Dwarka News : ભારે વરસાદના પગલે સામોર ગામના કોઝવે પર પડ્યું ગાબડુ, જુઓ Video
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના સામોર ગામે ભારે વરસાદને પગલે કોઝવેમાં ગાબડું પડતા વાહનવ્યવહાર ઠપ થઇ ગયો છે. સામોર ગામે વાડી વિસ્તાર તેમજ અન્ય ગામોને જોડતો કોઝવે તૂટી લોકોને હાલાકી થઈ રહી છે.
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના સામોર ગામે ભારે વરસાદને પગલે કોઝવેમાં ગાબડું પડતા વાહનવ્યવહાર ઠપ થઇ ગયો છે. સામોર ગામે વાડી વિસ્તાર તેમજ અન્ય ગામોને જોડતો કોઝવે તૂટી જતા દૈનિક અવરજવર કરતા ખેડૂતો તેમજ સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. કોઝવે તૂટી જવાથી ખેડૂતો પોતાના ટ્રેક્ટર કે ગાડા જેવા વાહનો લઇને પસાર થઇ શકતા નથી. ત્યારે તંત્ર તાત્કાલિક ધોરણે કોઝવેનું સમારકામ કરે તેવી સામોર ગામના લોકોએ માગણી કરી છે.
ખોડેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
બીજી તરફ અરવલ્લીના માલપુર ખાતે આવેલા સ્વયંભૂ રખોડેશ્વર મહાદેવ મંદિર વાત્રક નદીના જળમાં ડૂબ્યુ.વાત્રક ડેમ ઓવરફ્લો થતા નદીમાં પાણી છોડાયું હતુ. જેના પગલે મંદિર પાણીમાં ગરકાવ થયુ છે. લગભગ 6 મહિના સુધી સ્વ્યંભૂ રખોડેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થયા છે.
Latest Videos