પાકિસ્તાનમાં વિરાટ કોહલીનો જબરદસ્ત ક્રેઝ, VIDEO જોઈને તમે પણ કહેશો આવું પાગલપન ?
ભારતમાં વિરાટ કોહલીના લાખો ચાહકો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈ કહી શકાય કે, વિરાટના ચાહકો માત્ર ભારતમાં જ નહિ પાકિસ્તાનમાં પણ છે.
વિરાટ કોહલી આજે ક્રિકેટના બ્રાન્ડ એમ્બેસેડરથી ઓછો નથી. તે હાલ ભારતમાં બાંગ્લાદેશ સામેની સીરિઝને લઈ તૈયારી કરી રહ્યો છે ,પરંતુ તેમ છતાં તેનો ક્રેઝ આખી દુનિયામાં છે. ભારતમાં તો તેના ચાહકો કરોડોની સંખ્યામાં છે પરંતુ તમે નહિ જાણતા હોય પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ તેના કરોડો નહિ લાખો ચાહકો છે. જે ફરી એકવખત સાબિત થયું છે.
પાકિસ્તાનમાં રમાઈ રહેલ ચેમ્પિયન વનડે કપમાં વિરાટ કોહલીના ચાહકો જોવા મળ્યા છે, તે પણ હાથમાં વિરાટ કોહલીની જર્સીના નંબર સાથે. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈ તમે પણ કહેશે શું વાત છે.
પાકિસ્તાનમાં જોવા મળ્યા વિરાટના ચાહકો
ક્રિકેટની દુનિયામાં ભારતમાં તો વિરાટ કોહલીના ચાહકો છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ વિરાટ કોહલીનો જલવો છે. હાલમાં ફૈસલાબાદમાં ચેમ્પિયન કપ દરમિયાન જોવા મળ્યું છે. ઈકબાલ સ્ટેડિયમમાં એક ચાહક સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની જર્સી લહેરાવતો જોવા મળ્યો હતો. એક ચાહક વિરાટના નામ અને નંબર 18 લખેલી ભારતીય જર્સી પકડી ઉભો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
A Fan Waving Kohli’s Jersey at Babar Azam’s home ground in Faisalabad. #BabarAzam #ViratKohli pic.twitter.com/IQH4J5TpJS
— Aman (@AMANKOHLIFIED18) September 15, 2024
વિરાટ ક્યારે પણ પાકિસ્તાનમાં ક્રિકેટ રમ્યો નથી
ખાસ વાત એ છે કે, વિરાટ ક્યારે પણ પાકિસ્તાનમાં ક્રિકેટ રમ્યો નથી. વિરાટ કોહલીએ પોતાનું ઈન્ટરનેશનલ કરિયર વર્ષ 2008માં શરુ કર્યું હતુ,ત્યારથી લઈ અત્યારસુધી ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. હવે પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી રમાવાની વાત થઈ રહી છે પરંતુ આના પર હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આઈસીસીએ ચેમ્પિયન ટ્રોફીની મેજબાની પાકિસ્તાનને આપી છે પરંતુ બીસીસીઆઈ અને ભારત સરકાર તરફથી હજુ સુધી ભારતીય ટીમને પાકિસ્તાન જવાની પરવાનગી મળી નથી. જો ટીમ પાકિસ્તાન જાય છે તો વિરાટ કોહલી સહિત અન્ય ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પહેલી વખત પાકિસ્તાનમાં રમશે પરંતુ આની સંભાવના ખુબ ઓછી જોવા મળી રહી છે.
હાલમાં કોહલી ચેન્નાઈનમાં છે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટેસ્ટ સીરિઝની તૈયારીમાં છે. જેની પહેલી મેચ 19 સપ્ટેમબરના રોજ રમાશે. વિરાટ કોહલી આ સીરિઝમાં અનેક નવા રેકોર્ડ પોતાને નામ કરશે.