T20 WC : અમેરિકા સામે ટીમ ઈન્ડિયાની જીત બાદ 250 કરોડ રૂપિયાનું સ્ટેડિયમ કેમ તોડવામાં આવી રહ્યું છે?

ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ અમેરિકાને 7 વિકેટે હરાવ્યું. ટીમ ઈન્ડિયાની જીતના બીજા જ દિવસે કંઈક એવું થયું જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. ખરેખર, ન્યૂયોર્કમાં બનેલું આ સ્ટેડિયમ હવે તોડી પાડવામાં આવી રહ્યું છે. જાણો શું છે મામલો?

T20 WC : અમેરિકા સામે ટીમ ઈન્ડિયાની જીત બાદ 250 કરોડ રૂપિયાનું સ્ટેડિયમ કેમ તોડવામાં આવી રહ્યું છે?
Nassau County International Cricket Stadium
Follow Us:
| Updated on: Jun 13, 2024 | 5:53 PM

T20 વર્લ્ડ કપ 2024ની 25મી મેચમાં ટીમ ઈન્ડિયાએ અમેરિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સુપર-8માં પહોંચી ગઈ છે. જો કે ટીમ ઈન્ડિયાની આ જીત બાદ એક એવા સમાચાર સામે આવ્યા છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. હકીકતમાં, ન્યુયોર્કનું નાસાઉ સ્ટેડિયમ જ્યાં આ મેચ રમાઈ હતી તે હવે ગાયબ થઈ જશે. અરે, આશ્ચર્ય ન પામો, ખરેખર નાસાઉ સ્ટેડિયમને હટાવવાનું કામ શરૂ થઈ ગયું છે.

નાસાઉ સ્ટેડિયમ કેમ હટાવવામાં આવી રહ્યું છે?

નાસાઉ સ્ટેડિયમ એ મોડ્યુલર સ્ટેડિયમ છે જે T20 વર્લ્ડ કપ મેચો માટે અસ્થાયી રૂપે બનાવવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની 8 ગ્રુપ સ્ટેજ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત-પાકિસ્તાન મેચ પણ સામેલ હતી. નાસાઉ સ્ટેડિયમ અસ્થાયી હોવાથી તેને હટાવવાની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે. સ્ટેડિયમને હટાવવા માટે બુલડોઝર અને ક્રેન્સ પહોંચી ગયા છે. આ પિચને બનાવવામાં માત્ર 106 દિવસનો સમય લાગ્યો હતો અને તેમાં 250 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

નાસો ક્રિકેટ સ્ટેડિયમની વિશેષતા શું હતી?

નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમની સૌથી મોટી વિશેષતા એ હતી કે તે વિશ્વનું સૌથી મોટું મોડ્યુલર સ્ટેડિયમ હતું. તેમાં લગભગ 30 હજાર લોકો માટે બેઠક ક્ષમતા હતી. ઉપરાંત, આ સ્ટેડિયમ માટે ઓસ્ટ્રેલિયાથી ખાસ ડ્રોપ-ઈન પિચ મંગાવવામાં આવી હતી. પરંતુ કમનસીબી એ છે કે નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમની આ પિચો પર બેટ્સમેન માટે રન બનાવવા મુશ્કેલ બની ગયા હતા. નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં રમાયેલી કુલ 8 મેચોમાં સૌથી વધુ સ્કોર માત્ર 137 રન હતો. જ્યારે આ સ્ટેડિયમમાં રનચેઝ કરતા સૌથી મોટો સ્કોર 110 રન હતો, જે ટીમ ઈન્ડિયાના નામે રહ્યો.

આ પણ વાંચો : T20 WC: વિરાટ કોહલીને ઓપનિંગમાંથી હટાવવો જરૂરી, પરંતુ ટીમ ઈન્ડિયા માટે આ નિર્ણય સરળ નથી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">