UEFA Champions League 2023 : રીયલ મેડ્રિડને હરાવી ફાઇનલમાં પહોંચી માન્ચેસ્ટર સિટીની ટીમ, જુઓ video
Manchester City vs real madrid 2023 Semi-Finals : મિલાન અને ઇન્ટર મિલાન એ ઈટાલીયન ફૂટબૉલ ક્લબની ટીમો છે. રીયલ મેડ્રિડ એક સ્પેનિશ ફૂટબૉલ ક્લબ અને માન્ચેસ્ટર સિટી એક ઇંગ્લીશ ફૂટબૉલ ક્લબની ટીમ છે.
UEFA Champions League 2023 : દુનિયાભરના ક્રિકેટ અને ફૂટબૉલ(Football) ફેન્સ માટે હાલ ખૂબ રોમાંચક સમય ચાલી રહ્યો છે. એક તરફ આઈપીએલમાં ધમાકેદાર મેચો જોવા મળી રહી છે, તો બીજી તરફ UEFA Champions League 2023ની જેમ ઘણી ફૂટબૉલ ટુર્નામેન્ટ નિર્ણાયક તબક્કામાં પહોંચી છે.ભારતીય સમય અનુસાર આજે 18 મે, 2023ના રોજ 12.30 કલાકે આ ટુર્નામેન્ટની લેગ-2ની બીજી સેમિફાઇનલ મેચ રમાઈ હતી. રીયલ મેડ્રિડ vs માન્ચેસ્ટર સિટી વચ્ચેની આ મેચમાં 4-0ના સ્કોરથી શાનદાર જીત મેળવી માન્ચેસ્ટર સિટી ફાઇનલમાં પહોંચ્યું છે.
રીયલ મેડ્રિડ vs માન્ચેસ્ટર સિટીની લેગ – 1 સેમિફાઇનલ મેચ 1-1 થી ડ્રો રહી હતી. જયારે આજે રમાયેલી લેગ – 2 સેમિફાઇનલ મેચમાં માન્ચેસ્ટર સિટી એ 4 ગોલ કરી રીયલ મેડ્રિડ સામે ઓવરઓલ 5-1 થી જીત મેળવી છે. હવે 11 જૂનના રોજ તુર્કીયેના ઇસ્ટાનબૂલમાં માન્ચેસ્ટર સિટી અને ઇન્ટર મિલાન વચ્ચે ફાઇનલ મેચ રમાશે.
UEFA Champions Leagueની શરૂઆત વર્ષ 1955થી થઈ હતી. વર્ષ 1992થી રાઉન્ડ રોબિન ગ્રુપ સ્ટેજ અને ડબલ લેગ કનોકઆઉટ ફોર્મેટથી ફાઇનલ મેચ સુધીની ટુર્નામેન્ટ રમાઈ રહી છે. યુરોપિયન ફૂટબૉલ એસોસિયેસન ફૂટબૉલ કલબ વચ્ચે આ ટુર્નામેન્ટનું આયોજન કરતી હોઈ છે.
લેગ- 2 સેમિફાઇનલ મેચ-2ની રોમાંચક ક્ષણો
A night to remember for Man City, captured by @oppo 📲#UCLshots pic.twitter.com/yhtFrol6JA
— UEFA Champions League (@ChampionsLeague) May 17, 2023
Álvarez, Bernardo Silva or Lautaro? 🤔
Pick your goal of the week 👇 #UCLGOTW || @Heineken
— UEFA Champions League (@ChampionsLeague) May 17, 2023
https://twitter.com/ChampionsLeague/status/1658980717987082246?t=qytALsd6v9PLQckH2RFC5w&s=19
https://twitter.com/ManCity/status/1658947585749467136?t=05rjAiveUeEmVbIm2BpVEA&s=19
મિલાન અને ઇન્ટર મિલાન એ ઈટાલીયન ફૂટબૉલ ક્લબની ટીમો છે. રીયલ મેડ્રિડ એક સ્પેનિશ ફૂટબૉલ ક્લબ અને માન્ચેસ્ટર સિટી એક ઇંગ્લીશ ફૂટબૉલ ક્લબની ટીમ છે.
સેમિફાઇનલ મેચના પરિણામ ?
લેગ – 1
– રીયલ મેડ્રિડ vs માન્ચેસ્ટર સિટી – 10 મે, 12.30 AM (ડ્રો) – મિલાન vs ઇન્ટર મિલાન – 11 મે, 12.30 AM (ઇન્ટર મિલાન)
લેગ – 2
– મિલાન vs ઇન્ટર મિલાન – 17 મે, 12.30 AM ( ઇન્ટર મિલાન ) – રીયલ મેડ્રિડ vs માન્ચેસ્ટર સિટી – 18 મે,12.30 AM ( માન્ચેસ્ટર સિટી)
ફાઇનલ મેચ
– માન્ચેસ્ટર સિટી vs ઇન્ટર મિલાન – 11 જૂન, Atatürk Olympic Stadium
જાણો તમે મેચ ક્યાં જોઈ જોઈ શકાશે?
UEFA ચેમ્પિયન્સ લીગની સેમિફાઇનલ મેચનું ભારતમાં Sony Sports Ten 2 અને Sony Sports Ten 2 HD, Sony Sports Ten 3 અને Sony Sports Ten 3 HD (હિન્દી) પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. બીજી તરફ, આ મેચો મોબાઈલ પર SonyLiv, Jio TV પર લાઈવ સ્ટ્રીમ જોઈ શકાશે.