જે ખેલાડી પર RCBએ IPL 2025 માટે દાવ લગાવ્યો હતો તે હવે વધુ આક્રમક બની ગયો છે. તેના બેટમાંથી લાંબી સિક્સર આવી રહી છે અને તે એકલા હાથે ટીમ માટે મેચ જીતી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ ટિમ ડેવિડની, જે હોબાર્ટ હરિકેન માટે મોટો મેચ વિનર સાબિત થયો હતો. ડેવિડે સિડની થંડર સામે 38 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા. ડેવિડે પોતાની ઈનિંગમાં 6 સિક્સર અને 4 ફોર ફટકારી હતી. ક્રિસ જોર્ડન સાથે મળીને તેણે હોબાર્ટ માટે આસાનીથી મેચ જીતી લીધી હતી.
પ્રથમ બેટિંગ કરતા સિડની થંડરે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. આ પછી હોબાર્ટ હરિકેન્સની શરૂઆત સારી રહી ન હતી. હોબાર્ટના ઓપનર મિશેલ ઓવેન અને મેથ્યુ વેડ ત્રીજી ઓવર સુધીમાં આઉટ થઈ ગયા હતા. ચાર્લી વાકિમ પણ 16 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ ત્યારબાદ ટિમ ડેવિડ ક્રીઝ પર આવ્યો અને તેણે આવતાની સાથે જ તોફાની બેટિંગ કરી અને વિરોધી બોલરોને બેકફૂટ પર ધકેલી દીધા હતા. ડેવિડ અંત સુધી અણનમ રહ્યો અને ટીમને જીત અપાવીને જ પરત ફર્યો.
What a way to bring up 50!
Tim David is a beast in the Power Surge #BBL14 pic.twitter.com/QbEehabSn7
— KFC Big Bash League (@BBL) January 10, 2025
ટિમ ડેવિડનું હાલનું ફોર્મ શાનદાર રહ્યું છે. બિગ બેશ લીગની વર્તમાન સિઝનમાં આ ખેલાડીએ 55થી વધુની એવરેજથી 167 રન બનાવ્યા છે. ડેવિડના બેટમાંથી કુલ 14 સિક્સર આવી છે અને તેણે 11 ફોર પણ ફટકારી છે. ટિમ ડેવિડનો સ્ટ્રાઈક રેટ 185થી વધુ છે. ટિમ ડેવિડની આ પ્રકારની બેટિંગ જોઈને RCB ફેન્સ ખૂબ જ ખુશ થશે, કારણ કે આ ખેલાડી IPLની આગામી સિઝનમાં RCB તરફથી રમશે. RCBએ ટિમ ડેવિડને 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
બિગ બેશ લીગના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો હોબાર્ટ હરિકેન્સ 7માંથી 5 મેચ જીતીને પ્રથમ સ્થાને છે. સિડની સિક્સર્સે 4 મેચ જીતી છે અને બીજા સ્થાને છે. સિડની થંડર 8 માંથી 4 મેચ જીતીને ત્રીજા સ્થાને છે. બ્રિસ્બેન હીટ 7માંથી 3 મેચ જીતીને ચોથા સ્થાને છે.
આ પણ વાંચો: લાઈવ મેચમાં બોલરે ઘાતક બોલિંગથી બેટ્સમેનની બેટના બે ટુકડા કરી નાખ્યા, જુઓ વીડિયો