World Cup 2023 : વિશ્વ વિજેતા બનવા 15 ખેલાડીઓની ટીમ લગભગ નક્કી, આ ખેલાડીઓ થશે બહાર !

5 ઓક્ટોબરથી શરૂ થનાર વનડે વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમની પસંદગી અંગે અંતિમ મોહર લાગી ગઈ છે. પાકિસ્તાન સામેની મેચ બાદ ચીફ સિલેક્ટર અગરકર, કોચ દ્રવિડ અને કેપ્ટન રોહિતની એક મિટિંગ થઈ હતી અને 15 સભ્યોના નામ પર મોહર લાગી ગઈ છે એવા અહેવાલ સામે આવ્યા છે અને ત્રણ ખેલાડીઓ સાથે મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.

World Cup 2023 : વિશ્વ વિજેતા બનવા 15 ખેલાડીઓની ટીમ લગભગ નક્કી, આ ખેલાડીઓ થશે બહાર !
World Cup 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 2:15 PM

ODI વર્લ્ડ કપ (World Cup 2023) માં ટીમ ઈન્ડિયા કેવું પ્રદર્શન કરશે તે અંગેનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. PTI અનુસાર, BCCIની પસંદગી સમિતિએ 2જી સપ્ટેમ્બરની મોડી રાત્રે તે 15 ખેલાડીઓની પસંદગી કરી છે, જેઓ વર્લ્ડ કપમાં રમી રહેલી ટીમ ઈન્ડિયા (Team India) નો ભાગ બની શકે છે. સમાચાર એ છે કે કેએલ રાહુલ આ ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે, જ્યારે સંજુ સેમસન (Sanju Samson) ને જગ્યા મળી નથી.

મેચ રદ્દ થયા બાદ થઈ મિટિંગ

રિપોર્ટ અનુસાર ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર શ્રીલંકા પહોંચ્યા હતા અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે વાતચીત કરી ટીમની પસંદગી કરી છે. ત્રણેય વચ્ચેની આ મુલાકાત એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ બાદ થઈ હતી, જે વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી.

રાહુલ દ્રવિડનો પુત્ર અંડર-19 વર્લ્ડ કપ નહીં રમી શકે? આ કારણ છે
ઘરના મંદિરમાં દેવી લક્ષ્મીની પસંદગીની આ 6 વસ્તુઓ રાખો, ધનથી ભરાઈ જશે ઘર !
પગમાં સોજા કેમ આવે છે? જાણો તેને ઠીક કરવાના ઘરેલુ ઉપચાર
B12 Vitamin : આ 4 બીજ વિટામીન B12 થી ભરપૂર છે, જાણો નિષ્ણાતો પાસેથી
Paan : મીઠા પાનમાં આવતી આ 5 વસ્તુઓ સ્વાસ્થ્ય માટે વરદાન છે
ખસખસનું સેવન કરવાથી થાય છે ખાસ લાભ

કોણ હશે વર્લ્ડ કપની ટીમમાં?

એવા અહેવાલ છે કે ODI વર્લ્ડ કપ ટીમમાંથી માત્ર સંજુ સેમસનને બહાર કરવામાં આવ્યો નથી. તેમના સિવાય તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણા પણ પોતાનું સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. આ ત્રણેય ખેલાડીઓ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ હતા. સેમસન ટીમ સાથે રિઝર્વ ખેલાડી તરીકે સંકળાયેલો હતો. ઈશાન કિશનને પાકિસ્તાન સામેની તેની ઈનિંગ્સનો ઈનામ મળ્યું છે. શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર ઉપરાંત સૂર્યકુમાર યાદવને પણ રોહિત શર્માના નેતૃત્વમાં વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું છે.

4 ઓલરાઉન્ડર, 3 ફાસ્ટ બોલર સાથે વર્લ્ડ કપની ટીમ!

ટીમમાં ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર હશે. આ ચારેયની પસંદગી પણ બેટિંગમાં ઊંડાણ ઉમેરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. આ સિવાય જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ બોલિંગમાં ભારતના પેસ આક્રમણનું નેતૃત્વ કરતા જોવા મળશે. આ સિવાય એવા સમાચાર છે કે કુલદીપ યાદવ પણ જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.

રાહુલ ફિટ, મેડિકલ ટીમે ક્લીનચીટ આપી

PTIના અહેવાલ મુજબ, પસંદગીને લઈને બેઠકમાં કેએલ રાહુલની ફિટનેસ પર ઘણી ચર્ચા થઈ હતી. મેડિકલ ટીમ દ્વારા લીલી ઝંડી આપ્યા બાદ તેની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાહુલ લાંબા સામે માટે NCAમાં હતો. હાલ તે એશિયા કપ માટેની ભારતીય ટીમમાં સામેલ છે અને ફિટનેસની સમસ્યા અને ઈજાના કારણે પ્રથમ 2 મેચમાંથી બહાર થઈ ગયો હતો.

આ પણ વાંચો : India Vs Nepal Weather Report: ટીમ ઈન્ડિયાની મેચ ફરી પૂરી નહીં થાય, આકાશી તોફાન તબાહી મચાવશે!

ટીમ પસંદ કરવાની અંતિમ તારીખ 5 સપ્ટેમ્બર

ODI વર્લ્ડ કપ માટે ટીમ પસંદ કરવાની અંતિમ તારીખ 5 સપ્ટેમ્બર છે. આ તારીખ સુધી માત્ર તમામ ક્રિકેટ બોર્ડે તેમની ટીમ ICCને સોંપવાની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય પસંદગી સમિતિ 4 સપ્ટેમ્બરની સાંજે પ્રથમ ટીમની પસંદગી કરવા જઈ રહી હતી. પરંતુ, જ્યારે મેડિકલ ટીમે રાહુલને ક્લીનચીટ આપી ત્યારે એવું માનવામાં આવતું હતું કે વધુ એક દિવસ રાહ જોવાનો કોઈ અર્થ નથી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">