ચેતન શર્મા ફરી બન્યા ભારતીય ટીમના ચીફ સિલેક્ટર, BCCIએ જાહેર કરી નવી સિલેક્શન કમિટી
આ સમિતિમાં 4 સભ્યો નવા છે. જયારે મુખ્ય પસંદગીકાર તરીકે ફરી ચેતન શર્માને સ્થાન આપવામાં આપવામાં આવ્યું છે. લગભગ 50 દિવસ બાદ ભારતીય ક્રિકેટ ટીમ માટે નવી પસંદગી સમિતિની જાહેરાત કરવામાં આવી છે.
લગભગ 50 દિવસ બાદ ભારતીય ક્રિકેટ ટીમ માટે નવી પસંદગી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આજે શનિવારે 5 સદસ્યોવાળી ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતિની જાહેરાત કરી છે. આ સમિતિમાં 4 સભ્યો નવા છે. જયારે મુખ્ય પસંદગીકાર તરીકે ફરી ચેતન શર્માને સ્થાન આપવામાં આપવામાં આવ્યું છે.જણાવી દઈએ કે આ પહેલાની પસંદગી સમિતિમાં પણ મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા છે. છેલ્લા 2 વારના ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનને કારણે બીસીસીઆઈ અને પસંદગી સમિતિને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તે હાર બાદ બીસીસીઆઈએ નવી પસંદગી સમિતિ બનાવવાની જાહેરાત કરીને જૂની પસંદગી સમિતિને બરખાસ્ત કરી હતી. ત્યાર બાદ હવે બીસીસીઆઈ દ્વારા નવી પસંદગી સમિતિ જાહેર કરવામાં આવી છે.
આજે શનિવારના રોજ બીસીસીઆઈ દ્વારા પ્રેસ રિલીઝ જાહેર કરીને નવી પસંદગી સમિતિની જાણકારી આપવામાં આવી છે. નવી સમિતિમાં ફક્ત ચેતન શર્મા જૂના ચહેરા છે, બાકીના તમામ સભ્યો નવા છે. સમિતિના 5 પૈકીના 4 સભ્યો પહેલીવાર સીનિયર પસંદગી સમિતિનો ભાગ બનવા જઈ રહ્યા છે. બાકીના 4 સભ્યોમાં પૂર્વ ટેસ્ટ ક્રિકેટર સલિલ અંકોલા, શિવ સુંદર દાસ, સુબ્રતો બનર્જી અને શ્રીધરન શરતને સ્થાન આપવામાં આવ્યું છે.
NEWS 🚨- BCCI announces All-India Senior Men Selection Committee appointments.
Mr Chetan Sharma recommended for the role of Chairman of the senior men’s selection committee.
More details 👇👇https://t.co/K5EUPk454Y
— BCCI (@BCCI) January 7, 2023
600 અરજીઓમાંથી 11 અરજીઓ થઈ હતી શોર્ટલિસ્ટ
ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા ટી20 વર્લ્ડ કપની સેમિફાઈલનમાં મળેલી હાર બાદ બીસીસીઆઈ દ્વારા કાર્યકાળ પૂરો થાય તે પહેલા ત પસંદગી સમિતિને બરખાસ્ત કરવામાં આવી હતી. બીસીસીઆઈએ 18 નવેમ્બર, 2022ના રોજ નવી પસંદગી સમિતિ બનવવાની જાહેરાત કરી હતી અને તેના માટેની અરજી પણ મંગાવી હતી. આ જાહેરાત બાદ બીસીસીઆઈને 600 જેટલી અરજીઓ આવી હતી. આ 600 અરજીઓમાંથી 11 લોકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. આ શોર્ટલિસ્ટ થયેલા લોકોના ઈન્ટવ્યૂ કર્યા બાદ નવી સમિતિની જાહેરાત કરવામાં આવી છે.
ચેતન શર્માની સત્તા બરકરાર
ચેતન શર્મા ફરી એકવાર પોતાની ખુર્શી બચવવાના કામમાં સફર રહ્યા છે. જૂની પસંદગી સમિતિમાંથી ચેતન શર્મા સિવાય હરવિંદર સિંહે પણ અરજી કરી હતી. જોકે હરવિંદર સિંહને આ વખતે ટીમમાં સ્થાન મળ્યું નથી. જણાવી દઈએ કે. 1 જાન્યુઆરીના રોજ બીસીસીઆઈએ ભારતીય ટીમના પ્રદર્શનની સમીક્ષા અને વર્ષ 2023ના રોડમેપ માટે બેઠક કરી હતી, જેમાં ચેતન શર્મા પર સામેલ હતા. તેમની હાજરીએ તેમની વાપસીના સંકેત પહેતાથી જ આપી દીધા હતા.