AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP vs RCB Live Score, WPL 2023 Highlights: બેંગ્લોરે ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત, યુપીનો પાંચ વિકેટે પરાજય

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 10:58 PM
Share

UP Warriorz vs Royal Challengers Bangalore Live Score in Gujarati Highlights: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટૂર્નામેન્ટમાં આ પહેલા 5માંથી 5 મેચ હાર્યુ છે. યુપી વોરિયર્સ 5માંથી 2 મેચ જીત્યુ છે અને 3 મેચ હાર્યુ છે.

UP vs RCB Live Score, WPL 2023 Highlights: બેંગ્લોરે ટૂર્નામેન્ટમાં મેળવી પ્રથમ જીત, યુપીનો પાંચ વિકેટે પરાજય
WPL 2023: UP vs RCB Live Score today

WPL 2023 ની 13મી મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રમાઈ રહી છે. યુપી વોરિયર્સ પ્લેઓફમાં સ્થાન મેળવવા માટેની આશાઓને જીવંત રાખવા માટે બાકીની મેચોમાં પુરો દમ લગાવતા જોવા મળી શકે છે. બીજી તરફ હવે બેંગ્લોરની ટીમ ટૂર્નામેન્ટમાં હજુ સુધી પોતાની પ્રથમ જીત મેળવી શકી નથી. સ્મૃતિ મંધાનાની આગેવાની ધરાવતી બેંગ્લોરની ટીમ અત્યાર સુધીમાં પાંચ મેચો ટૂર્નામેન્ટમાં રમી છે, આ તમામ મેચોમાં હાર મેળવી છે. બેંગ્લોર પોતાની પ્રથમ જીતની ખુશીઓનો અહેસાસ કરવા માટે બેતાબ છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ Playing 11

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડેવાઇન, એલિસ પેરી, હીથર નાઈટ, દિશા કસાટ, રિચા ઘોષ, કનિકા આહુજા, શ્રેયંકા પાટિલ, મેગન શુટ, રેણુકા સિંહ, શોભના આશા

યુપી વોરિયર્સ: એલિસા હીલી (કેપ્ટન), શ્વેતા સેહરાવત, તાલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા, સિમરન શેખ, કિરણ નવગીરે, ગ્રેસ હેરિસ દેવિકા વૈદ્ય, સોફી એક્લેસ્ટન, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 15 Mar 2023 10:49 PM (IST)

    WPL today match score: બેંગ્લોરે મેળવી જીત

    બેંગ્લોરની પ્રથમ જીત વધુ નજીક રિચા ઘોષે કરી દીધી હતી અને શાનદાર વિજય મેળવ્યો હતો. 18મી ઓવરના પ્રથમ બોલ પર રિચાએ છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે આગળના બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 15 Mar 2023 10:47 PM (IST)

    WPL today match score: શ્રેયંકાએ ચોગ્ગો જમાવ્યો

    17મી ઓવરના અંતિમ બોલ પર શ્રેયંકા પાટિલે ચોગ્ગો જમાવ્યો હતો. ઓવરમાં બેંગ્લોરને 5 રન મળ્યા હતા. એકલસ્ટનનો બોલ પર તેણે આ બાઉન્ડરી મેળવી હતી.

  • 15 Mar 2023 10:44 PM (IST)

    UP vs RCB today: કણિકા આહૂજા આઉટ

    17મી ઓવરમાં કણિકા આહૂજાએ વિકેટ ગુમાવી છે. બેંગ્લોર હવે લક્ષ્યની નજીક પહોંચી છે અને આ કામ કણિકા આહૂજાએ કરી દેખાડ્યુ છે. જોકે તે અડધી સદી ચૂકીને પરત ફરી હતી.

