Aravalli News : વાત્રક ડેમ ઓવરફ્લો થતા નદીમાં પાણી છોડાયું, માલપુરનું રખોડેશ્વર મહાદેવ જળમગ્ન, જુઓ Video
અરવલ્લીના માલપુરનું રખોડેશ્વર મહાદેવ જળમગ્ન થયુ છે. વાત્રક નદીના પાણીમાં મંદિર ગરકાવ થયા છે. મંદિરની આસપાસનો એક કિલોમીટર વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. વાત્રક ડેમ ઓવરફ્લો થતા નદીમાં પાણી છોડાયું હતુ.
હવામાન વિભાગની આગાહી અનુસાર કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસતા અનેક જળાશયોમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ત્યારે અરવલ્લીના માલપુરનું રખોડેશ્વર મહાદેવ જળમગ્ન થયુ છે. વાત્રક નદીના પાણીમાં મંદિર ગરકાવ થયા છે. મંદિરની આસપાસનો એક કિલોમીટર વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. વાત્રક ડેમ ઓવરફ્લો થતા નદીમાં પાણી છોડાયું હતુ. લગભગ 6 મહિના સુધી સ્વ્યંભૂ રખોડેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થયા છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત ચિરાગ શાહે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 2 અને 3 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના અનેક જિલ્લામાં પડશે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વાપી જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરામાં પણ વરસાદની આગાહી આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
( વીથઈન પુટ – અવનિશ ગોસ્વામી, સાબરકાંઠા )