Video: ચેમ્પિયન ટીમ તરફથી અનુષ્કા-વિરાટને મળી શાનદાર ગિફ્ટ, ભારતીય ફૂટબોલ વિશે કોહલીએ આપ્યું આ નિવેદન, જુઓ Video

|

Jun 05, 2023 | 8:40 PM

માન્ચેસ્ટર ડાર્બીની આ ફાઈનલ મેચમાં માન્ચેસ્ટર સિટીની ટીમ 2-1ના સ્કોરથી જીતી હતી. માન્ચેસ્ટર સિટીએ (Manchester City) સાતમુ એફએ કપ ટાઈટલ જીત્યું હતું. આ રોમાંચક ફાઈનલ મેચ જોવા માટે વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, શુભમન ગિલ ,સૂર્યાકુમાર યાદવ અને યુવરાજ સિંઘ જેવા ભારતીય સેલિબ્રિટી પણ પહોંચ્યા હતા. 

Video: ચેમ્પિયન ટીમ તરફથી અનુષ્કા-વિરાટને મળી શાનદાર ગિફ્ટ, ભારતીય ફૂટબોલ વિશે કોહલીએ આપ્યું આ નિવેદન, જુઓ Video
FA CUP FINAL 2023

Follow us on

Wembley Stadium: 3  જૂનના રોજ ફૂટબોલની સૌથી મોટી ટુર્નામેન્ટમાંથી એક એફએ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. માન્ચેસ્ટર ડાર્બીની આ ફાઈનલ મેચમાં માન્ચેસ્ટર સિટીની ટીમ 2-1ના સ્કોરથી જીતી હતી. માન્ચેસ્ટર સિટીએ (Manchester City) સાતમુ એફએ કપ ટાઈટલ જીત્યું હતું. આ રોમાંચક ફાઈનલ મેચ જોવા માટે વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, શુભમન ગિલ ,સૂર્યાકુમાર યાદવ અને યુવરાજ સિંઘ જેવા ભારતીય સેલિબ્રિટી પણ પહોંચ્યા હતા.

માન્ચેસ્ટર સિટીના İlkay Gündoğanએ મેચની પહેલી જ મિનિટમાં ગોલ કરીને ફાઈનલ મેચની ધમાકેદાર શરુઆત કરી હતી. 33મી મિનિટ પર યુનાઈટેડના ખેલાડી બ્રુનો ફેર્નાડિસે પેનલ્ટીની મદદથી ગોલ કરીને પ્રથમ હાફમાં સ્કોર 1-1 કર્યો હતો. મેચના બીજા હાફમાં 51મી મિનિટમાં İlkay Gündoğan ફરી એક શાનદાર ગોલ કરીને માન્ચેસ્ટર સિટીને જીત નક્કી કરી હતી.

ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો

આ પણ વાંચો : WTC Final પહેલા FA Cup Final જોવા પહોંચ્યા વિરાટ-અનુષ્કા, શુભમન ગિલે પણ માણ્યો મેચનો આનંદ, જુઓ Photos

માન્ચેસ્ટર સિટી એ વિરાટ- અનુષ્કાને આપી ખાસ ગિફ્ટ

 

માન્ચેસ્ટર સિટી કબલને સ્પોર્ટ કરવા માટે વિરાટ-અનુષ્કા સ્ટેડિયમ પહોંચ્યા હતા. માન્ચેસ્ટર સિટી એ તેમનો ખાસ ઈન્ટરવ્યૂ કરીને તેને તેમના નામની જર્સી ગિફ્ટ કરી હતી. બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા એ જણાવ્યું કે, તે પહેલી વાર માન્ચેસ્ટર સિટીની મેચ જોવા આવી હતી. મને આ અલ કલાસ્કિો મેચ જોઈને આનંદ થયો. ક્રિકેટર વિરાટ કોહલી એ જણાવ્યું કે, અમે 5 મિનિટ મોડા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. જેને કારણે અમે પહેલો ગોલ નહીં જોઈ શક્યા હતા.

વિરાટ કોહલીએ આગળ જણાવ્યું કે, હું માન્ચેસ્ટર સિટી કબલને ઘણા સમયથી ફોલો કરું છું. ફૂટબોલની દરેક મેચમાં જેવો સ્પોર્ટ ફેન્સનો જોવા મળે છે, તેવો સ્પોર્ટ ક્રિકેટમાં ભારત-પાકિસ્તાનની મેચ કે આઈસીસીની મોટી ટુર્નામેન્ટમાં જ જોવા મળે છે. ભારતીય ફૂટબોલ વિશે વિરાટ કોહલી એ કહ્યું કે, ભારતમાં ફૂટબોલના વિકાસની શરુઆત થઈ છે, પ્રીમિયર લીગ જેવી ટુર્નામેન્ટ ભારતના ફૂટબોલના વિકાસમાં મદદ મળશે.

ફાઈનલ મેચ જોવા પહોંચ્યા હતા વિરાટ-અનુષ્કા

 

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં 7-11 જૂન વચ્ચે થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ઈંગ્લેન્ડ પહોંચી છે. FA Cupની ફાઈનલ મેચ જોવા માટે શુભમન ગિલ અને વિરાટ કોહલી પણ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના પતિ વિરાટ કોહલી સાથે મેચનો આનંદ માણતી જોવા મળી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article