આજનું હવામાન : ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં ખાબક્શે અનરાધાર વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 6 દિવસ વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. આજથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 6 દિવસ વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. આજથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા છે. જેના પગલે અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાત ચિરાગ શાહે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 2 અને 3 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના અનેક જિલ્લામાં પડશે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વાપી જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરામાં પણ વરસાદની આગાહી આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.