AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs PBKS IPL 2023 Live Score Highlights: રસાકસી ભરી મેચમાં પંજાબનો 5 રનથી વિજય, એલિસનો તરખાટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2023 | 11:50 PM
Share

RR vs PBKS IPL 2023 Live Score Updates Highlights: ગુવાહાટીનુ મેદાન બેટરો માટે અનુકૂળ રહ્યુ છે, અહીં મેચ હાઈસ્કોરીંગ રહેતી હોય છે.

RR vs PBKS IPL 2023 Live Score Highlights:  રસાકસી ભરી મેચમાં પંજાબનો 5 રનથી વિજય, એલિસનો તરખાટ
RR vs PBKS IPL 2023 Live Score Updates

IPL 2023 ની ૮મી મેચ અસમના ગુવાહાટીમા આવેલ બારાસપારા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. ગુવાહાટી રાજસ્થાન રોયલ્સ ટીમનુ સેકન્ડ હોમ ગ્રાઉન્ડ છે. જ્યાં રાજસ્થાન પોતાના વિજય અભિયાનને આગળ વધારવા પ્રયાસ કરશે. સંજૂ સેસનની કેપ્ટનશિપ ધરાવતી ટીમ રાજસ્થાન રોયલ્સે અગાઉ હાદરાબાદને મોટા અંતરે હરાવીને સિઝનમાં વિજયી શરુઆત કરી હતી. હવે શિખર ધવનની આગેવાની ધરાવતી પંજાબની ટીમને પોતાના સેકન્ડ હોમ ગ્રાઉન્ડમા હરાવવા માટે ઈરાદો રાખશે. શિખર ધવનની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને સિઝનમાં અભિયાનની શરુઆત કરી હતી. પોઈન્ટ્સ ટેબલમાં રાજસ્થાનની ટીમ બીજા ક્રમે છે.

પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન: શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, સેમ કરન, સિકંદર રઝા, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ.

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન: સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, કેએમ આસિફ.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 05 Apr 2023 11:42 PM (IST)

    RR vs PBKS, IPL 2023: હેટમાયર રન આઉટ

    અંતિમ ઓવરનમાં 16 રનની જરુર હતી. આ દરમિયાન જ રન ચોરી કરવાના પ્રયાસ કરી રહેલ રાજસ્થાનના બેટરો તાલમેલ ગુમાવી બેઠા અને ત્રીજા બોલ પર હેટમાયર રન આઉટ થયો હતો.

  • 05 Apr 2023 11:33 PM (IST)

    RR vs PBKS Live Score: જૂરેલે છગ્ગો ફટકાર્યો

    19મી ઓવરમાં અર્શદીપ સિંહના બોલે મેચને રોમાંચક બનાવી દીધી હતી. 19મી ઓવરમાં જૂરેલે એક છગ્ગો અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. આમ રાહત રાજસ્થાન અંતમાં મેચમાં ફરી આવ્યુ હતુ. અહીં અંતિમ બોલે હેટમાયરનો કેચ ડ્રોપ થયો હતો. અંતિમ ઓવરમાં 16 રન જરુરી બન્યા હતા.

  • 05 Apr 2023 11:31 PM (IST)

    RR vs PBKS, IPL 2023: હેટમાયરનુ તોફાન

    સેમ કરન 18મી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરમાં 19 રન રાજસ્થાનને મળ્યા હતા. હેટમાયર અને જૂરેલે અંતમાં તોફાની રમત રમી મેચને શાનદાર બનાવી દીધી હતી. હેટમાયરે ઓવરના બીજા અને અંતિમ બોલે એમ 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય ત્રીજા બોલે ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 05 Apr 2023 11:19 PM (IST)

    RR vs PBKS Live Score: હેટમાયરે છગ્ગો ફટકાર્યો

    17મી ઓવરમાં નાથન એલિસ પર પહેલા હેટમાયરે છગ્ગો ડીપ મિડ વિકેટ પર થી છ રન મેળવ્યા હતા. ધ્રુવ જૂરેલે પણ છગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 16 રન રાજસ્થાનને મળ્યા હતા.

  • 05 Apr 2023 11:10 PM (IST)

    RR vs PBKS, IPL 2023: પડિક્કલ આઉટ

    15મી ઓવરમાં બીજી વિકેટ રાજસ્થાને દેવદત્ત પડિક્કલના રુપમાં ગુમાવી છે. ખૂબ જ પ્રેશરમાં રમી રહેલા પડિક્કલને નાથને પોતાનો શિકાર બનાવ્યો હતો. તેણે ઈનીંગમાં ચોથી વિકેટ પોતાને નામે કરી હતી.

