World Cup 2023: કુલદીપ યાદવની કિસ્મત ચમકાવનાર બાબા બાગેશ્વરના ચહલે કર્યા દર્શન, શું હવે ચમકશે યુઝવેન્દ્રનું નસીબ? જુઓ Video

કુલદીપ યાદવ બાદ હવે યુઝવેન્દ્ર ચહલે પણ બાગેશ્વર બાબાના દર્શન કર્યા. તે બાબાને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા. ખાસ વાત એ છે કે ચહલની બાગેશ્વર બાબા સાથે મુલાકાત ત્યારે થઈ જ્યારે ટીમ ઈન્ડિયાની ODI વર્લ્ડ કપ માટે પસંદગી થવાની છે. આવા સમયે બાબાના દર્શને પહોંચ્યા બાદ હવે ચહલની ક્રિકેટ કારકિર્દીમાં શું વણાંક આવે છે એ જોવાનું રહ્યું. આ પહેલા કુલદીપ જ્યારે બાબાના દર્શને પહોંચ્યો તે પહેલા તેની કારકિર્દીનો પણ ખરાબ સામે ચાલી રહ્યો હતો, જે બાદ તેણે દમદાર પ્રદર્શન કરી ટીમમાં પોતાનું સ્થ વધુ મજબૂત બનાવ્યું હતું. હવે ચહલ સાથે શું થાય છે એ જોવાનું રહ્યું.

World Cup 2023: કુલદીપ યાદવની કિસ્મત ચમકાવનાર બાબા બાગેશ્વરના ચહલે કર્યા દર્શન, શું હવે ચમકશે યુઝવેન્દ્રનું નસીબ? જુઓ Video
Yuzvendra Chahal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 9:20 AM

બાગેશ્વર બાબા (Baba Bageshwar) ની મુલાકાત લેનારાઓમાં હવે વધુ એક ક્રિકેટરનું નામ જોડાયું છે. કુલદીપ યાદવ (Kuldeep Yadav) બાદ હવે યુઝવેન્દ્ર ચહલે પણ બાગેશ્વર ધામ સરકારની મુલાકાત લીધી હતી. તેણે સીકરમાં બાબાની મુલાકાત લીધી અને તેમના આશીર્વાદ લીધા હતા. હવે સવાલ એ છે કે યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ની કિસ્મત પણ કુલદીપ યાદવની જેમ ચમકશે? શું તેની કારકિર્દી પણ કુલદીપની જેમ આગળ વધશે?

ચહલ બાગેશ્વર બાબાને મળ્યો

વાસ્તવમાં, કુલદીપ યાદવની ઉતારચઢાવભરી કારકિર્દીએ પણ બાગેશ્વર બાબાને મળ્યા પછી જ સાચો રસ્તો પકડ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પહેલા તે બાગેશ્વર બાબાના દર્શને ગયો હતો, જે બાદ તેણે વેસ્ટ ઈન્ડિઝમાં ટીમ ઈન્ડિયા તરફથી સારું પ્રદર્શન કર્યું હતું અને આ જ ટોપ ક્લાસ પ્રદર્શનનું પરિણામ એ છે કે કુલદીપ અત્યારે એશિયા કપ રમી રહ્યો છે. તે ભારતની પ્લેઈંગ ઈલેવનનો ભાગ છે.

ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?
Skin Care : ક્યાં વિટામીનની ઉણપને કારણે દાદર થાય છે? જાણો એક્સપર્ટ પાસેથી
આજનું રાશિફળ તારીખ 14-09-2024
આ ખેલાડીઓએ સિક્સર ફટકાર્યા વિના ફટકારી ઘણી સદી
કરોડોની કમાણી કરનાર રોહિત શર્માનો ભાઈ આ ખાસ બિઝનેસ ચલાવે છે

ચહલની કારકિર્દી પર લાગ્યું છે ગ્રહણ!

કુલદીપ યાદવના જેવી જ હાલત અત્યારે યુઝવેન્દ્ર ચહલની છે. તે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયો હતો પરંતુ ત્યાં તેને તમામ મેચ રમવાની તક મળી ન હતી. આ સિવાય તેનું પ્રદર્શન પણ સામાન્ય રહ્યું હતું. પરંતુ, સૌથી ખરાબ બાબત ત્યારે બની જ્યારે તે એશિયા કપ માટે પણ ટીમ ઈન્ડિયામાં પસંદ ન થયો. આ બધી સમસ્યાઓનું નિરાકરણ મેળવવા ચહલ બાગેશ્વર બાબાના દરબારમાં પહોંચ્યો છે.

બાબા દરેકની ખુશી ઈચ્છે છે : ચહલ

બાગેશ્વર બાબાના દર્શન કર્યા બાદ યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે તેણે બાબાને બરાબર જોયા અને સાંભળ્યા હતા. બાબા દરેક માટે સુખ ઈચ્છે છે. ચહલ બાબાને મળ્યા બાદ ખુશ જણાતો હતો. જોકે તે બાબાના દર્શન કરવા એકલો જ પહોંચ્યો હતો. તેની સાથે અન્ય ક્રિકેટર, પરિવારના સભ્ય અને તેની પત્ની ધનશ્રીમાંથી કોઈ જ સાથે ન હતું.

આ પણ વાંચો : IND vs PAK: પાકિસ્તાની બોલરોની પિટાઈ દરમિયાન સ્ટેડિયમમાં ‘રામ સિયા રામ’ના નાદ ગુંજ્યા, જુઓ Video

વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી પહેલા લીધી મુલાકાત

ચહલના ચહેરાની ચમક જણાવી રહી છે કે તે બાગેશ્વર બાબાને જોઈને ખુશ છે. પરંતુ, આ મુલાકાતનો શું ફાયદો થશે, તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. અત્રે નોંધનીય બાબત એ છે કે વર્લ્ડ કપ માટે ટીમ સિલેક્શનના 2 દિવસ પહેલા જ તેણે બાબાના દર્શન કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, વનડે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 5 સપ્ટેમ્બરે થઈ શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">