  • 15 Mar 2023 10:35 PM (IST)

    WPL score today: રિચા ઘોષે ચોગ્ગો ફટકાર્યો

    બેંગ્લોરની ટીમ પ્રથમ જીત મેળવવા માટે લક્ષ્યની નજીક પહોંચી રહી છે. રિચા ઘોષે 15મી ઓવરમાં ચોગ્ગો ફટકાર્યો છે. આ પહેલા બાયના રુપમાં બેંગ્લોરને ચાર રન મળ્યા હતા.

  • 15 Mar 2023 10:26 PM (IST)

    WPL score today: કણિકાએ છગ્ગો ફટકાર્યો

    13મી ઓવરમાં કણિકાએ છગ્ગો જમાવ્યો હતો. ઓવર લઈને દેવિકા વૈદ્ય આવી હતી. ઓવરના બીજા બોલ પર આગળ આવીને ડીપ મિડવિકેટ પર છગ્ગો મેળવ્યો હતો. રિચા ઘોષે ઓવરના અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 15 Mar 2023 10:22 PM (IST)

    WPL score now: કણિકાએ 3 ચોગ્ગા ફટકાર્યા

    12મી ઓવરમાં કણિકા આહૂજાએ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવર લઈને રાજેશ્વરી ગાયકવાડ આવી હતી. ઓવરના ત્રીજા બોલને ફાઈન લેગમાં, પાંચમાં બોલને કવર ફિલ્ડર પાસેથી અને અંતિમ બોલ પર ફાઈન લેગમાં ચોગ્ગા ફટાકર્યા હતા. ઓવરમાં 13 રન આવ્યા હતા..

  • 15 Mar 2023 10:21 PM (IST)

    WPL score now: કણિકાની બે બાઉન્ડરી

    11મી ઓવરમાં ગ્રેસ હેરિસ ઓવર લઈને આવી હતી. આ ઓવરમાં કણિકાએ બેક ટુ બેક બે ચોગ્ગા જમાવ્યા હતા. ઓવરના ચોથા અને પાંચમાં બોલ પર કણિકાએ ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 15 Mar 2023 10:14 PM (IST)

    UP vs RCB today: કણિકાએ જમાવ્યો ચોગ્ગો

    10મી ઓવર લઈને એક્લસ્ટોન આવી હતી. તેની ઓવરના અંતિમ બોલ પર કણિકા આહૂજાએ વાઈડ લોંગ ઓન પર ચોગ્ગો જમાવ્યો હતો.

  • 15 Mar 2023 10:08 PM (IST)

    WPL score today: હેથર નાઈટ આઉટ

    9મી ઓવરમાં દીપ્તિ શર્માએ મોટી વિકેટ મેળવી છે. નાઈટ બેંગ્લોરને આગળ વધારી ને યુપીનો પડકાર આસાન બનાવી શકે એવી ક્ષમતા ધરાવે છે. જેને કિરણના હાથમાં કેચ ઝડપાવી પરત મોકલી હતી. 24 રન નોંધાવી નાઈટ પરત ફરી હતી.

  • 15 Mar 2023 10:07 PM (IST)

    WPL live cricket score: નાઈટની બાઉન્ડરી

    8મી ઓવર લઈને આવેલી રાજેશ્વરના અંતિમ બોલ પર નાઈટે રિવર્સ સ્વીપ વડે ચોગ્ગો નિકાળ્યો હતો. બેકવર્ડ પોઈન્ટ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 15 Mar 2023 10:00 PM (IST)

    WPL score now: કણિકાએ ચોગ્ગો ફટકાર્યો

    7મી ઓવરના પ્રથમ બોલ પર વિકેટ ઝડપનારી દેવિકા વૈદ્યના આગળના બોલ પર જ કણિકા આહૂજાએ ચોગ્ગો જમાવ્યો હતો. આસાનીથી ડિપ મીડ વિકેટ અને સ્ક્વેર લેગની વચ્ચેથી કણિકાએ ચોગ્ગો નિકાળ્યો હતો.

