્ટન ડી કોક અને તેમ્બા બાવુમાએ મળીને આફ્રિકાનો સ્કોર 50 પાર કર્યો હતો. આફ્રિકન ટીમની ચોથી વિકેટ 32 રન પર પડી હતી. અત્યાર સુધી, તેમ્બા બાવુમાએ ડિકોક કરતા ઘણી સારી રમત બતાવી છે.

  • 28 Dec 2021 05:37 PM (IST)

    IND vs SA Live: સ્પિનર ​​રવિચંદ્રનઅશ્વિન બોલિંગ કરવા આવ્યો

    ફાસ્ટ બોલરોની શાનદાર શરૂઆત બાદ હવે પ્રથમ વખત ભારતીય ટીમ સ્પિન દ્વારા હુમલો કરી રહી છે. સ્ટાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન આ ઇનિંગમાં પ્રથમ વખત બોલિંગ કરવા આવ્યો હતો. અશ્વિને ધીમી શરૂઆતથી માત્ર 1 રન આપ્યો.

  • 28 Dec 2021 05:25 PM (IST)

    IND vs SA Live: ક્વિન્ટન ડી કોક 19 બોલમાં 8 રન બનાવ્યા છે

    દક્ષિણ આફ્રિકાનો સ્કોર 20 ઓવરમાં 4 વિકેટે 57 રન છે. ક્વિન્ટન ડી કોક 19 બોલમાં 8 રન અને તેમ્બા બવુમા 29 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યા છે.

  • 28 Dec 2021 05:22 PM (IST)

    IND vs SA Live: દક્ષિણ આફ્રિકાનો સ્કોર 20 ઓવરમાં 4 વિકેટે 57 રન

  • 28 Dec 2021 05:18 PM (IST)

    IND vs SA Live:ક્વિન્ટન ડી કોક શાનદાર ચોગ્ગો ફટકાર્યો

    ક્વિન્ટન ડી કોકે 14 બોલમાં 8 રન કર્યા છે

  • 28 Dec 2021 05:16 PM (IST)

    IND vs SA Live: 19 ઓવરમાં 4 વિકેટે 47 રન છે.

    દક્ષિણ આફ્રિકાનો સ્કોર 19 ઓવરમાં 4 વિકેટે 47 રન છે. ક્રિઝ પર ક્વિન્ટન ડી કોક અને તેમ્બા બવુમા રમી રહ્યા છે

  • 28 Dec 2021 05:12 PM (IST)

    IND vs SA Live: દક્ષિણ આફ્રિકાનો સ્કોર 18 ઓવરમાં 4 વિકેટે 44 રન

  • 28 Dec 2021 05:08 PM (IST)

    IND vs SA Live: દક્ષિણ આફ્રિકાનો સ્કોર 15 ઓવરમાં 4 વિકેટે 33 રન

    દક્ષિણ આફ્રિકાનો સ્કોર 15 ઓવરમાં 4 વિકેટે 33 રન છે. ક્વિન્ટન ડી કોક 5 બોલમાં 0 રન અને તેમ્બા બવુમા 9 બોલમાં 0 રને રમી રહ્યા છે.

  • 28 Dec 2021 04:48 PM (IST)

    IND vs SA Live: ચોથી વિકેટ પડી, વેન ડેર ડુસેન આઉટ

    સાઉથ આફ્રિકાના બેટ્સમેનો ભારતીય બોલરો સામે એકદમ હાંફળા-ફાંફળા દેખાય છે. મોહમ્મદ સિરાજ હવે વેન ડેર ડુસેનને પેવેલિયન પરત ફર્યો છે, અજિંક્ય રહાણેએ તેનો શાનદાર કેચ પકડ્યો છે. સ્કોર- 32/4

  • 28 Dec 2021 04:43 PM (IST)

    IND vs SA Live: શમીએ આપ્યો વધુ એક ઝટકો, માર્કરામ પેવેલિયન પરત ફર્યો, ત્રીજી વિકેટ પડી

    ભારત તરફથી દક્ષિણ આફ્રિકાને વધુ એક ઝટકો લાગ્યો છે, મોહમ્મદ શમીએ એડન માર્કરામની વિકેટ લીધી છે. શમીએ એડમને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આ સાથે હવે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 30 પર ત્રણ થઈ ગયો છે.

  • 28 Dec 2021 04:40 PM (IST)

    IND vs SA Live: બુમરાહ ઈજાગ્રસ્ત મેદાનની બહાર

    ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જસપ્રીત બુમરાહ દક્ષિણ આફ્રિકાની ઈનિંગની 11મી ઓવર કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે જસપ્રિત બુમરાહ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેણે ઓવર અધવચ્ચે જ છોડીને બહાર જવું પડ્યું હતું.

