કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ છોડી RCBમાં જોડાશે? IPL 2024માં અચાનક શું થવા લાગ્યું
કેએલ રાહુલની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ખરાબ રીતે પરાજય પામી હતી. હૈદરાબાદે 166 રનનો ટાર્ગેટ માત્ર 9.4 ઓવરમાં મેળવી લીધો હતો. આ મોટી હાર બાદ કેએલ રાહુલ ટીમના માલિક સંજીવ ગોયન્કા સાથે વાત કરતો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ લોકો કેએલ રાહુલને લખનૌ છોડવાની સલાહ આપી રહ્યા છે.
બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સ સામે શાનદાર જીત નોંધાવી. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 165 રન બનાવ્યા અને જવાબમાં હૈદરાબાદે 9.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી મેચ 10 વિકેટે જીતી લીધી. મેચ બાદ લખનૌનો કેપ્ટન કેએલ રાહુલ ખૂબ જ નિરાશ દેખાતો હતો. આ નિરાશા ત્યારે વધુ વધી જ્યારે ટીમના માલિક સંજીવ ગોયન્કા તેના પર ગુસ્સે થતા જોવા મળ્યા. ગોએન્કાનું વલણ થોડું આક્રમક હતું અને રાહુલ ચૂપચાપ સાંભળી રહ્યો હતો. આ જોઈ ક્રિકેટ ફેન્સ ગુસ્સે થયા હતા અને રાહુલને LSG છોડી RCBમાં જોડાવા કહી રહ્યા છે.
‘લખનૌ છોડી રાહુલે RCBમાં જોડાઈ જવું જોઈએ!
રાહુલ અને સંજીવ ગોયન્કા સાથેના એપિસોડ પછી લોકો આ ખેલાડી સાથે ઉભા જોવા મળે છે. લોકો માને છે કે કેએલ રાહુલ જેવા મોટા ખેલાડી સાથે આ બધું ન થવું જોઈએ. આ કારણે સોશિયલ મીડિયા પર એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કેએલ રાહુલે તરત જ લખનૌ સુપર જાયન્ટ્સ છોડીને RCBમાં જોડાઈ જવું જોઈએ. રસપ્રદ વાત એ છે કે કેએલ રાહુલે તેની IPL કારકિર્દી RCB ટીમ સાથે જ શરૂ કરી હતી પરંતુ એક સિઝન રમ્યા બાદ તેને રીલીઝ કરી દેવામાં આવ્યો હતો.
Come to RCB @klrahul ❤️
Karnataka people thrive for local players like you in chinnaswamy, you’ll get the biggest cheer than any other RCB player, just join @RCBTweets and be the captain too pic.twitter.com/fnUJ69KpLs
— Stan RSY ᵀᵒˣᶦᶜ | ᴿᶜᴮ (@rsy_stan) May 9, 2024
Money can never buy you cricket sense. Come to RCB . pic.twitter.com/sbrpR1VJi5
— Dr.Duet (@Drduet56) May 9, 2024
શું રાહુલને ઠપકો આપવામાં આવ્યો?
લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કા દ્વારા કેએલ રાહુલને ઠપકો આપવામાં આવ્યો છે કે કેમ તે હજુ સુધી સામે આવ્યું નથી. જોકે, જ્યારે તેઓ રાહુલ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે તેમની સ્ટાઈલ ચોક્કસપણે થોડી આક્રમક હતી. કેએલ રાહુલની પ્રતિક્રિયા પણ એવી હતી કે જાણે તે કંઈક સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય. લખનૌની પ્લેઓફમાં પહોંચવાની આશા હજુ પૂરી થઈ નથી. આ ટીમે 12માંથી 6 મેચ જીતી છે. લીગની બે મેચ બાકી છે અને જો તે બંને જીતે તો લખનૌની ટીમ પ્લેઓફમાં પહોંચી શકે છે.
આ પણ વાંચો : IPL 2024 : કેએલ રાહુલ પાસેથી ઘણું બધું છીનવી લેનાર 23 સેકન્ડનો વીડિયો, બોસે પણ બધાની સામે આપ્યો ઠપકો