Sunil Gavaskar on Team Selection: ચેતેશ્વર પુજારાને લઈી ગાવાસ્કરે ઉઠાવ્યા સવાલ, એવી કઈ ભૂલ કરી જે બીજાએ નથી કરી, કેમ લીધી કુર્બાની?
Cheteshwar Pujara: ચેતેશ્વર પુજારાને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટેની ટેસ્ટ ટીમથી બહાર રાખવાને લઈ સુનિલ ગાવાસ્કરે ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારોને આડે હાથ લીધા હતા. કહ્યુ કે પુજારા પાસે એવા ફોલોઅર્સ એટલા નથી જે અવાજ ઉઠાવે.
ચેતેશ્વર પુજારા ને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યુ નથી. પુજારાને બહાર રાખવાને લઈ હવે ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. ચેતેશ્વર પુજારા ભારતીય ટીમનો હિસ્સો શુક્રવારે જાહેર થયેલી ભારતીય ટીમમાં પુજારાને પસંદ કરવામાં આવ્યો નથી. પુજારાને બહાર રાખવાને લઈ ક્રિકેટ જગતમાં આશ્ચર્ય સર્જાયુ છે. પુજારાને માત્ર WTC Final 2023 ના પ્રદર્શનને ધ્યાને રાખીને જ બહાર રાખવામાં આવ્યો હોય તો તે કેટલુ યોગ્ય છે તેને લઈ પણ ચર્ચા શરુ થઈ છે.
સૌરાષ્ટ્રનો આ સ્ટાર ક્રિકેટર ભારતીય ક્રિકેટમાં દિવાલ તરીકે ઓળખાય છે. પુજારા મહત્વના સમયે દિવાલ બનીને પીચ પર ઉભા રહીને મહત્વનુ કામ ભારત માટે કરી ચૂક્યો છે. લંડનના ધ ઓવલ મેદાનમાં રમાયેલી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પુજારાએ માત્ર 41 રનનુ યોગદાન બંને ઈનીંગમાં મળીને આપ્યુ હતુ. આ વચ્ચે હવે પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવાસ્કર પુજારાને માટે આગળ આવીને ચર્ચા છેડી છે.
ગાવાસ્કરે ઠાલવ્યો રોષ
દિગ્ગજ સુનિલ ગાવાસ્કર સ્પોર્ટ્સ તક સાથે વાત કરવા દરમિયાન ચર્ચામાં પોતાનો રોષ નિકાળ્યો હતો. ચેતેશ્વર પુજારાને બહાર રાખવાને લઈ તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ. ગાવાસ્કરે આ જ વાત કરી કે પુજારાને બહાર કરવો તેમના માટે આશ્ચર્યજનક વાત હતી. તેમણે તો સીધુ જ કહ્યુ કે, પુજારા પર કેમ નિશાન સાધ્યુ. પુજારાએ એવી શી ભૂલ કરી દીધી હતી, જે બીજા ખેલાડીઓએ નથી કરી. પુજારાની જ કેમ કુર્બાની આપી?
Quality knock, @cheteshwar1. 🙌
5⃣0⃣ 🌟 pic.twitter.com/hrN7DgcNzA
— Sussex Cricket (@SussexCCC) April 16, 2022
રોષમાં નજર આવી રહેલા ગાવાસ્કરે વાત કરતા આગળ કહ્યુ કે, ચેતેશ્વર પુજારા પાસે એટલા લોકો નથી, એટલા ફોલોઅર્સ નથી કે જે તેમના માટે બોલે, તેમના માટે નારા લગાવે. દિગ્ગજ પૂર્વ ક્રિકેટરે કહ્યુ કે, બહાર કરવા માટે કોઈ નિયમ હોય તો એ સૌના માટે એક જ હોવો જોઈએ કોઈ એક માટે નહીં.
Happy Birthday @cheteshwar1. On his 31st birthday we relive one of his famous knocks against Australia. A double ton that had the Pujara imprint written all over it #TeamIndia 🎂🎂 pic.twitter.com/IL1bYqTe3m
— BCCI (@BCCI) January 25, 2019
આ પણ વાંચોઃ Cheteshwar Pujara Selection: ચેતેશ્વર પુજારાને Team India થી બહાર થયા બાદ અન્ય ટીમ મળી, દુલીપ ટ્રોફીમાં આવશે નજર
યુવાઓને લઈને પણ પસંદગીકારો પર કર્યો સવાલ
ગાવાસ્કરે પસંદગીકારો પર ખૂબ જ રોષ બતાવ્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, જો યુવાઓને જ પસંદ કરવા હતા તો, વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓને આરામ આપવો હતો. ગાવાસ્કરે કહ્યુ હતુ કે, વિશ્વકપ આવી રહ્યો છે અને સતત ક્રિકેટ ખેલાડીઓ રમી રહ્યા છે આવામાં સિનિયર ખેલાડીઓને આરામ આપવો જોઈતો હતો.
NEWS – India’s squads for West Indies Tests and ODI series announced.
TEST Squad: Rohit Sharma (Capt), Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli, Yashasvi Jaiswal, Ajinkya Rahane (VC), KS Bharat (wk), Ishan Kishan (wk), R Ashwin, R Jadeja, Shardul Thakur, Axar Patel, Mohd.… pic.twitter.com/w6IzLEhy63
— BCCI (@BCCI) June 23, 2023