AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 13 કરોડનો ખેલાડી સસ્તામાં આઉટ, હૈદરાબાદના ગ્રાઉન્ડ પર રન બનાવવા માટે ફાંફા મારતો દેખાયો આ સ્ટાર

IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે આજે પોતાના હોમ ગ્રાઉન્ડ પર લખનૌ સામે નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી હતી. આ મેચમાં સૌથી વધુ ચર્ચા એ ખેલાડીની હતી, જેને હૈદરાબાદે હરાજીમાં 13 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આપીને પોતાની ટીમમાં જોડવામાં આવ્યો હતો.

Breaking News: 13 કરોડનો ખેલાડી સસ્તામાં આઉટ, હૈદરાબાદના ગ્રાઉન્ડ પર રન બનાવવા માટે ફાંફા મારતો દેખાયો આ સ્ટાર
| Updated on: Apr 05, 2026 | 7:15 PM
Share

IPL 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પોતાની ત્રીજી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમી રહી છે. હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ પર આ સીઝનની આ પ્રથમ મેચ છે. ટીમના કેપ્ટન ઇશાન કિશને આ મહત્વના મુકાબલા માટે પોતાની પ્લેઈંગ-11માં બે મોટા ફેરફાર કર્યા છે, જેમાં ફાસ્ટ બોલર હર્ષલ પટેલ અને વિસ્ફોટક બેટ્સમેન લિયમ લિવિંગસ્ટનની એન્ટ્રી થઈ હતી.

હૈદરાબાદે આ વર્ષની હરાજીમાં લિવિંગસ્ટનને 13 કરોડ રૂપિયાની મોટી કિંમત આપીને ખરીદ્યો હતો. જો કે, તે પોતાની ડેબ્યૂ મેચમાં કોઈ ખાસ કમાલ બતાવી શક્યો નહીં અને સસ્તામાં આઉટ થઈ પેવેલિયન ભેગો થયો હતો.

હૈદરાબાદ માટે લિવિંગસ્ટનનું ડેબ્યૂ

લિયમ લિવિંગસ્ટન આજે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પોતાની પ્રથમ મેચ રમી રહ્યો છે. ગત IPL સીઝનમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો હિસ્સો હતો અને બેંગ્લોરની ટીમ ચેમ્પિયન પણ બની હતી. લિવિંગસ્ટનને એક શાનદાર મેચ ફિનિશર માનવામાં આવે છે. તે ઝડપથી રન બનાવવાની સાથે જરૂર પડ્યે બોલિંગ પણ કરે છે, જેનાથી મેદાન પર કેપ્ટનને બોલિંગનો વધુ એક વિકલ્પ મળે છે.

ડેબ્યૂ મેચમાં બેટ શાંત રહ્યું

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની હાલત ઘણી ખરાબ થઈ ગઈ હતી. ટીમે માત્ર 26 રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. લખનૌ સામે અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને કેપ્ટન ઇશાન કિશન વહેલા આઉટ થઈ ગયા હતા. એવામાં SRH માટે ડેબ્યૂ કરી રહેલો લિયમ લિવિંગસ્ટન પણ આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહીં. તેણે આ મુકાબલામાં 20 બોલ રમીને માત્ર 14 રન બનાવ્યા, જેમાં તેના બેટથી માત્ર એક છગ્ગો નીકળ્યો હતો.

T20 મેચોમાં શાનદાર રેકોર્ડ

આ ખેલાડી પાસે વિશ્વભરની T20 લીગમાં 340 મેચ રમવાનો બહોળો અનુભવ છે. આ મેચોમાં તેણે 28ની સરેરાશ અને 144.70ના સ્ટ્રાઈક રેટથી 7672 રન બનાવ્યા છે. તેના બેટથી 2 સદી અને 48 અર્ધસદી પણ નીકળી છે. જો બોલિંગની વાત કરીએ તો, તેણે 188 વાર બોલિંગ કરતા 148 વિકેટ ઝડપી છે અને 2 વખત એક ઇનિંગમાં 4 વિકેટ લેવાનું કારનામું પણ કર્યું છે.

IPLમાં લિવિંગસ્ટનની અત્યાર સુધીની સફર

લિવિંગસ્ટનની IPL કારકિર્દી પર નજર કરીએ તો, તેણે આ ટુર્નામેન્ટમાં કુલ 49 મેચ રમી છે, જેમાં તેના બેટથી 1051 રન નીકળ્યા છે. જો કે, તેની ગત સીઝન બહુ સારી રહી નહોતી. ગયા વર્ષે તેણે 8 ઇનિંગ્સમાં માત્ર 16ની સરેરાશથી કુલ 112 રન જ બનાવ્યા હતા. હવે 13 કરોડ રૂપિયા મળ્યા બાદ હૈદરાબાદની ટીમને તેની પાસેથી આ સીઝનમાં ધમાકેદાર પ્રદર્શનની આશા છે.

Breaking News: હૈદરાબાદે બનાવ્યો શરમજનક રેકોર્ડ, હોમ ગ્રાઉન્ડ પર બેટ્સમેનો એક-એક રન લેવા માટે ‘તરસ્યા’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">