  • 28 Dec 2021 04:16 PM (IST)

    IND vs SA Live: લંચ બ્રેક બાદ ભારતને વધુ એક સફળતા, કીગન પીટરસન આઉટ

    સેન્ચુરિયન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ પલટવાર કર્યો હતો. લંચ બાદ બીજા સેશનની શરૂઆતમાં જ મોહમ્મદ શમીએ દક્ષિણ આફ્રિકાની બીજી વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીએ કીગર પીટરસનને ક્લીન બોલ્ડ કર્યો હતો. (દક્ષિણ આફ્રિકાનો સ્કોર - 25/2)

  • 28 Dec 2021 04:15 PM (IST)

    IND vs SA Live: ચોગ્ગાથી પ્રથમ સત્રની શરુઆત

  • 28 Dec 2021 03:43 PM (IST)

    IND vs SA Live: લંચ બ્રેક

  • 28 Dec 2021 03:39 PM (IST)

    IND vs SA Live: ત્રીજા દિવસે લંચ સુધી આફ્રિકાનો સ્કોર 21-1

    ત્રીજા દિવસે લંચ સુધીમાં દક્ષિણ આફ્રિકાનો સ્કોર 21 રન અને એક વિકેટ છે. આફ્રિકા અત્યારે ભારતના સ્કોરથી 306 રન દૂર છે. ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં કુલ 8 વિકેટ પડી હતી જેમાંથી સાત વિકેટ ભારતની હતી.

  • 28 Dec 2021 03:35 PM (IST)

    IND vs SA Live: દક્ષિણ આફ્રિકાનો સ્કોર 5 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 15 રન

    દક્ષિણ આફ્રિકાનો સ્કોર 5 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 15 રન છે. એડન મારક્રમ 18 બોલમાં 9 અને કિગન પીટરસન 10 બોલમાં 5 રન બનાવીને રમી રહ્યા છે.

  • 28 Dec 2021 03:29 PM (IST)

    IND vs SA Live: પીટરસનને બાઉન્ડ્રી મળી

    દક્ષિણ આફ્રિકાના બીજા ચાર રન કિગન પીટરસનના બેટમાંથી આવ્યા. આ જમણા હાથનો બેટ્સમેન ડીન એલ્ગરની વિકેટ પડ્યા બાદ ક્રીઝ પર આવ્યો હતો. પીટરસને ત્રીજી ઓવરમાં બુમરાહના છેલ્લા બોલ પર ફ્લિક કર્યું અને ડીપ સ્ક્વેર લેગ પર બાઉન્ડ્રી મેળવી.

    SA- 10/1; માર્કરામ - 5, પીટરસન - 4

  • 28 Dec 2021 03:28 PM (IST)

    IND vs SA Live: એડન મારક્રમનો શાનદાર ચોગ્ગો

    સાઉથ આફ્રિકાની ઇનિંગ્સના પ્રથમ ચાર બીજી ઓવરમાં જ આવ્યા હતા. સામાન્ય રીતે મોહમ્મદ શમી બુમરાહ સાથે બોલિંગની શરૂઆત કરે છે, પરંતુ આજે મોહમ્મદ સિરાજે નવા બોલની જવાબદારી સંભાળી લીધી છે. જો કે તેના બીજા બોલે એડન મારક્રમ  ચોગ્ગો ફટકાર્યો હતો સિરાજનો બોલ લેગ-સ્ટમ્પ તરફ જઈ રહ્યો હતો, જેને માર્કરામે ફ્લિક કર્યો અને મિડ-ઓન પાસે બાઉન્ડ્રી મળી.

    SA- 6/1; માર્કરામ - 5, પીટરસન - 0

  • 28 Dec 2021 03:25 PM (IST)

    IND vs SA Live:દક્ષિણ આફ્રિકાની ખરાબ શરૂઆત, કેપ્ટન પહેલી જ ઓવરમાં આઉટ

    દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન એલ્ગર પ્રથમ ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યો છે. જસપ્રીત બુમરાહનો બોલ ગુડ લેન્થ પર પડ્યો

    એલ્ગર - 1 (2 બોલ); SA- 2/1

  • 28 Dec 2021 02:56 PM (IST)

    IND vs SA Live: ટીમ ઈન્ડિયા 327 રન પર ઓલઆઉટ, Ngidi 6 વિકેટ

    સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 327 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શાનદાર શરૂઆત બાદ ત્રીજા દિવસે બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. ભારતે કલાકમાં જ તેમની 6 વિકેટ ગુમાવી દીધી હતી, અંતે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે કેટલાક રન ઉમેર્યા હતા.

