Salil Ankola: કોણ છે સલિલ અંકોલા? જેમને ટીમ ઈન્ડિયાના નવા સિલેક્ટર તરીકે પસંદ કરાયા

|

Jan 12, 2023 | 3:33 PM

Who is Salil Ankola:BCCIએ ભારતીય સિનિયર ક્રિકેટ ટીમની નવી પસંદગી સમિતિમાં સલિલ અંકોલાને સામેલ કર્યો છે. સલિલની પસંદગી પશ્ચિમ ઝોનમાંથી કરવામાં આવી છે. જાણો બોલિવૂડના ક્રિકેટ સાથે સલિલ અંકોલાના શું સંબંધ છે?

Salil Ankola: કોણ છે સલિલ અંકોલા? જેમને ટીમ ઈન્ડિયાના નવા સિલેક્ટર તરીકે પસંદ કરાયા
સલિલ અંકોલાએ સચિન સાથે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું
Image Credit source: Instagram

Follow us on

મહાન ક્રિકેટર સચિન તેંડુલકર સાથે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી,મહારાષ્ટ્રના ફાસ્ટ બોલર ડેબ્યુ મેચમાં હેટ્રિક એક વર્ષમાં શાનદાર રમતથી ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી.આ ખેલાડીનું નામ છે સલિલ અંકોલા. BCCIએ ભારતીય સિનિયર ક્રિકેટ ટીમની નવી પસંદગી સમિતિમાં સલિલ અંકોલાને સામેલ કર્યા છે. સલીલનું જીવન પડકારોથી ભરેલું રહ્યું છે. ક્રિકેટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ પણ તેને તે ઓળખ મળી ન હતી. બાદમાં સલીલે બોલિવૂડમાં પ્રવેશ કર્યો, જોકે અહીં પણ તેના નસીબે તેનો સાથ ન આપ્યો અને તેને ટીવી તરફ વળવું પડ્યું.

Live-in Relationships માં રહેતા લોકોએ રજીસ્ટ્રેશન ન કરાવ્યું તો થશે સજા !
મુનાવર ફારૂકીના જન્મદિવસ પર પત્નીએ શેર કરી રોમેન્ટિક તસવીરો
Dog Loses Bonus: : શ્વાનને ફરજ દરમિયાન ઊંઘવું પડ્યું મોંઘું, કાપી લેવામાં આવ્યું બોનસ
Mauni Amavasya 2025 : મૌની અમાવસના દિવસે આ 3 રાશિઓને થશે મોટો લાભ, 50 વર્ષ પછી બનશે દુર્લભ સંયોગ
છોલે ભટુરે નહીં, વિરાટે દિલ્હી પહોંચતા જ આ ખાસ વાનગી ખાધી
સદગુરુ એ જણાવ્યું, જમવા સાથે પાણી પીવું જોઈએ કે નહીં ? જુઓ Video

સલિલ અંકોલાએ સચિન સાથે ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું

સલિલ અંકોલા મહારાષ્ટ્રમાં ક્રિકેટનું મોટું નામ હતું. સલિલનું નામ ફાસ્ટ બોલરોની યાદીમાં સામેલ છે. સલીલે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી સચિન તેંડુલકર સાથે શરૂ કરી હતી. સલિલ અંકોલાએ 1988-89માં ગુજરાત સામે હેટ્રિક સાથે ડેબ્યૂ કર્યું હતું અને તેની આગલી જ મેચમાં બરોડા સામે 6 વિકેટ લીધી હતી.સલિલની શાનદાર રમત જોઈને 1989માં પાકિસ્તાનના પ્રવાસ માટે ભારતીય ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

તેણે ટીમ ઈન્ડિયા માટે 1 ટેસ્ટ મેચ અને 20 વનડે રમી છે. જોકે, ઈજા અને ફોર્મના અભાવને કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. સલિલે ભારત માટે છેલ્લી મેચ વર્ષ 1997માં સાઉથ આફ્રિકા સામે રમી હતી.

 

 

અભિનયમાં કારકિર્દીની શરૂઆત કરી

ક્રિકેટ જગતમાં ખાસ ઓળખ ન મળવાથી હતાશ થયેલા સલિલ અંકોલાએ અભિનય ક્ષેત્રે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સલિલના શાનદાર શરીર અને વ્યક્તિત્વના કારણે તેને ફિલ્મો અને ટીવી સિરિયલોની ઓફર મળવા લાગી. સલિલે સંજય દત્ત સાથેની ફિલ્મ ‘કુરુક્ષેત્ર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે ‘પિતા’, ‘ચુરા લિયા હૈ તુમને’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. સલિલે CID, સાવધાન ઈન્ડિયા, કોરા કાગળ સહિત 25 થી વધુ સિરિયલોમાં કામ કર્યું છે. સલિલ 2006માં બિગ બોસમાં પણ જોવા મળ્યો હતો.

વર્ષ 2010માં સલિલના જીવનમાં ઘણી ઉથલપાથલ થઈ હતી. તેણે તેની પત્નીને છૂટાછેડા આપી દીધા અને દારૂની લત લાગી ગઈ. જો કે, આ મુશ્કેલ સમયમાંથી બહાર આવ્યા પછી, સલિલે ફરી એકવાર ક્રિકેટની દુનિયામાં પ્રવેશ કર્યો અને વર્ષ 2020 માં, તેને મુંબઈ ક્રિકેટ ટીમનો પસંદગીકાર બનાવવામાં આવ્યો.

ભારતીય ટીમના પસંદગીકાર બન્યા

હવે BCCIએ સલિલ અંકોલાને ભારતીય સિનિયર ક્રિકેટ ટીમના પસંદગીકારોમાં સામેલ કર્યા છે. તેમની પસંદગી પશ્ચિમ ઝોનમાંથી કરવામાં આવી છે. સલિલ અગાઉ મુંબઈ ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર રહી ચૂક્યો છે.

Next Article