IPL 2024 : વિરાટ કોહલીએ મોહમ્મદ સિરાજને વેઈટર કહ્યો અને રજત પાટીદારને ગાળો આપી, જાણો કેમ?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો બેટ્સમેન વિરાટ કોહલી આ સિઝનમાં માત્ર રન જ નથી બનાવી રહ્યો પરંતુ તે મેદાનની બહાર પણ અલગ જ રંગમાં જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને RCBના ખેલાડીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દરેક લોકો ખૂબ જ મસ્તી કરી રહ્યા છે. વિરાટ કોહલી મોહમ્મદ સિરાજને વેઈટર કહી કહ્યો છે અને રજત પાટીદારને ગાળો આપી રહ્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે IPL 2024 કંઈ ખાસ નહોતું. આ ટીમ પ્લેઓફની રેસમાં ઘણી પાછળ છે, જો કે તેની આશા હજુ પૂરી થઈ નથી. પરંતુ આ ટીમનો અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી જોરદાર રન બનાવી રહ્યો છે. વિરાટે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 542 રન બનાવ્યા છે અને તે ઓરેન્જ કેપની રેસમાં ટોપ પર છે. વિરાટ કોહલી માત્ર મેદાન પર જ ફોર્મમાં નથી, આ ખેલાડી મેદાનની બહાર પણ અલગ જ રંગમાં જોવા મળે છે. હાલમાં વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે પોતાના સાથી ખેલાડીઓ સાથે ખૂબ જ મસ્તી કરી રહ્યો છે.
સિરાજને વેઈટર કહ્યો, પાટીદારને ગાળો આપી
વિરાટ કોહલી અને RCBના અન્ય ખેલાડીઓ એક એડ શૂટ કરતા જોવા મળ્યા હતા અને આ દરમિયાન દિગ્ગજ ખેલાડી અલગ જ રંગમાં જોવા મળ્યો હતો. વિરાટ કોહલીએ મોહમ્મદ સિરાજને વેઈટર કહ્યો અને રજત પાટીદારને ગાળો આપી. વિરાટ કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
No BTS person was harmed in the making of this video @imVkohli @RCBTweets
Grab your PUMA x RCB jerseys, only at https://t.co/t5jvtFiEYg, App & Stores.#PUMAxRCB #PBKSvRCB pic.twitter.com/tooBFnmNtp
— PUMA Cricket (@pumacricket) May 9, 2024
ધર્મશાળામાં વિરાટ પર રહેશે નજર
RCBએ હાલ પંજાબ કિંગ્સ સામે ધર્મશાલામાં મેચ રમી રહી છે. આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે કારણ કે પ્લેઓફમાં પહોંચવાની રેસમાં રહેવા માટે પંજાબ અને RCB બંનેને બાકીની મેચો જીતવી પડશે. આ મેદાન પર ફરી એકવાર ધ્યાન વિરાટ કોહલી પર રહેશે જે શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આ જ સિઝનમાં વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સના બોલરો પર તબાહી મચાવી હતી. 25 માર્ચે રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ 49 બોલમાં 77 રનની ઈનિંગ રમી હતી અને RCBએ 177 રનનો ટાર્ગેટ 4 બોલમાં પહેલા જ ચેઝ કરી લીધો હતો. RCB ફરી પંજાબને હરાવવા પ્રયાસ કરશે.
આ પણ વાંચો : કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ છોડી RCBમાં જોડાશે? IPL 2024માં અચાનક શું થવા લાગ્યું