Aravalli News : બાયડના સાઠંબા ગામેથી ઝડપાયો નકલી SDM, પોલીસ વેરિફિકેશનમાં ફૂટ્યો ભાંડો, જુઓ Video

Aravalli News : બાયડના સાઠંબા ગામેથી ઝડપાયો નકલી SDM, પોલીસ વેરિફિકેશનમાં ફૂટ્યો ભાંડો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2024 | 4:21 PM

અરવલ્લીના બાયડના સાઠંબા ગામેથી નકલી SDM ઝડપાયો છે. ઇન્દ્રાણ ગામે રાયોટિંગના ગુનાની પોલીસ પૂછપરછ વખતે ખોટી ઓળખ આપી હતી. આરોપીએ આઈકાર્ડ દર્શાવી પોતે SDM હોવાનું નિવેદન આપ્યું હતું.

રાજ્યમાં નકલી અધિકારીઓ ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. અરવલ્લીના બાયડના સાઠંબા ગામેથી નકલી SDM ઝડપાયો છે. ઇન્દ્રાણ ગામે રાયોટિંગના ગુનાની પોલીસ પૂછપરછ વખતે ખોટી ઓળખ આપી હતી. આરોપીએ આઈકાર્ડ દર્શાવી પોતે SDM હોવાનું નિવેદન આપ્યું હતું. ત્યારબાદ પોલીસે પ્રકાશ નાયી નામના શખ્સની અટકાયત કરી છે.

બાયડના સાઠંબા ગામેથી ઝડપાયો નકલી SDM

તો બીજી તરફ મહિસાગરના લુણાવાડામાં નકલી હુકમ બનાવવાની ઘટના સામે આવી છે. આદિવાસીઓની જમીન બારોબાર વેચવા કલેક્ટર કચેરીમાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરે નાયબ મામલતદાર અને કારકુનની બનાવટી સહી કરી નકલી હુકમ બનાવી સરકારી રેકર્ડ સાથે ચેડાં કર્યા હતા.

તો આ તરફ સુરતના અઠવામાં નકલી દસ્તાવેજનો બનાવવાની ઘટના સામે આવી છે. આરોપીએ સબ રજીસ્ટ્રારની કચેરીમાં અન્ય વ્યક્તિના પ્લોટના દસ્તાવેજ પ્લોટના માલિક જેવા દેખાતા વ્યકિતને મોકલી નકલી દસ્તાવેજ બનાવ્યા હતા. ત્યારબાદ આરોપીએ નકલી દસ્તાવેજ બનાવી પ્લોટ વેચી નાખ્યો હતો. પોલિસે આરોપીને યુપીથી ઝડપી પાડ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">