  • 15 Mar 2023 09:55 PM (IST)

    UP vs RCB today: એલિસ પેરી આઉટ

    7મી ઓવર લઈને આવેલી દેવિકા વૈદ્યે પ્રથમ બોલ પર જ મોટી વિકેટ ઝડપી છે. એલિસ પેરી સેટ થઈ હતી અને જોડી નાઈટ સાથે જમાવી રહી હતી અને તેને એક્લસ્ટનના હાથમાં કેચ ઝડપાવી હતી. પેરી 10 રન નોંધાવીને પરત ફરી હતી.

  • 15 Mar 2023 09:53 PM (IST)

    WPL today match score: પાવર પ્લે સમાપ્ત, 2 વિકેટ ગુમાવી 43 રન

    રાજેશ્વરી ગાયકવાડ પાવર પ્લેની અંતિમ ઓવર લઈને આવી હતી. ઓવરમાં તેણે 7 રન આપ્યા હતા. છઠ્ઠી ઓવરમાં હેથર નાઈટે ચોગ્ગો ફટકાર્યો હતો. તેણે સ્વીપ કરીને ડીપ સ્ક્વેર લેગમાં ચાર રન મેળવ્યા હતા. 2 વિકેટ ગુમાવી 43 રન પાવર પ્લેમાં મેળવ્યા હતા.

  • 15 Mar 2023 09:52 PM (IST)

    UP vs RCB today: એલિસ પેરીએ ચોગ્ગો જમાવ્યો

    ચોથી ઓવર લઈને એક્લસ્ટન આવી હતી. ઓવરનો પ્રથમ બોલ ફુલર હતો અને જેની પર એલિસ પેરીએ સ્વીપ કરીને ચોગ્ગો જમાવ્યો હતો.

  • 15 Mar 2023 09:39 PM (IST)

    WPL score today: હેથરની બાઉન્ડરી

    ત્રીજી ઓવર લઈને રાજેશ્વર ગાયકવાડ આવી હતી. ઓવરના બીજા બોલ પર હેથર નાઈટ સ્ટ્રાઈક પર આવી હતી. તેણે શાનદાર ચોગ્ગો જમાવ્યો હતો. નાઈટે ચોથા બોલ પર વધુ એક ચોગ્ગો જમાવ્યો હતો. બેકવર્ડ પોઈન્ટ પાસેથી આ બાઉન્ડરી મેળવી હતી.

  • 15 Mar 2023 09:38 PM (IST)

    WPL today match score: હેથર નાઈટની બાઉન્ડરી

    બીજી ઓવરમાં દીપ્તિ શર્માના બોલ પર હેથર નાઈટે ચોગ્ગો ફટકાર્યો છે. કટ કરી દઈને બોલને નાઈટે કવર અને પોઈન્ટની વચ્ચેથી ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 15 Mar 2023 09:36 PM (IST)

    UP vs RCB score now: સ્મૃતિ મંધાના આઉટ

    બીજી ઓવરમાં યુપીએ બેંગ્લોરને મોટો ઝટકો આપ્યો છે. દીપ્તી શર્માએ બેંગ્લોરની ઓપનર અને સુકાની સ્મૃતિ મંધાનાને ક્લીન બોલ્ડ કરી દીધી. સ્લોગ સ્વીપ કરવાના ચક્કરમાં મિડલ સ્ટંપ બોલ પર તે આઉટ થઈ હતી. શૂન્ય રનમાં જ તે પરત ફરી હતી.

  • 15 Mar 2023 09:32 PM (IST)

    UP vs RCB score now: સોફી આઉટ

    ઓવરના અંતિમ બોલ સાથે સોફીની તોફાની રમત સમેટાઈ ગઈ છે. સોફી ડિવાઈનને ડીપ મિડ વિકેટ પર તાહિલા મેકગ્રાએ કેચ ઝડપી લીધો છે. સોફી 6 બોલમાં 14 રન નોંધાવી પરત ફરી છે.