  • 28 Dec 2021 02:50 PM (IST)

    IND vs SA Live: બુમરાહે શાનદાર ચોગ્ગો ફટકાર્યો

    જસપ્રીત બુમરાહ શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને તેણે એક જ ઓવરમાં બે શાનદાર શોટ રમીને ચાર બાઉન્ડ્રી ફટકારી છે. આજે બોલિંગમાં પ્રથમ ફેરફાર તરીકે આવેલા માર્કો યાનસને ટૂંકા બોલથી બુમરાહને ફટકારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બુમરાહે જબરદસ્ત પુલ શોટ રમ્યો હતો અને તેને 4 રન મળ્યા હતા. ત્યારપછી ઓવરના છેલ્લા બોલે ડ્રાઇવિંગ કરતી વખતે બુમરાહે પણ લોંગ ઓફ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

    IND- 327/9; બુમરાહ - 14, સિરાજ - 4

  • 28 Dec 2021 02:44 PM (IST)

    IND vs SA Live: એનગિડીની આ છઠ્ઠી વિકેટ

    ભારતને 100.5 ઓવરમાં નવમો ઝટકો લાગ્યો હતો. લુંગી એનગિડીએ મોહમ્મદ શમીને ક્વિન્ટન ડી કોકના હાથે કેચ કરાવ્યો હતો. શમી 9 બોલમાં 2 ચોગ્ગા સાથે 8 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. એનગિડીની આ છઠ્ઠી વિકેટ છે.

  • 28 Dec 2021 02:33 PM (IST)

    IND vs SA Live:ભારતની 9 વિકેટ પડી, મોટા સ્કોર પર સંકટ

    ત્રીજા દિવસે મોટો સ્કોર બનાવવાની જવાબદારી હવે પૂંછડીના બેટ્સમેનોના માથે આવી ગઈ છે. પરંતુ તે મુશ્કેલ લાગે છે, કારણ કે કાગિસો રબાડાએ પણ શાર્દુલ ઠાકુરના હાથે તેની વિકેટ ગુમાવી દીધી છે. શાર્દુલ પછી મોહમ્મદ શમી પણ આઉટ થયો હતો. ભારતનો સ્કોર 308/9 થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ દિવસની શરૂઆત 272-3થી કરી હતી.

  • 28 Dec 2021 02:31 PM (IST)

    IND vs SA Live:ભારતની આઠ વિકેટ પડી

    ત્રીજા દિવસે મોટો સ્કોર બનાવવાની જવાબદારી હવે બોલરોના માથે આવી ગઈ છે. પરંતુ તે મુશ્કેલ લાગે છે, કારણ કે કાગિસો રબાડાએ પણ શાર્દુલ ઠાકુરના હાથે તેની વિકેટ ગુમાવી દીધી છે. ભારતનો સ્કોર 304/8 થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ દિવસની શરૂઆત 272-3થી કરી હતી.

  • 28 Dec 2021 02:23 PM (IST)

    IND vs SA Live:બેક ફૂટ પર ટીમ ઈન્ડિયાનો સ્કોર 300ને પાર

    ભારતીય ટીમે સતત 3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી દીધી છે અને હવે તેના પર નીચલા ક્રમમાં રન એકત્ર કરવાની જવાબદારી છે. નવા બેટ્સમેન મોહમ્મદ શમીએ ક્રિઝ પર આવીને પોતાનું કામ શરૂ કર્યું અને Ngidi બોલ પર સુંદર કવર ડ્રાઈવ ફટકારીને ચોગ્ગો ફટકાર્યો. આ સાથે જ ભારતના 300 રન પણ પૂરા થઈ ગયા છે.

    IND- 300/7; શાર્દુલ - 0, શમી - 4

  • 28 Dec 2021 02:22 PM (IST)

    IND vs SA Live: સાતમી વિકેટ પડી, પંત આઉટ

    IND એ સાતમી વિકેટ ગુમાવી, રિષભ પંત આઉટ.

