પુરુષોમાં પ્રજનન ક્ષમતા વધારવા શું ખાવું ?

30 Oct, 2024

મેલ ફર્ટિલિટીને લઈ અનેક લોકો ચિંતામાં હોય છે. જેને વધારવા માટે અનેક પ્રયાસો કરતાં હોય છે.

સામાન્ય રીતે આપણી બોડીમાં કેટલાક કેમિકલ રિલીઝ થતાં હોય છે.

આ કેમિકલ પુરુષોના શુક્રકોષની મોર્ફોલોજીને ઇફેક્ટ કરે છે.

રિલીઝ થતાં આ કેમિકલને ન્યૂટ્રલ કરવા એન્ટિ ઓકિસડન્ટની જરૂર પડે છે. જેથી તમારે એ જાણવું જરૂરી છે કે આ એન્ટિ ઓકિસડન્ટ શેમાંથી મળે છે ?

એન્ટિ ઓકિસડન્ટમાં કાચા ટમેટાં, અખરોટ અને આમળા એટલે કે જે ગેસ ઉપર ના રંધાયું હોય તેવી વસ્તુ માંથી ભરપૂર એન્ટિઓક્સિડન્ટ મળે છે.

જે પુરુષ પ્રેગ્નેન્સી પ્લાન કરે છે તેમણે ખોરાકમાં આ ત્રણ વસ્તુ લેવી જરૂરી છે.

આ સાથે બધી જાતના લીલા શાકભાજી ખાવા જોઈએ. સાથે બધી જાતના ફળ ખાવા જોઈએ ખાસ કરીને ખાટા ફાળો.

પુરુષ અને મહિલા કે જે પ્રેગ્નેન્સી પ્લાન કરે છે તેમણે અઠવાડિયામાં એક વાર અડદની દાળ અને ભીંડાનું શાક ખાવું જોઈએ.

પાણીના પ્રમાણની વાત કરવામાં આવે તો દિવસમાં પુરુષે 18 થી 20 ગ્લાસ પાણી પીવું જોઈએ. બહારના ઠંડા પીણાં, ફાસ્ટફૂડ ટોટલી અવોઈડ કરવું જોઈએ.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ માટે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.