AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC: વિરાટ કોહલીને ઓપનિંગમાંથી હટાવવો જરૂરી, પરંતુ ટીમ ઈન્ડિયા માટે આ નિર્ણય સરળ નથી

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં ગ્રુપ સ્ટેજની સતત 3 મેચ જીતીને સુપર-8 રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાને આ માટે સંઘર્ષ કરવો પડ્યો છે અને તેની સફળતા પણ ખાસ છે કારણ કે ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ અત્યાર સુધી તેમાં કંઈપણ યોગદાન આપ્યું નથી. આ ટુર્નામેન્ટમાં વિરાટ ઓપનિંગમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો છે, એવામાં હવે તેને ઓપનર તરીકે હટાવવાની માંગ થઈ રહી છે.

T20 WC: વિરાટ કોહલીને ઓપનિંગમાંથી હટાવવો જરૂરી, પરંતુ ટીમ ઈન્ડિયા માટે આ નિર્ણય સરળ નથી
Virat Kohli
| Updated on: Jun 13, 2024 | 5:26 PM
Share

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં સતત 3 મેચ જીતીને આગળના રાઉન્ડમાં પહોંચી ગઈ છે. પરંતુ ટીમનો સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેન વિરાટ કોહલી અત્યાર સુધી કંઈપણ યોગદાન આપી શક્યો નથી. કોહલીએ પોતાના બેટથી 3 મેચમાં કુલ 5 રન બનાવ્યા છે અને આ ચિંતાજનક છે અને ફરી એક વખત એ જ પ્રશ્ન ઉભો થયો છે કે ટીમ ઈન્ડિયા ક્યાં સુધી કોહલીનો આ રીતે ઉપયોગ કરતી રહેશે? જો તે ઓપનિંગમાં રન બનાવતો નથી, તો શું તેને નંબર 3 પર ફરી બેટિંગ ન કરવી જોઈએ?

કોહલી વર્લ્ડ કપમાં સતત ત્રીજી વખત નિષ્ફળ રહ્યો

ભારતીય ટીમે ચોક્કસથી આગલા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી પરંતુ તેની સફર પણ બહુ સરળ ન હતી. તેનું કારણ છે ન્યૂયોર્ક સ્ટેડિયમની પિચ, જેણે દરેક ટીમને પરેશાન કરી હતી. કોહલીથી લઈને રોહિત શર્મા, બાબર આઝમ, સૂર્યકુમાર યાદવ અને હેનરિક ક્લાસેન, ક્વિન્ટન ડી કોક જેવા બેટ્સમેન પણ અહીં નિષ્ફળ રહ્યા છે. આમ છતાં આ બધામાં કોહલીની નિષ્ફળતા સૌથી ગંભીર અને સૌથી પીડાદાયક છે. આ તમામ બેટ્સમેનોએ ઓછામાં ઓછી એક મજબૂત ઈનિંગ રમી છે પરંતુ કોહલીએ 3 ઈનિંગ્સમાં માત્ર 5 રન બનાવ્યા છે, જેમાં તે અમેરિકા સામે પ્રથમ બોલ પર આઉટ થયો હતો.

IPLમાં ઓપનર તરીકે કોહલીએ મચાવી ધમાલ

આના માટે પિચ ચોક્કસપણે જવાબદાર ગણી શકાય, પરંતુ તેની બીજી બાજુ એ છે કે કોહલીએ IPL 2024માં ઓપનિંગમાં 741 રન બનાવ્યા હતા અને તે ખૂબ જ સારી બેટિંગ કરી રહ્યો હતો. આ આશા સાથે જ તેને ઓપનિંગ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો પરંતુ પરિણામ બરાબર ઊલટું આવ્યું છે અને અત્યારે કોહલી સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે.

શું કોહલીએ ઓપનિંગ છોડવી જોઈએ?

આવી સ્થિતિમાં, શું કોહલીને ઓપનિંગ સ્લોટમાંથી હટાવીને ત્રીજા નંબર પર ન મૂકવો જોઈએ, જેથી ટીમ ઈન્ડિયાને તેના અનુભવનો પૂરો લાભ મળે? જો કે હવે ન્યૂયોર્કમાં કોઈ મેચ રમાશે નહીં, પરંતુ સતત ડર રહેશે કે કોહલી ભવિષ્યની મેચોમાં પણ આવી રીતે વિકેટ ગુમાવી શકે છે. આવી સ્થિતિમાં કોહલીને ત્રીજા નંબરે મેદાનમાં ઉતારવાનો અને તેની જગ્યાએ યશસ્વી જયસ્વાલને મેદાનમાં ઉતારવાનો યોગ્ય વિકલ્પ છે.

આ પરિવર્તન સરળ નથી

જો કે, આ એટલું સરળ નથી બની રહ્યું કારણ કે તેનાથી ટીમ ઈન્ડિયાના સંતુલન પર પણ અસર પડી શકે છે. યશસ્વી સાથે ઓપનિંગ કરવું અને કોહલીને નંબર 3 પર લાવવાનો અર્થ પણ રિષભ પંતના બેટિંગ ક્રમમાં ફેરફાર છે, જે નંબર 3 પર સારો દેખાવ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેને શિવમ દુબેની જગ્યાએ 5માં નંબર પર મેદાનમાં ઉતારવું પડી શકે છે, જ્યારે દુબેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવો પડી શકે છે. કારણ કે કોઈપણ પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયા 5 બોલરો સાથે મેદાનમાં ઉતરવાનું પસંદ કરશે. તેથી સુકાની રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડને સુપર-8 રાઉન્ડની શરૂઆત પહેલા કેટલાક બદલાવ વિશે વિચારવું પડશે.

આ પણ વાંચો : વિરાટ કોહલી અને રોહિત શર્માને આઉટ કરવા છતાં અમેરિકાનો ખેલાડી છે દુ :ખી, કહ્યું જો આમ કર્યું હોત તો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">