વિરાટ કોહલી સાથે સારા સંબંધો કેમ જરૂરી છે? ગૌતમ ગંભીરે જણાવ્યું કારણ

|

Sep 18, 2024 | 5:48 PM

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાશે. આ મેચ પહેલા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે તે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવા માંગે છે. જાણો તેણે આવું કેમ કહ્યું?

વિરાટ કોહલી સાથે સારા સંબંધો કેમ જરૂરી છે? ગૌતમ ગંભીરે જણાવ્યું કારણ
Virat Kohli & Gautam Gambhir (Photo PTI)

Follow us on

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ઘણા મહત્વપૂર્ણ નિવેદન આપ્યા છે. જેમાં તેણે સૌથી મહત્વની વાત જણાવી કે તેના માટે વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓ સાથે સારા સંબંધો જાળવવા કેમ જરૂરી છે.

કોચ ગંભીરે કહી મોટી વાત

ગંભીરે કહ્યું કે થોડા સમય પહેલા સુધી કોહલી ભારતીય ડ્રેસિંગ રૂમમાં રોહિત અને આર અશ્વિન જેવા ખેલાડીઓ સાથે શેર કરતો હતો પરંતુ હવે તે અલગ ભૂમિકામાં છે. ગંભીરે કહ્યું કે કોચ તરીકે તેના શરૂઆતના દિવસો છે પરંતુ સારી વાત એ છે કે તે સિનિયર ખેલાડીઓ સાથે રમ્યો છે, ત્યારે આ ખેલાડીઓ યુવા હતા પરંતુ હવે વિરાટ-રોહિત અનુભવી બની ગયા છે.

સિનિયર ખેલાડીઓ સાથે સારા સંબંધો જરૂરી

ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું કે તે આગામી કેટલાક વર્ષોમાં સિનિયર ખેલાડીઓ સાથે મજબૂત સંબંધો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગંભીરે કહ્યું કે આગળ મોટા પડકારો છે અને તેના માટે સારા સંબંધો જરૂરી છે. ગંભીર અને વિરાટના સંબંધો સારા ન હોવાની વાતો અનેકવાર સોશિયલ મીડિયા પર ચાલતી રહે છે, પરંતુ ગંભીરે કહ્યું કે આ બિલકુલ સાચું નથી. તેણે કહ્યું કે તમામ ખેલાડીઓના ડ્રેસિંગ રૂમમાં સારા સંબંધો છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ગંભીર-વિરાટની વાતચીત

BCCIએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી એકબીજા સાથે વાત કરી રહ્યા છે. ગૌતમ ગંભીરે હાલમાં જ વિરાટ કોહલીને સમ્રાટ કહ્યો હતો અને હવે તેણે તેની કેપ્ટનસીના વખાણ પણ કર્યા હતા. ગંભીરે કહ્યું કે વિરાટ કોહલી ટેસ્ટ કેપ્ટન તરીકે એટલો સફળ રહ્યો કારણ કે તેણે ઝડપી બોલરો પર કામ કર્યું. ગંભીરે વિરાટને બોલરોનો કેપ્ટન કહ્યો. તેણે વિરાટ કોહલીની 183 રનની ઈનિંગ્સને પણ વર્ણવી હતી જે તેણે પાકિસ્તાન સામે રમી હતી તે અત્યાર સુધીની સૌથી મહાન ભારતીય ઈનિંગ્સ હતી.

ગંભીરે લીધો મોટો નિર્ણય

જો કે બાંગ્લાદેશ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલા ગૌતમ ગંભીરે વધુ એક મોટો નિર્ણય લીધો છે. તેણે જાહેરાત કરી કે સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ સારા ખેલાડી છે પરંતુ તેઓ પ્રથમ ટેસ્ટમાં નહીં રમે. ગંભીરે કહ્યું કે તે કોઈને છોડી રહ્યો નથી, તે માત્ર શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનને પસંદ કરી રહ્યો છે.

આ પણ વાંચો: ‘આજકાલ નિવૃત્તિ મજાક બની ગઈ છે’… T20ને અલવિદા કહી ચૂકેલા રોહિત શર્માનું મોટું નિવેદન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 5:47 pm, Wed, 18 September 24

Next Article