WPL 2023, DC vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીત માટે દિલ્હી સામે 151 રનનુ રાખ્યુ લક્ષ્ય, પેરીની અડધી સદી
Delhi Capitals vs Royal Challengers Bangalore Match Innings Report: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ને હજુ સુધી ટુર્નામેન્ટમાં પ્રથમ જીતનો સ્વાદ ચાખી શકી નથી.
WPL 2023 ની 11 મી મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સોમવારે રમાઈ રહેલી આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સની ટીમ આમને સામને છે. દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. આમ બેંગ્લોરની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આવી હતી. શરુઆત બેંગ્લોરની ટીમને ખરાબ રહી હતી. જેને લઈ ટીમ મોટો પડકાર નોંધાવી શકશે નહીં એ પહેલાથી અનુમાન થઈ ચુક્યુ હતુ. જોકે પેરી અને રિચાએ રમતનો ગીયર બદલતા ટીમ 150 રનનો સ્કોર નોંધાવવામાં સફળ રહી હતી.
જોકે રિચાએ રમતને ગીયર બદલી દીધો હતો.તેણે છગ્ગા જમાવતા પેરીએ પણ છગ્ગા વાળી રમત શરુ કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હજુ સુધી જીતી શક્યુ નથી. આવામાં હવે બેંગ્લોર માટે સોમવારની મેચ જીતવી જરુરી છે. દિલ્હી કેપિટલ્સની ટીમનો આત્મવિશ્વાસ જબરદસ્ત છે અને જેની સામે જીત મેળવવી એ મુશ્કેલ છે.
બેંગ્લોર માટે ખરાબ શરુઆત
ટોસ હારીને બેંગ્લોરની ટીમે બેટિંગ શરુ કરી હતી. શરુઆત ખરાબ રહી હતી, કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પાંચમી ઓવરમાં જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. મંધાના માત્ર 8 રન જ નોંધાવીને પેવેલિયન પરત ફરી હતી. મંધાના આજે રમતમાં મુશ્કેલ દેખાઈ રહી હતી. તેણે ઓપનિંગ ઓવરમાં એક પણ રન નહીં મેળવીને મેરિઝાનની ઓવર મેડન કરી દીધી હતી. મંધાના બાદ સોફી ડિવાઈ 19 બોલમાં 21 રન નોંધાવીને પરત ફરી હતી.
હેથર નાઈટે 12 બોલનો સામનો કરીને 11 રન નોંધાવ્યા હતા. બેંગ્લોરે માત્ર 4 જ વિકેટ ગુમાવી હતી. આમ છતાં દિલ્હીના બોલરો સામે રન નિકાળવામાં મુશ્કેલી અનુભવી રહેલુ જોવા મળી રહ્યુ હતુ. જોકે બાદમાં એલિસ પેરીએ રમતને સંભાળી હતી અને જેમાં રિચા ઘોષે સાથ પુરાવ્યો હતો.
એલિસ પેરીએ શાનદાર અડધી સદી નોંધાવી
બેંગ્લોરને મોટી ઈનીંગની જરુર હતી. એલિસ પેરીએ આ કામ કરી દેખાડ્યુ હતુ. મુશ્કેલ સ્થિતી દરમિયાન એલિસ પેરીએ અડધી સદી નોંધાવી હતી. તેણે ચોગ્ગા અને છગ્ગા વડે તોફાની રમત રમી હતી. રિચા ઘોષે પણ 3 છગ્ગા સાથેની ઈનીંગ વડે તોફાની રમત રમી હતી. પેરીએ 52 બોલમાં 67 રન અણનમ નોંધાવ્યા હતા. પેરીએ પાંચ છગ્ગા જમાવ્યા હતા. રિચા ઘોષે 16 બોલનો સામનો કરીને 37 રન નોંધાવ્યા હતા. તેણે 3 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા.