Surendranagar News : ભારે વરસાદના પગલે સીરામીક ઉદ્યોગને થયુ મોટુ નુકસાન, જુઓ Video
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઇ છે. સુરેન્દ્રનગર ખાતે થાન સિરામિક ઉધોગોના એકમોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા સીરામીક ઉદ્યોગને મોટુ નુકસાન થયુ છે.
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઇ છે. સુરેન્દ્રનગર ખાતે થાન સિરામિક ઉધોગોના એકમોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા સીરામીક ઉદ્યોગને મોટુ નુકસાન થયુ છે. થાનમાં બ્રિજ બનાવાના કામમાં વિલંબ થતા કારખાનાઓમાં પાણી ભરાયા છે.
યોગ્ય ડાયવર્ઝન ન આપ્યુ હોવાને કારણે પાણી ભરાયાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. એકમોમાં ભરેલા કાચા માલ અને સાધન સામગ્રીને નુકસાન થયુ છે. તંત્રની બેદરકારીને કારણે વરસાદી પાણીનો નિકાલ નહીં થયો. વરસાદ બંધ થયો છે છતા પાણી ઓસર્યા નથી.ઉદ્યોગકારોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે.
બીજી તરફ ભરુચના જંબુસર તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારમાં હજુ પાણી ઓસર્યા નથી. મગણાદ અને કુંઢળ ગામ જળમગ્ન બન્યુ છે. મહાપુરા, ખાનપુર સહિતના ગામોમાં હજુ પૂરના પાણી ઓસર્યા નથી, ઢાઢર નદીના પાણીથી સમગ્ર વિસ્તારમાં તબાહી સર્જાઈ છે. જંબુસરના ગ્રામ્યપંથકમાં ખેતીને ભારે નુકસાન પહોંચ્યુ છે.