  • 15 Mar 2023 09:32 PM (IST)

    WPL score now: સોફીએ એ પહેલા ચોગ્ગો અને બાદમાં છગ્ગો જમાવ્યો

    પ્રથમ ઓવરની શરુઆત ચોગ્ગા સાથે સોફીએ કર્યુ છે. ઓવરના ત્રીજા બોલ પર ફાઈન લેગમાં છગ્ગો જમાવ્યો હતો. જ્યારે આગળના બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 15 Mar 2023 09:30 PM (IST)

    UP vs RCB score now: બેંગ્લોરની બેટિંગ ઈનીંગ શરુ

    સોફી ડિવાઈન અને સ્મૃતિ મંધાના ઓપનરના રુપમાં આવ્યા છે. પ્રથમ ઓવર લઈને ગ્રેસ હેરિસ આવી છે. પ્રથમ ઓવરની શરુઆતે ચોગ્ગો જમાવ્યો છે.

  • 15 Mar 2023 09:15 PM (IST)

    WPL today match score: યુપી 135 રન નોંધાવી ઓલઆઉટ

    યુપી વોરિયર્સની ટીમે ટોસ હારીને બેટિંગ કરવાની શરુઆત કરી હતી. જોકે શરુઆત સારી રહી નહોતી. શરુઆતની બે ઓવરમાં જ 3 વિકેટ યુપીએ ગુમાવી દીધી હતી. આમ શરુઆત ખરાબ રહેતા યુપીની ગતિ ધીમી રહી હતી. 20મી ઓવરમાં યુપીની ટીમ 135 રનના સ્કોરમાં જ સમેટાઈ ગઈ હતી.

  • 15 Mar 2023 09:12 PM (IST)

    WPL today match score: અંજલીએ ગુમાવી વિકેટ

    ઈનીંગની અંતિમ ઓવરમા યુપીએ 9મી વિકેટ ગુમાવી છે. અંજલી સરવાનીએ કેચ આઉટ થઈને પરત ફરી છે. આ ઓવર લઈને શ્રેયંકા પાટિલ આવી હતી.

  • 15 Mar 2023 09:10 PM (IST)

    UP vs RCB today: એક્લસ્ટને ચોગ્ગો ફટકાર્યો

    19મી ઓવર લઈને મેગન શૂટ આવી હતી. જેના અંતિમ બોલ પર ચોગ્ગો એકલસ્ટને ફટકાર્યો હતો. બોલ ઓફ સ્ટંપ પર હતો અને તેનો ફાયદો ઉઠાવતા ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 15 Mar 2023 09:03 PM (IST)

    UP vs RCB score now: શ્વેતા સેહરાવત આઉટ

  • 15 Mar 2023 09:01 PM (IST)

    WPL live cricket score: એકલસ્ટને ચોગ્ગો ફટકાર્યો

    17મી ઓવર લઈને મેગન શૂટ આવી હતી. ઓવરના ચોથા બોલ પર એક્લસ્ટને ચોગ્ગો ફટકાર્યો હતો. ડાઉન ધ લેગ શોર્ટ ઓફ લેન્થ બોલ પર બેટ ગુમાવતા જ ફાઈન લેગ તરફ બાઉન્ડરી મળી હતી.

  • 15 Mar 2023 08:51 PM (IST)

    UP vs RCB score now: ગ્રેસ હેરિસ પરત ફરી

    16મી ઓવર યુપી માટે ખરાબ રહી છે. ઓવરમાં બીજી મહત્વની વિકેટ યુપીએ ગુમાવી છે. એલિસ પેરીએ મોટી વિકેટ ઝડપી હતી. પેરીએ હેરિસને રિચા ઘોષના હાથમાં કેચ ઝડપાવી હતી. બોલ બેટની કિનારીને લઈ સીધો જ રિચાના હાથમાં પહોંચ્યો હતો.

  • 15 Mar 2023 08:48 PM (IST)

    WPL score today: દીપ્તિ શર્મા આઉટ

    16મી ઓવર લઈને એલિસ પેરી આવી હતી. દીપ્તિ શર્માએ ફુલ ટોસબોલ કર્યો હતો. અને જેની પર ડીપ મિડવિકેટ પર શ્રેયંકા પાટિલના હાથમાં કેચ ઝડપાવી હતી. દીપ્તિ 19 બોલનો સામનો કરીને 22 રન નોંધાવ્યા હતા.

  • 15 Mar 2023 08:41 PM (IST)

    WPL today match score: હેરિસે ચોગ્ગો ફટકાર્યો

    15મી ઓવર લઈને રેણુકા સિંહ આવી હતી. ઓવરના પ્રથમ બોલ પર ગ્રેસ હેરિસે ચોગ્ગો બેકવર્ડ પોઈન્ટની ઉપરથી મેળવ્યો હતો. ઓવરના પાંચમાં બોલ પર વધુ એક ચોગ્ગો ઓવરમાં હેરિસે જમાવ્યો હતો. ફુલ ટોસ બોલને સ્કુપ કરીને શાનદાર ચોગ્ગો મેળવ્યો હતો. ઓવરમાં 11 રન આવ્યા હતા.

  • 15 Mar 2023 08:36 PM (IST)

    UP vs RCB today: દીપ્તિ શર્માએ સળંગ ચોગ્ગા ફટકાર્યા

    14મી ઓવર લઈને ડિવાઈન સોફી આવી હતી. સોફીએ ઈનીંગની શરુઆતમાં યુપીની સ્થિતી ખરાબ કરી હતી. પરંતુ આ વખતે દીપ્તી હાવી છે. તેણે ત્રીજા અને ચોથા બોલ પર બેક ટુ બેક ચોગ્ગા ફટકાર્યા હતા. સળંગ ત્રીજી ઓવર આ રહી છે, જેમાં 10 કે તેનાથી વધુ રન યુપીને મળ્યા છે. અંતિમ ત્રણ ઓવરમાં 41 રન યુપીને મળ્યા છે.

  • 15 Mar 2023 08:33 PM (IST)

    WPL score now: હેરિસે મચાવી ધમાલ

    બેક ટુ બેક ઓવર 15 કે તેથી વધુ રનની યુપીને મળી છે. બે ઓવરમાં જ 31 રન યુપીના ખાતામાં નોંધાયા છે. હેરીસે ધમાલ મચાવતા 13મી ઓવરના પાંચમા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. આશા લઈને આવેલી ઓવરમાં પહેલા ત્રીજા બોલ શાનદાર શોટ વડે ચાર રન મેળવ્યા હતા. અંતિમ બોલ પર સુંદર રીતે બોલને ફાઈન લેગ તરફ મોકલીને ચાર રન મેળવ્યા હતા. ઓવરમાં 16 રન મેળવ્યા હતા.

  • 15 Mar 2023 08:27 PM (IST)

    WPL today match score: ગ્રેસ હેરિસે જમાવ્યો છગ્ગો

    યુપીની ટીમને ઈનીંગમાં પ્રથમવાર એક સારી ઓવર નસીબ થઈ છે. શ્રેયંકા પાટિલ 12મી ઓવર લઈને આવી હતી. યુપીની બેટર ગ્રેસ હેરિસે પાટિલનુ સ્વાગત છગ્ગા વડે કર્યુ હતુ. લોંગ ઓનના ફિલ્ડરની ઉપરથી તેણે બોલને સીધો છ રન માટે બાઉન્ડરીની બહાર મોકલ્યો હતો. આગળના બોલે ચોગ્ગો ફટકાર્યો હતો. સ્ક્વેર લેગમાં ચોગ્ગો ફટકાર્યા હતો. અંતમાં દીપ્તી શર્માએ ચોગ્ગો ફટકાર્યો હતો. આમ બે ચોગ્ગા અને 1 છગ્ગો મળીને ઓવરમાં 15 રન યુપીને મળ્યા હતા.

  • 15 Mar 2023 08:17 PM (IST)

    WPL today match score: દીપ્તી શર્માએ ચોગ્ગો જમાવ્યો

    9મી ઓવર લઈને આવેલી આશાએ ઓવરના પ્રથમ બોલ પર જ વિકેટ ઝડપીને સફળતા મેળવી હતી. જોકે ઓવરના ચોથા બોલ પર બાઉન્ડરી મેળવી હતી. બોલને વાઈડ લોંગ ઓન પર ચોગ્ગો જમાવ્યો હતો. 17 બોલ બાદ યુપીને ચોગ્ગો મળ્યો હતો.

  • 15 Mar 2023 08:11 PM (IST)

    WPL live cricket score: સિમરન શેખ આઉટ

    શોભના આશાએ પોતાની બીજી વિકેટ અને બેંગ્લોરને પાંચમી સફળતા અપાવી છે. યુપીની ટીમની રમત મુશ્કેલ બની ચુકી છે. શોભનાએ સિમરન શેખને 2 રનનો સ્કોર બનાવી કણિકાના હાથમાં કેચ ઝડપાવી હતી. 31 રનના સ્કોરમાં જ પાંચમી વિકેટ ગુમાવી છે.

  • 15 Mar 2023 08:11 PM (IST)

    WPL score today: સમયાંતરે વિકેટો બાદ રમત ધીમી

    યુપી વોરિયર્સની રમત ધીમી થઈ ચુકી છે. એક બાદ એક ચાર વિકેટો ગુમાવી દીધા બાદ હવે સિંગલ રન વડે બેટરો ક્રિઝ પર સમય પસાર કરીને મુશ્કેલ સમયને પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  • 15 Mar 2023 08:00 PM (IST)

    WPL live cricket score: નવગિરે એ ગુમાવી વિકેટ

    કિરણ નવગિરે શાનદાર રમત રમી હતી. પરંતુ આશાએ યુપી ટીમની આશાઓ પર પાણી ફેરવવા રુપ કિરણની વિકેટ ઝડપી છે. યુપીએ 29 રનના સ્કોરમાં ચોથી વિકેટ ગુમાવી છે. કિરણ 22 રન નોંધાવીને પરત ફરી છે.

  • 15 Mar 2023 07:57 PM (IST)

    UP vs RCB score: નવગિરેએ જમાવી સિક્સ

    પાવર પ્લેની અંતિમ ઓવર લઈને રેણુકા સિંહ આવી હતી. જેની ઓવરના ચોથા બોલ પર કિરણ નવગિરેએ આગળ આવીને મિડ ઓફ પરથી છગ્ગો જમાવ્યો હતો.

  • 15 Mar 2023 07:51 PM (IST)

    WPL today match score: કિરણ નવગિરેની વધુ એક બાઉન્ડરી

    ચોથી ઓવરના અંતિમ બોલ પર કિરણ નવગિરે ચોગ્ગો જમાવ્યો હતો. મેગન શૂટ ઓવર લઈને આવી હતી. તેણે શરીર પર આવેલા બેક ઓફ લેન્થ બોલને પુલ કરી દઈને ચોગ્ગો ફટકાર્યો હતો. બોલ ડીપ સ્ક્વેર લેગ નજીક બાઉન્ડરીની પાર ગયો હતો.

  • 15 Mar 2023 07:48 PM (IST)

    UP vs RCB score now: કિરણની બાઉન્ડરી

    સોફી ડિવાઈન ત્રીજી ઓવર લઈને આવી હતી. ઓવરના ત્રીજા બોલ પર કિરણ નવગિરેએ પુલ કરી દઈને બોલને ફાઈન લેગ તરફ મોકલ્યો હતો. કિરણને ચોગ્ગો મળ્યો હતો.

