SRH vs RR Match Highlights Score, IPL 2022: રાજસ્થાન રોયલ્સની ધમાકેદાર જીત સાથે શરૂઆત, હૈદરાબાદને 61 રને હરાવ્યું

IPL 2022: SRH vs RR: સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અત્યાર સુધી 15 મેચ રમાઇ છે. જેમાં હૈદરાબાદ ટીમનો હાથ ઉપર રહ્યો છે.

SRH vs RR Match Highlights Score, IPL 2022: રાજસ્થાન રોયલ્સની ધમાકેદાર જીત સાથે શરૂઆત, હૈદરાબાદને 61 રને હરાવ્યું
SRH vs RR

| Edited By: Adhirajsinh jadeja

Mar 29, 2022 | 11:21 PM

IPL 2022 માં આજે રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમો વચ્ચે ટક્કર જોવા મળશે. બંને ટીમો આ સિઝનમાં પોત પોતાની પહેલી મેચ રમી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી સંજુ સેમસન અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ તરફથી કેન વિલિયમ્સન સુકાની પદ સંભાળશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 29 Mar 2022 11:20 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : રાજસ્થાનની 61 રને જીત

  એડન માર્કરામ અને વોશિંગ્ટન સુંદરી અંતિમ સયમે આક્રમક ઇનિંગ હૈદરાબાદ ટીમને જીતાડી ન શકી અને રાજસ્થાન રોયલ્સે માત્ર હૈદરાબાદ ટીમને 149 રન સુધી મર્યાદિત રાખતા 61 રનના જોરદાર વિજય સાથે સિઝનની શરૂઆત કરી હતી.

 • 29 Mar 2022 11:13 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : સાતમી વિકેટ પડી

  હૈદરાબાદની સાતમી વિકેટ પડી, વોશિંગ્ટન સુંદરની આક્રમક ઇનિંગ્સનો અંત આવી ગયો. સુંદરે આજે ભલે બોલિંગમાં ખાસ દમ દેખાડ્યો ન હતો, પરંતુ તેણે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું. માત્ર 14 બોલની ઈનિંગમાં સુંદરે ટીમ માટે મહત્વપૂર્ણ 40 રન ઉમેર્યા હતા. આનાથી હાર ટળી ન હતી, પરંતુ હારનું માર્જિન ઓછું થયું હતું.

 • 29 Mar 2022 10:53 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : હૈદરાબાદની છઠ્ઠી વિકેટ પડી

  હૈદરાબાદે છઠ્ઠી વિકેટ ગુમાવી, રોમારિયો શેફર્ડ બોલ્ડ થયો. યુઝવેન્દ્ર ચહલે તેની ત્રીજી વિકેટ લીધી. સુપ્રસિદ્ધ લેગ-સ્પિનરે શેફર્ડને લેગ-સ્ટમ્પની લાઇન પર સ્વીપ શોટ માટે લલચાવ્યો. શેફર્ડ પોતાને રોકી શક્યો નહીં અને સ્લોગ સ્વીપ કરવા ગયો અને તે સીધો સ્ટમ્પમાં ગયો.

 • 29 Mar 2022 10:49 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : શેફર્ડના શાનદાર બે છગ્ગા

  હૈદરાબાદની ઈનિંગમાં પ્રથમ છગ્ગો લાગ્યો અને તે રોમારિયો શેફર્ડના બેટમાંથી. રોમારિયો શેફર્ડે કુલ્ટર-નાઇલના છેલ્લા બે બોલમાં ડીપ સ્ક્વેર લેગ તરફ સતત બે છગ્ગા ફટકાર્યા.

 • 29 Mar 2022 10:43 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : માર્કરમનો શાનદાર ચોગ્ગો

  એડન માર્કરામ આક્રમક મુડમાં જોવા મળ્યો છે. 13મી ઓવરમાં, ચહલનો બોલ ખૂબ જ શોર્ટ હતી અને તે લેગ બ્રેક માટે બહાર જઈ રહ્યો હતો. જેને માર્કરામે કવર્સ તરફ ચોગ્ગો ફટકારી દીધો.

 • 29 Mar 2022 10:31 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : હૈદરાબાદની ચોથી વિકેટ પડી

  હૈદરાબાદની ચોથી વિકેટ પણ પડી છે. અભિષેક શર્મા પેવેલિયન પરત ફર્યો છે. હૈદરાબાદનો એક પણ બેટ્સમેન ક્રિઝ પર ટકી રહ્યો હોય તેવું લાગતું નથી. આ વખતે યુઝવેન્દ્ર ચહલે પોતાની પહેલી જ ઓવરમાં અભિષેક શર્માની વિકેટ લીધી હતી. અભિષેકે ચહલના બોલને બહાર લોંગ ઓન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલની ધીમી ગતિને કારણે તે પીચ સુધી સંપૂર્ણ રીતે પહોંચી શક્યો ન હતો અને સમય યોગ્ય ન હોવાને કારણે લોંગ ઓન ફિલ્ડરના હાથમાંથી એક આસાન કેચ છીનવાઈ ગયો હતો.

