AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: હૈદરાબાદે બનાવ્યો શરમજનક રેકોર્ડ, હોમ ગ્રાઉન્ડ પર બેટ્સમેનો એક-એક રન લેવા માટે ‘તરસ્યા’

આઈપીએલ 2026માં હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં કંઈક એવું બન્યું કે, જેની કલ્પના ખુદ સનરાઈઝર્સના ફેન્સે પણ નહીં કરી હોય. વાત એમ છે કે, જે ટીમ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતી છે, તે લખનૌ સુપર જાયન્ટ્સના બોલરો સામે પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ ગઈ.

Breaking News: હૈદરાબાદે બનાવ્યો શરમજનક રેકોર્ડ, હોમ ગ્રાઉન્ડ પર બેટ્સમેનો એક-એક રન લેવા માટે 'તરસ્યા'
Image Credit source: Cricinfo
| Updated on: Apr 05, 2026 | 6:04 PM
Share

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમી રહી છે. આ મેચમાં હૈદરાબાદની ટીમને પ્રથમ બેટિંગ કરવાની તક મળી હતી પરંતુ જે પ્રકારના પ્રદર્શનની અપેક્ષા હતી, તે જોવા મળી નહોતી.

સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સામે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 156 રન બનાવ્યા છે, જે એક સમયે અત્યંત મુશ્કેલ દેખાતું હતું. આ ખરાબ પ્રદર્શનને કારણે હૈદરાબાદની ટીમ એક એવી શરમજનક યાદીમાં જોડાઈ ગઈ છે કે, જેની તેમણે કલ્પના પણ કરી નહોતી.

IPL ઈતિહાસમાં હૈદરાબાદ આવું કરનાર ચોથી ટીમ બની

ઈન્ડિયન પ્રીમિયર લીગની છેલ્લી કેટલીક સીઝનથી સનરાઈઝર્સ હૈદરાબાદની ગણના અત્યંત ખતરનાક ટીમોમાં થાય છે, જેની પાસે આક્રમક બેટ્સમેનોની ફોજ છે. જો કે, લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં હૈદરાબાદની ટીમ પ્રથમ 10 ઓવરમાં માત્ર 35 રન જ બનાવી શકી હતી.

IPL ઈતિહાસમાં આવું માત્ર ચોથી વખત બન્યું છે, જ્યારે કોઈ ટીમે પ્રથમ 10 ઓવરમાં 35 કે તેથી ઓછા રન બનાવ્યા હોય. આ યાદીમાં પ્રથમ ક્રમે કોલકાતા નાઈટ રાઈડર્સ છે, જેમણે વર્ષ 2009માં ડેક્કન ચાર્જર્સ સામે પ્રથમ 10 ઓવરમાં માત્ર 31 રન બનાવ્યા હતા.

IPLમાં પ્રથમ 10 ઓવરમાં 35 કે તેથી ઓછો સ્કોર કરનાર ટીમો:

  • કોલકાતા નાઈટ રાઈડર્સ: 31 રન વિ. ડેક્કન ચાર્જર્સ (વર્ષ 2009)
  • રાજસ્થાન રોયલ્સ: 32 રન વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (વર્ષ 2009)
  • મુંબઈ ઈન્ડિયન્સ: 32 રન વિ. કિંગ્સ ઈલેવન પંજાબ (વર્ષ 2015)
  • સનરાઈઝર્સ હૈદરાબાદ: 35 રન વિ. લખનૌ સુપર જાયન્ટ્સ (વર્ષ 2026)

ક્લાસેન-રેડ્ડીની જોડીનો ‘મોટો પરાક્રમ’

લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં એક સમયે હૈદરાબાદ માટે 100 રનનો આંકડો પાર કરવો પણ અશક્ય લાગતો હતો. જો કે, હેનરિક ક્લાસેન અને નીતીશ રેડ્ડીએ સાથે મળીને આક્રમક બેટિંગ કરી અને પાંચમી વિકેટ માટે 63 બોલમાં 116 રનની ભાગીદારી કરીને ટીમને 150ના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી પાંચમી કે તેથી નીચેની વિકેટ માટે આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી બની ગઈ છે.

KKR મેનેજમેન્ટના આંધળા પ્રયોગો! હીરા જેવા ખેલાડીઓ બહાર અને ફ્લોપ પ્લેયર્સ અંદર, શું પંજાબ આનો ફાયદો ઉઠાવશે?

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">