  • 05 Apr 2023 11:05 PM (IST)

    RR vs PBKS, IPL 2023: રિયાન પરાગ આઉટ

    નાથન એલિસે ત્રીજી વિકેટ ઝડપી. લોકલ બોય રિયાન પરાગને તેણે પોતાનો શિકાર બનાવ્યો હતો. પરાગ મિડ ઓન પર શોટ લગાવવા ઈચ્છતો હતો પરંતુ શાહરુખે તેનો કેચ ઝડપ્યો હતો. પરાગ 20 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 05 Apr 2023 11:00 PM (IST)

    RR vs PBKS, IPL 2023: રિયાનનો વધુ એક છગ્ગો

    13મી ઓવર લઈને સિકંદર રઝા આવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર રિયાન પરાગે છગ્ગો ફટકાર્યો હતો. તેણે લોંગ ઓન પર બોલને મોકલીને શાનદાર છગ્ગો મેળવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 05 Apr 2023 10:50 PM (IST)

    RR vs PBKS Live Score: રિયાન પરાગે જમાવ્યો છગ્ગો

    100 રન રાજસ્થાન રોયલ્સના પુરા થયા છે. રિયાન પરાગે છગ્ગો ફટકારીને ટીમને આ ખાસ મુકામ પર પહોંચાડ્યુ હતુ. ગુવાહાટીના લોકલ બોય પરાગે શાનદાર છગ્ગો ફટકારતા બોલ સ્ટેડિયમની બહાર જઈને પડ્યો હતો.

  • 05 Apr 2023 10:47 PM (IST)

    RR vs PBKS Live Score Updates: સંજૂ સેમસન OUT

    નાથન એલિસે બીજી વિકેટ ઝડપી છે. સંજૂ સેમસનને તેણે આ વખતે પોતાનો શિકાર બનાવ્યો છે. સેમસન 25 બોલનો સામનો કરીને 42 રન નોંધાવ્યા હતા. તેણે ઉભા ઉભા શોટ રમવા જતા કેટ આપ્યો હતો.

  • 05 Apr 2023 10:42 PM (IST)

    RR vs PBKS IPL 2023 Live Score: 10 ઓવર સમાપ્ત રાજસ્થાનનો સ્કોર 89/3

    જોસ બટલરની વિકેટ ગુમાવ્યા બાદ રાજસ્થાનની રમત ધીમી પડી ગઈ છે. જોકે સંજૂ સેમસન ક્રિઝ પર હોઈ રાજસ્થાનને રાહત છે. સેમસન 41 રન નોંધાવી ચુક્યો છે. આમ 10 ઓવરની રમતના અંતે રાજસ્થાનનો સ્કોર 89  રન 3 વિકેટના નુક્શાને નોંધાયો છે.

    Sanju Samson: 42 રન Devdutt Padikkal: 10 રન

  • 05 Apr 2023 10:20 PM (IST)

    RR vs PBKS Live Score Updates: જોસ બટલર OUT

    પાવપ્લેની અંતિમ ઓવરમાં રાજસ્થાને ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. નાથન એલિસે આ વખતે વિકેટ ઝડપી છે. જોસ બટલરનો કેચ બોલર એલિસે પોતાના હાથમાં જ ઝડપ્યો હતો. આમ 19 રન નોંધાવીને બટલર પરત ફર્યો હતો.

  • 05 Apr 2023 10:15 PM (IST)

    RR vs PBKS Live Score: સેમસનની બેક ટુ બેક બાઉન્ડરી

    હરપ્રીત બ્રાર પાંચમી ઓવર કરવા આવ્યો છે, પરંતુ તેણે બે ચોગ્ગાનો માર સહન કર્યો હતો. ઓવરના બીજા અને ત્રીજા બોલ પર સળંગ બે ચોગ્ગા સેમસને ફટકાર્યા હતા. ઓવરમાં 9 રન રાજસ્થાને મેળવ્યા હતા.