  • 15 Mar 2023 07:45 PM (IST)

    UP vs RCB score updates: તાલિયા મેકગ્રા આઉટ

    યુપી વોરિયર્સની શરુઆત ખરાબ રહી છે. પ્રથમ ઓવરમાં બે વિકેટ ગુમાવ્યા બાદ બીજી ઓવરમાં વધુ એક વિકેટ ગુમાવી છે. ઓવરના અંતિમ બોલ પર બોલર મેગન શૂટે તાલિયા મેકગ્રાને વિકેટકીપર રિચા ધોષના હાથમાં ઝડપાવી છે. પંત કરવાના પ્રયાસમાં બેટની બહારની કિનારીને અડકીને બોલ રિચાના હાથમાં પહોંચ્યો હતો. આમ 5 રનના સ્કોરમાં જ યુપીએ 3 વિકેટ ગુમાવી દીધી હતી.

  • 15 Mar 2023 07:43 PM (IST)

    UP vs RCB today: હીલી આઉટ

    સોફી ડિવાઈને શરુઆતની ઓવરમાં જ યુપીને મુશ્કેલીઓમાં લાવી દીધી છે. બેંગ્લોરની ટીમને પ્રથમ ઓવરમાં બે સફળતા મળી છે. સોફીએ પ્રથમ ઓવરના અંતિમ બોલ પર ઓપનર હીલીને પેવેલિયન પરત મોકલતા આશાના હાથમાં કેચ ઝડપાવી હતી. હીલી 1 રન નોંધાવી પરત ફરી હતી.

  • 15 Mar 2023 07:34 PM (IST)

    WPL live cricket score: યુપીને શરુઆતમાં જ લાગ્યો ઝટકો

    બેટિંગ ઈનીંગની શરુઆતે જ યુપીને ઝટકો લાગ્યો છે. પ્રથમ ઓવરના બીજા બોલ પર સોફી ડિવાઈને ઓપનર દેવિકા વૈદ્યને ગોલ્ડન ડક આઉટ કરી પરત મોકલી છે. આમ માત્ર 1 રનના સ્કોર પર યુપીએ પ્રથમ વિકેટ ગુમાવી દીધી છે.

  • 15 Mar 2023 07:34 PM (IST)

    WPL today match score: યુપીની બેટિંગ શરુ

    યુપીના ઓપનર મેદાનમાં આવ્યા છે. ઓપનર દેવિકા વૈદ્ય અને એલિસા હીલીએ રમતની શરુઆત કરી છે. પ્રથમ ઓવર લઈને બેંગ્લોર તરફથી સોફી ડિવાઈન આવી છે.

  • 15 Mar 2023 07:09 PM (IST)

    UP vs RCB Live Score, WPL 2023: યુપી વોરિયર્સ Playing 11

    યુપી વોરિયર્સ: એલિસા હીલી (કેપ્ટન), શ્વેતા સેહરાવત, તાલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા, સિમરન શેખ, કિરણ નવગીરે, ગ્રેસ હેરિસ દેવિકા વૈદ્ય, સોફી એક્લેસ્ટન, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ.

  • 15 Mar 2023 07:09 PM (IST)

    UP vs RCB Live Score, WPL 2023: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર Playing 11

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડેવાઇન, એલિસ પેરી, હીથર નાઈટ, દિશા કસાટ, રિચા ઘોષ, કનિકા આહુજા, શ્રેયંકા પાટિલ, મેગન શુટ, રેણુકા સિંહ, શોભના આશા

  • 15 Mar 2023 07:06 PM (IST)

    UP vs RCB Live Score, WPL 2023: બેંગ્લોરે ટોસ જીત્યો, યુપી બેટિંગ કરશે

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીત્યો છે. મંધાનાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનુ પસંદ કર્યુ છે. આમ યુપી વોરિયર્સ ટીમ પ્રથમ બેટિંગ કરશે અને બેંગ્લોર લક્ષ્યને પાર કરશે.

Published On - Mar 15,2023 7:03 PM

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">