    પંત - 8 (13 બોલ, 1×4); IND- 296/7

  • 28 Dec 2021 02:14 PM (IST)

    IND vs SA Live:ભારતની છઠ્ઠી વિકેટ પડી, અશ્વિન પણ પેવેલિયન પરત ફર્યો

  • 28 Dec 2021 02:10 PM (IST)

    IND vs SA Live:ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો, રહાણે પણ આઉટ

    ત્રીજા દિવસની શરૂઆત ભારત માટે સારી રહી નથી, કેએલ રાહુલ બાદ હવે અજિંક્ય રહાણે પણ આઉટ થયો છે. લુંગી એનગિડીના બોલ પર અજિંક્ય રહાણેએ તેનો કેચ વિકેટકીપર ક્વિન્ટનને આપ્યો અને તેની ઇનિંગ્સ 48 રન પર સમાપ્ત થઈ ગઈ. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલો રહાણે આ ઇનિંગમાં સારા ટચમાં જોવા મળ્યો હતો, પરંતુ તે મોટો સ્કોર બનાવી શક્યો નહોતો. ભારતનો સ્કોર - 291/5 (96.4 ઓવર)

  • 28 Dec 2021 02:01 PM (IST)

    IND vs SA Live:રહાણેએ પ્રથમ ચોગ્ગો ફટકાર્યો

    આજની રમતનો પ્રથમ ચોગ્ગો અજિંક્ય રહાણેના બેટમાંથી આવ્યો હતો.

  • 28 Dec 2021 01:51 PM (IST)

    IND vs SA Live: ભારતને મોટો ફટકો, KL રાહુલ આઉટ, ત્રીજા દિવસે ખરાબ શરૂઆત

  • 28 Dec 2021 01:50 PM (IST)

    IND vs SA Live:ભારતનો સ્કોર 92 ઓવરમાં 3 વિકેટે 274 રન

    ભારતનો સ્કોર 92 ઓવરમાં 3 વિકેટે 274 રન છે. કેએલ રાહુલ 250 બોલમાં 122 અને અજિંક્ય રહાણે 91 બોલમાં 42 રન બનાવીને રમી રહ્યો છે.

  • 28 Dec 2021 01:41 PM (IST)

    IND vs SA Live:મેચના ત્રીજા દિવસે શું થશે?

    જો સેન્ચુરિયન ટેસ્ટ મેચના ત્રીજા દિવસે હવામાન સારું રહે છે, તો તમામ 90 ઓવર રમવાની અપેક્ષા છે. પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાનો સ્કોર 272-3 હતો, કેએલ રાહુલ અને અજિંક્ય રહાણેની જોડી અણનમ રહી હતી. બીજા દિવસે વરસાદના કારણે એક પણ બોલ ફેંકી શકાયો નહોતો.

    આવી સ્થિતિમાં, હવે આ મેચમાં માત્ર ત્રણ દિવસ બાકી છે, કોઈપણ પરિણામની અપેક્ષા ત્યારે જ કરી શકાય છે જ્યારે ભારત ત્રીજા દિવસે ઝડપી સ્કોર કરે અને બાદમાં દક્ષિણ આફ્રિકાને વહેલી ઓલઆઉટ કરે.

  • 28 Dec 2021 01:40 PM (IST)

    IND vs SA Live: રહાણે અને Ngidi ની ટક્કર

    ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે અને રહાણે ભારત માટે આજની પ્રથમ ઓવર રમવા માટે સ્ટ્રાઈક પર આવ્યો હતો. રહાણેએ પ્રથમ દિવસના છેલ્લા સત્રમાં ચોગ્ગા ફટકાર્યા હતા કારણ કે તે ક્રિઝ પર આવ્યો હતો અને તેણે કેટલીક શાનદાર ડ્રાઇવ અને ફ્લિક્સ રમી હતી. તે સારી લયમાં હોય તેવું લાગતું હતું. બીજી તરફ આજે દક્ષિણ આફ્રિકા માટે ઝડપી બોલર લુંગી એનગીડીએ બોલિંગની શરૂઆત કરી હતી. અત્યાર સુધી ત્રણેય વિકેટ લેનાર Ngidi એ ઓફ-સ્ટમ્પની લાઇનમાં બોલિંગ શરૂ કરી હતી,

    IND- 273/3, રાહુલ- 122, રહાણે- 41

  • 28 Dec 2021 01:32 PM (IST)

    IND vs SA Live: આજના સત્રનો સમય

    સેન્ચુરિયનમાં આજે સારું હવામાન છે અને ત્રીજા દિવસની રમત સમયસર શરૂ થઈ રહી છે. આજે 90ની જગ્યાએ કુલ 98 ઓવરની હશે અને તેથી સત્રના સમયમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

    પ્રથમ સત્ર - બપોરે 1.30-3.30pm (IST) બીજું સત્ર- 4.10-6.40pm (IST) ત્રીજું સત્ર - 7.00-9.00pm (IST)

Published On - Dec 28,2021 1:30 PM

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">