AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : શાહરૂખ ખાને ‘ચક દે ઈન્ડિયા’ના સીનની યાદ અપાવી, RCB સામેની મેચ પહેલા KKRને આપ્યો ખાસ સંદેશ

શાહરૂખ ખાન RCB સામેની મેચ પહેલા તેની ટીમ KKR ટીમના ખેલાડીઓને મળ્યો હતો. શાહરૂખ ખાને નવા ખેલાડીઓ અને ટીમના નવા કેપ્ટનનું સ્વાગત કર્યું હતું. આમ કરતી વખતે શાહરૂખ ખાને બધાને એક ખાસ સંદેશ પણ આપ્યો. શાહરૂખ ખાનની ટીમ IPL 2025 માટે સંપૂર્ણપણે તૈયાર છે.

IPL 2025 : શાહરૂખ ખાને 'ચક દે ઈન્ડિયા'ના સીનની યાદ અપાવી, RCB સામેની મેચ પહેલા KKRને આપ્યો ખાસ સંદેશ
Shah Rukh KhanImage Credit source: PTI
| Updated on: Mar 22, 2025 | 7:49 PM
Share

શાહરૂખ ખાને ‘ચક દે ઈન્ડિયા’ ફિલ્મમાં જે કંઈ કર્યું હતું, તે વાસ્તવિક જીવનમાં પણ એ જ કામ કરતો જોવા મળ્યો હતો. રીલ લાઈફમાં એટલે કે ફિલ્મમાં તે મેચ પહેલા ડ્રેસિંગ રૂમમાં ગયો અને પોતાના શબ્દોથી ભારતીય મહિલા હોકી ટીમને પ્રેરણા આપી. તેવી જ રીતે, વાસ્તવિક જીવનમાં શાહરૂખ RCB સામેની મેચ પહેલા તેની IPL ટીમ KKRને ચીયર કરતો જોવા મળ્યો હતો.

શાહરૂખે ‘ચક દે ઈન્ડિયા’ના સીનની યાદ અપાવી

શાહરૂખ ખાનને આવું કરતા જોઈ ‘ચક દે ઈન્ડિયા’નો સીન યાદ આવવો સ્વાભાવિક હતો. શાહરૂખ ખાનને KKRના ડ્રેસિંગ રૂમમાં જતા અને ખેલાડીઓને મળતા, તેમને પ્રોત્સાહિત કરતા જોઈ એવું લાગ્યું કે જાણે ‘ચક દે ઈન્ડિયા’ ફિલ્મનો 70 મિનિટવાળો એ ફેમસ સીન ફરી ચાલી રહ્યો હોય.

KKRના ડ્રેસિંગ રૂમમાં શાહરૂખ ખાને શું કહ્યું?

જોકે, શાહરૂખ ખાન KKRના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો કારણ કે તે નવા ખેલાડીઓને મળવા માંગતો હતો. ફ્રેન્ચાઈઝીમાં તેમનું સ્વાગત કરવા માંગતો હતો. શાહરૂખ ખાને ટીમના કોચ ચંદ્રકાંત પંડિતનો આભાર વ્યક્ત કર્યો હતો. શાહરૂખ ખાને ટીમના નવા કેપ્ટન અજિંક્ય રહાણેનું નામ લીધું અને તેને અભિનંદન આપ્યા હતા. શાહરૂખ ખાને બધાને ફક્ત એક જ વાત કહી કે તમામે સ્વસ્થ અને ખુશ રહેવું જોઈએ. શાહરૂખ ખાનની ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથેની આ વાતચીતનો વીડિયો KKR ફ્રેન્ચાઈઝીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો હતો.

IPLમાં KKR અને RCB મેચનો રેકોર્ડ

કોલકાતા નાઈટ રાઈડર્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે IPL 2025ની પહેલી મેચ રમવાની છે. આ મેચમાં KKR રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. IPLના ઈતિહાસમાં આ બીજી વખત છે જ્યારે ઓપનિંગ મેચ KKR અને RCB વચ્ચે રમાઈ રહી છે. આ પહેલા વર્ષ 2008માં સૌપ્રથમ IPL સિઝનમાં પણ આવું બન્યું હતું, જ્યાં KKR 140 રનથી જીત્યું હતું.

KKR અને RCBની 35મી ટક્કર

IPLમાં પ્રદર્શનની વાત કરીએ તો KKR અને RCB 34 વખત ટકરાયા છે. કોલકાતા નાઈટ રાઈડર્સે 34 માંથી 20 મેચમાં જીત મેળવી છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 14 મેચ જીતી છે. એટલે કે જ્યારે આ બંને IPL 2025ની પહેલી મેચમાં એકબીજા સામે આવશે, ત્યારે તેમની વચ્ચે 35મી ટક્કર હશે.

આ પણ વાંચો: IPL 2025 : 6 નિયમ જેનું ICC નથી કરતું પાલન, પરંતુ IPLમાં આ નિયમોથી વધે છે મેચમાં રોમાંચ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">