  • 05 Apr 2023 10:13 PM (IST)

    RR vs PBKS, IPL 2023: અર્શદીપર પર 2 છગ્ગા

    વિકેટ બાદ હવે અર્શદીપ સિંહે 2 છગ્ગા સહ્યા છે. ચોથી ઓવરના ચોથા બોલ પર સંજૂ સેમસને જબરદસ્ત છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે બટલરે અંતિમ બોલને લોંગ ઓન પર ફટકાર્યો હતો અને છ રન મેળવ્યા હતા. ઓવરમાં 14 રન રાજસ્થાનના ખાતામાં આવ્યા હતા.

  • 05 Apr 2023 10:08 PM (IST)

    RR vs PBKS, IPL 2023: અશ્વિન OUT

    અર્શદીપ સિંહે બીજી વિકેટ ઝડપી. પહેલા જયસ્વાલ બાદ હવે અશ્વિનને પોતાનો શિકાર બનાવ્યો છે. અશ્વિનને પુલ કરવા માટે પોતાની જાળમાં ફસાવીને તેણે મિડ ઓન પર આસાન કેચ વડે પરત મોકલ્યો હતો. અશ્વિન શૂન્ય પર પરત ફર્યો હતો.

  • 05 Apr 2023 10:07 PM (IST)

    RR vs PBKS IPL 2023 Live Score: બટલરે ચોગ્ગો ફટકાર્યો

    સેમ કરન ત્રીજી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર જોસ બટલરે ચોગ્ગો ફટકાર્યો હતો. તેણે પુલ કરીને મિડ વિકેટ પર ચાર રન મેળવ્યા હતા.

  • 05 Apr 2023 10:04 PM (IST)

    RR vs PBKS, IPL 2023: યશ જયસ્વાલ આઉટ

    આગળની ઓવરની શરુઆતે છગ્ગો અને બીજી ઓવરના પ્રથમ બોલે ચોગ્ગો ફટકારનાર યશ જયસ્વાલ પરત ફર્યો છે. તેને અર્શદીપ સિંહે પોતાનો શિકાર બનાવ્યો છે. ઓવરના ત્રીજા બોલ પર ડ્રાઈવ કરવાના પ્રયાસમાં કેચ ઝડપાયો હતો. તે 11 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 05 Apr 2023 10:00 PM (IST)

    RR vs PBKS Live Score: રાજસ્થાને બેટિંગની શરુઆત છગ્ગા વડે કરી

    પ્રથમ ઓવર લઈને સેમ કરન આવ્યો હતો. રાજસ્થાને પ્રથમ બોલે છગ્ગો જમાવીને જબરદસ્ત શરુઆત કરી છે. યશ જયસ્વાલે પ્રથમ બોલને લોંગ લેગ પર પુલ કરી દીધો હતો. જયસ્વાલ સાથે અશ્વિન ઓપનિંગમાં આવ્યો છે.

  • 05 Apr 2023 09:57 PM (IST)

    RR vs PBKS, IPL 2023: બટલર ઈજાને લઈ ઓપનિંગમાં ના ઉતર્યો

    જોસ બટલરને ફિલ્ડીંગ દરમિયાન આંગળીમાં ઈજા પહોંચવાને લઈને તે ઓપનિંગ કરવા ઉતર્યો નહીં હોવાના સમાચાર આવી રહ્યા છે.

  • 05 Apr 2023 09:36 PM (IST)

    RR vs PBKS IPL 2023 Live Score: પંજાબનો સ્કોર 4 વિકેટે 197 રન

    પંજાબે ટોસ હારીને શરુઆત ધમાકેદાર શરુ કરી હતી. પંજાબના બંને ઓપનરો શિખર ધવન અને પ્રભસિમરન સિંહે અડધી અડધી સદી નોંધાવી હતી. આમ બંનેએ મોટો સ્કોર ખડકીને વિશાળ લક્ષ્ય રાખવાની યોજના સાથે શરુઆત કરી હતી. આમ ચાર વિકેટ ગુમાવીને 197 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

  • 05 Apr 2023 09:14 PM (IST)

    RR vs PBKS IPL 2023 Live Score: શિખર ધવને છગ્ગો ફટકાર્યો

    શિખર ઘવને મોટી ઈનીંગ રમી છે. મોટા સ્કોરને માટે હવે મોટા શોટ લગાવવાના પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન ધવને રિવર્સ શોટ રમીને ડિપ બેકવર્ડ પોઈન્ટ તરફ છગ્ગો મેળવ્યો હતો.

