Gujarat News : રાજ્યમાં પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન, જગતના તાતે સર્વે કરી સહાય કરવાની કરી માગ, જુઓ Video
રાજ્યમાં પડેલા ધોધમાર વરસાદના પગલે ખેડૂતો ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. રાજકોટમાં પડેલા ધોધમાર વરસાદથી બેડી ગામમાં શાકભાજીના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે.
રાજ્યમાં પડેલા ધોધમાર વરસાદના પગલે ખેડૂતો ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. રાજકોટમાં પડેલા ધોધમાર વરસાદથી બેડી ગામમાં શાકભાજીના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદથી કોબી, ફ્લાવર, મરચી સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચતા શાકભાજીના પાક નષ્ટ પામ્યો છે.
ખેડૂતોએ સર્વે કરવાની કરી માગ
બીજી તરફ રાજકોટના ધોરાજીના તોરણીયા ગામમાં ભારે વરસાદને લીધે કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, તુવેરના પાકોને નષ્ટ પામ્યો છે. ખેડૂતોને સતત 3 વાર વાવેતર કર્યા બાદ પણ પાક નિષ્ફળ જતા ભારે નુકસાની વેરવાનો વારો આવ્યો છે. ત્યારે વડોદરાના વાઘોડિયામાં વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જતા ખેડૂતને મોટા પાયે નુકસાન વેરવાનો વારો આવ્યો છે. પપૈયા, કેળ, મરચી તેમજ શાકભાજીના ઉભા પાક નષ્ટ પામતા ખેડૂતો સર્વે કરી સહાય ચુકવવા ખેડૂતોની માગ કરી રહ્યા છે.
Latest Videos
Latest News