 • 29 Mar 2022 10:29 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : અભિષેકે પહેલો ચોગ્ગો ફટકાર્યો

  ઓપનિંગ તરીકે મેદાન પર ઉતરેલ અભિષેક આઠમી ઓવરમાં પહોંચ્યા બાદ પ્રથમ બાઉન્ડ્રી મેળવવામાં સફળ રહ્યો હતો. અભિષેકે રાજસ્થાન માટે પોતાની પ્રથમ ઓવર કરી રહેલા અનુભવી ઑફ-સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનનો છેલ્લો બૉલ લોંગ ઑફ તરફ રમ્યો, પરંતુ રિયાન પરાગ બાઉન્ડ્રી પર બૉલ રોકી શક્યો નહીં.

 • 29 Mar 2022 10:12 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : હૈદરાબાદની ત્રીજી વિકેટ પડી

  હૈદરાબાદે ત્રીજી વિકેટ પણ ગુમાવી છે. નિકોલસ પૂરન આઉટ થઈને પરત ફર્યો. રાજસ્થાનની અદભૂત બોલિંગ જોવા મળી અને ટીમને વધુ એક સફળતા મળી છે. પાંચમી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટના જબરદસ્ત સ્વિંગ સામે ઘણી વખત ચૂક્યા પછી નિકોલસ પૂરને આખરે તેની વિકેટ ગુમાવી દીધી હતી. બોલ્ટનો બોલ ઝડપથી અંદર સ્વિંગ થઈ ગયો અને પુરન એલબીડબ્લ્યુ આઉટ થયો.

 • 29 Mar 2022 09:28 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : રાજસ્થાને બનાવ્યા 210 રનનો જંગી સ્કોર

  રાજસ્થાનો રોયલે બનાવ્યો 210 રનનો જંગી સ્કોર. જોસ બટલરના 35 રન, તો સુકાની સંજુ સેમસને ફટકાર્યા આક્રમક 55 રન. જો દેવદત્ત પડ્ડીકલે કર્યા 29 બોલમાં 41 રન. હેટમાયરે પણ 13 બોલમાં 32 રનની આક્રમક ઇનિંગ રમી.

 • 29 Mar 2022 09:21 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : પરાગ-હેતમાયરનો શાનદાર શોટ

  રિયાન પરાગ અને શિમરોન હેટમિયરે રનની ગતિને ઓછી થવા દીધી નથી. 18મી ઓવરમાં બંનેએ નટરાજનની ઓવરમાં બાઉન્ડ્રી ફટકારી હતી. રેયાને ઓવરના બીજા બોલમાં 4 રન ફટકાર્યા હતા. ત્યાર બાદ ચોથા બોલ પર હેટમાયરે વાઈડ લોંગ ઓન પર છગ્ગો ફટકાર્યો હતો. પછીના જ બોલ પર કવર્સ બાઉન્ડ્રી તરફ રમ્યો, જ્યાં સુંદરે બાઉન્ડ્રી પર મિસ ફિલ્ડ કર્યું અને તેને 4 રન મળ્યા. આ ઓવરમાં 18 રન મળ્યા.

 • 29 Mar 2022 09:10 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : સંજુ સેમસનની શાનદાર અડધી સદી

  રાજસ્થાનના સુકાની સંજુ સેમસને વિસ્ફોટક શૈલીમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. સંજુએ ફરી એકવાર વોશિંગટન સુંદર પર નિશાન સાધ્યું હતું. તેણે સુંદરના સતત બે બોલમાં ડીપ મિડ-વિકેટ પર બાઉન્ડ્રીની બહાર સિક્સર ફટકારી હતી અને માત્ર 25 બોલમાં તેણે આકર્ષક અડધી સદી પૂરી કરી હતી. સુંદરની બીજી મોંઘી ઓવર સાબિત થઇ હતી, જેમાં 15 રન આવ્યા હતા.

 • 29 Mar 2022 08:55 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : રાજસ્થાનની ત્રીજી વિકેટ પડી

  રાજસ્થાન રોયલ્સની ત્રીજી વિકેટ પડી. દેવદત્ત પડિક્કલ બોલ્ડ થયો.

 • 29 Mar 2022 08:46 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : દેવદત્ત પડ્ડીકલ આક્રમક મુડમાં

  મેદાન પર આવ્યા બાદ કોઈ મોટો શોટ રમવામાં નિષ્ફળ રહેલો પડિકલ પણ આખરે મોટા શોટ લગાવવામાં સફળ રહ્યો. નટરાજનની ઓવરમાં, પડ્ડીકલે પહેલો જ બોલ પર ડીપ મિડવિકેટ પર સિક્સર ફટકારી. ત્યાર બાદ ઓવરના પાંચમા બોલ પર પડિકલે સ્ટ્રેટ ડ્રાઈવ ફટકારીને ચોગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં 13 રન આવ્યા.

 • 29 Mar 2022 08:30 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : રાજસ્થાનને બીજો ઝટકો લાગ્યો

  રાજસ્થાનની બીજી વિકેટ પડી. જોસ બટલર થયો આઉટ. ઉમરાન મલિકે 9મી ઓવરમાં પહેલા જ બોલ પર બટલરને વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો હતો. જો કે અમ્પાયરે નોટ આઉટ આપ્યો. પણ SRHએ રિવ્યુ લીધો અને તેને અહીં સફળતા મળી. જોસ બટલરે 28 બોલમાં 35 રન કર્યા હતા.

 • 29 Mar 2022 08:22 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : સેનસને ફટકાર્યો છગ્ગો

  સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે આ સિઝનમાં સારા સ્પિનરોની કમી છે અને તે દેખાવા લાગી છે. સુંદર સિવાય આજની પ્લેઈંગ ઈલેવનમાં બીજો કોઈ મોટો સ્પિનર ​​નથી અને આવી સ્થિતિમાં અભિષેક શર્માની પાર્ટ ટાઈમ સ્પિન કરવાની છે. તેને પણ નુકસાન સહન કરવું પડ્યું અને પહેલી જ ઓવરમાં સંજુ સેમસને એક ફોર અને સિક્સર ફટકાર્યો હતો.

 • 29 Mar 2022 08:11 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : રાજસ્થાનને પહેલો ઝટકો લાગ્યો

  રાજસ્થાને પહેલી વિકેટ ગુમાવી. યશસ્વી જયસ્વાલ આઉટ થયો. પાવરપ્લે પૂરો થયા બાદ આખરે હૈદરાબાદને થોડી રાહત મળી. સાતમી ઓવરમાં રોમારીયો શેફર્ડનો પહેલો શોર્ટ બોલ ફેક્યો. જેને યશસ્વીએ પુલ કર્યો. પણ તે બોલને દૂર સુધી ફટકારી શક્યો ન હતો અને ડીપ સ્ક્વેર લેગ પર એક સરળ કેચ આપ્યો. હૈદરાબાદ નસીબદાર હતું કે આ વખતે નો બોલ ન હતો.

 • 29 Mar 2022 08:09 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : બટલર આક્રમક મુડમાં

  બટલર સતત બાઉન્ડ્રીનો વરસાદ કરી રહ્યો છે. યશસ્વીએ પાંચમી ઓવરમાં સુંદર સામે સિક્સર ફટકાર્યા બાદ બટલર પણ શાંત ન રહ્યો અને તેણે સુંદરની ઓવરના ચોથા બોલ પર સીધી બાઉન્ડ્રી પર લાંબો છગ્ગો ફટકાર્યો અને ટીમના 50 રન પૂરા કર્યા. આ ઓવરમાં 18 રન આવ્યા.

 • 29 Mar 2022 07:20 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : રાજસ્થાન ટીમની પ્લેઇંગ XI

  રાજસ્થાન રોયલ્સ ટીમની પ્લેઇંગ ઇલેવનઃ યશસ્વી જૈસવાલ, જોસ બટલર, દેવદત્ત પડ્ડીકલ, સંજુ સેમસન (સુકાની, વિકેટ કીપર), શિમરોન હેતમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, નાથન કુલ્ટર-નાઇલ, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, પ્રશિદ્ધ ક્રિષ્ના.

 • 29 Mar 2022 07:16 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : હૈદરાબાદ ટીમની પ્લેઇંગ XI

  સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છેઃ કેન વિલિયમસન (સુકાની), અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નિકોલસ પૂરન (વિકેટ કીપર), એડન માર્કરામ, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, રોમારિયો શેફર્ડ, ટી નટરાજન, ઉમરાન મલિક.

 • 29 Mar 2022 07:03 PM (IST)

  Hyderabad vs Rajasthan Match : હૈદરાબાદ ટીમે ટોસ જીત્યો

  સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

Published On - Mar 29,2022 7:02 PM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati