રાંચી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો અને ટીમ ઈન્ડિયાએ શ્રેણી કબજે કરી લીધી છે. ધ્રુવ જુરેલ આ મેચના હીરો તરીકે ઉભરી આવ્યો છે. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. રાંચી ટેસ્ટનો હીરો બન્યા બાદ ધ્રુવ જુરેલે કહ્યું કે તેણે ગિલ સાથે મળીને ટીમને જીત અપાવવા માટે સંપૂર્ણ પ્લાન બનાવી લીધો હતો. આ યોજના 10-10 રનના લક્ષ્ય સાથે સંબંધિત હતી, જે તેણે અને ગિલ બંનેએ બનાવી હતી.
ટીમ ઈન્ડિયાએ રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે રોહિત-ગિલની અડધી સદીની ઈનિંગ અને ધ્રુવ જુરેલે મુશ્કેલ સમયમાં બતાવેલી લડાયક બેટિંગના કારણે ટીમ ઈન્ડિયાએ મેચ જીતી હતી. છઠ્ઠી વિકેટ માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગિલ વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. ઈંગ્લેન્ડ સામેના ટાર્ગેટનો પીછો કરતી વખતે ધ્રુવ 39 રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે શુભમન ગિલે અણનમ 52 રન બનાવ્યા હતા.
હવે સવાલ એ છે કે ભારત માટે વિનિંગ શોટ રમનાર ધ્રુવ જુરેલે મેચ બાદ શું કહ્યું? તેણે જે 10-10 રનની યોજના વિશે વાત કરી તેનો સંપૂર્ણ અર્થ શું છે? તો ચાલો તમને જણાવીએ ધ્રુવે કહેલી આખી વાત. ધ્રુવ જુરેલે મેચ બાદ કહ્યું કે ગમે તે સંજોગોમાં તે ટીમ માટે રમવા અને ટીમને જીત અપાવવા માટે તૈયાર છે.
Dhruv Jurel impressed everyone with resilient knocks with the bat in both the innings
He becomes the Player of the Match in Ranchi
Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/SBu4LVbn7C
— BCCI (@BCCI) February 26, 2024
જુરેલે રાંચીમાં રમાયેલી તેની બે ઈનિંગ્સની પણ સરખામણી કરી હતી. તેણે કહ્યું કે પ્રથમ દાવમાં ઘણી વિકેટ પડી હતી અને મારે નીચલા ક્રમમાં રન બનાવવા પડ્યા હતા અને ભાગીદારી કરવી પડી. આવી સ્થિતિમાં માત્ર મને જ નહીં પરંતુ નીચલા ક્રમના બેટ્સમેનોને પણ થોડી ક્રેડિટ મળવી જોઈએ.
ઈંગ્લેન્ડની બોલિંગ પર તેણે કહ્યું કે અત્યાર સુધી તેણે ટીવી પર એન્ડરસન અને વુડ જેવા બોલરોને જ જોયા છે. પરંતુ, હવે તેમની સામે રમીને સારું લાગ્યું. જ્યારે હું બેટિંગ કરું છું ત્યારે હું બોલર કોણ છે તે વિશે નથી વિચારતો, હું બોલને તેની ક્ષમતા મુજબ રમવાનો પ્રયત્ન કરું છું.
An unbeaten 72*-run partnership between @ShubmanGill & @dhruvjurel21 takes #TeamIndia over the line!
India win the Ranchi Test by 5 wickets
Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/ORJ5nF1fsF
— BCCI (@BCCI) February 26, 2024
ટીમને જીત અપાવવા માટે ગિલ સાથે બનાવેલા ગેમ પ્લાન અંગે ધ્રુવે કહ્યું કે અમે બંનેએ વાત કરી હતી કે અમે નાના ટાર્ગેટ સાથે આગળ વધીશું. અમે અમારા માટે 10-10 રનનો ટાર્ગેટ રાખ્યો અને તેને પૂરો કરવાનો પ્રયાસ કર્યો અને અંતે અમે સફળ થયા.
આ પણ વાંચો : રાંચીમાં ભારતની જીતનો હીરો બન્યો ધ્રુવ જુરેલ, ચાહકો કહી રહ્યા છે Next ધોની