  • 05 Apr 2023 09:06 PM (IST)

    RR vs PBKS Live Score Updates: સિકંદર રઝા ક્લીન બોલ્ડ

    રવિચંદ્ર અશ્વિને કમાલનો બોલ કર્યો, ચતુરાઈ ભર્યા બોલ વડે 17મી ઓવરના પ્રથમ બોલ પર સિકંદર રઝાને ક્લીન બોલ્ડ કરી દીધો છે. રઝા માત્ર 1 જ રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 05 Apr 2023 08:57 PM (IST)

    RR vs PBKS, IPL 2023: જિતેશ શર્મા OUT

    યુઝવેન્દ્ર ચહલે મોટી વિકેટ ઝડપી છે. જિતેશ શર્મા બેટ ખોલીને ચોગ્ગા અને છગ્ગા વરસાવી રહ્યો હતો. આ દરમિયાન જ ચહલે તેને પોતાની જાળમાં ફસાવી વિકેટ ઝડપી છે. જિતેશ 27 રન નોંધાવી પરત ફર્યો છે.

  • 05 Apr 2023 08:56 PM (IST)

    RR vs PBKS, IPL 2023: જિતેશ શર્માએ ફટકાર્યો છગ્ગો

    ટ્રેન્ટ બોલ્ટની ઓવર ખર્ચાળ રહી છે. ઓવરમાં ત્રીજા બોલ પર જિતેશ શર્માએ છગ્ગો ફટકાર્યો હતો. વિશાળ છગ્ગો ફટકારતા સ્ટેન્ડના ત્રીજા માળે બોલને પહોંચાડ્યો હતો. ઓવરમાં 12 રન પંજાબને મળ્યા હતા.

  • 05 Apr 2023 08:46 PM (IST)

    RR vs PBKS, IPL 2023: શિખર ધવનની અડધી સદી

    યુઝવેન્દ્ર ચહલ 15મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરમાં શિખર ધવને અડધી સદી પુરી કરી હતી. ધવને ત્રીજા, ચોથા અને અંતિમ બોલ પર એમ 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

  • 05 Apr 2023 08:37 PM (IST)

    RR vs PBKS IPL 2023 Live Score: શિખર ધવને છગ્ગો ફટકાર્યો

    યુઝવેન્દ્ર ચહલ 12મી ઓવરમાં જિતેશના બે ચોગ્ગા સહી ચુક્યો હતો. હવે ઓવરના અંતિમ બોલ પર શિખર ધવને સ્ટેપ આઉટ કરીને છગ્ગો ફટકાર્યો હતો. તેણે મિડ વિકેટ પરથી છ રન મેળવ્યા હતા

  • 05 Apr 2023 08:35 PM (IST)

    RR vs PBKS Live Score: જિતેશ શર્માની બેક ટુ બેક બાઉન્ડરી

    12મી ઓવરમાં જિતેશ શર્માએ ત્રીજા અને ચોથા બોલ પર બેક ટુ બેક બાઉન્ડરી જમાવી છે. તેણે પહેલા ડિપ કવર પર ડ્રાઈવ કર્યો બોલ અને બાદમાં આગળના બોલ પર ડિપ એકસ્ટ્રા કવર પર ચોગ્ગો જમાવ્યો હતો.

  • 05 Apr 2023 08:33 PM (IST)

    RR vs PBKS IPL 2023 Live Score: રાજપક્ષે રિટાયર્ડ હર્ટ

    પંજાબ કિંગ્સનો બેટર ભાનુકા રાજપક્ષે રિટાયર્ડ હર્ટ થઈને મેદાનની બહાર ચાલ્યો ગયો છે. 11મી ઓવરમાં તે અશ્વિનની ઓવરમાં શિખર ધવને શોટ લગાવ્યો હતો, જેનો બોલ સામે છેડે રહેલા ભાનુકાના હાથમાં વાગ્યો હતો. જેને લઈ તે પિડાને લઈ મેદાનની બહાર થવા માટે મજબૂર થવુ પડ્યુ હતુ.

  • 05 Apr 2023 08:20 PM (IST)

    RR vs PBKS Live Score: પ્રભસિમરન OUT

    જેસન હોલ્ડરે આખરે પંજાબની ધમાલ પર નિયંત્રણ મેળવ્યુ છે. જેસન હોલ્ડરે પ્રભસિમરનને પોતાની જાળમાં ફસાવ્યો છે. તેણે ફટકારેલો બોલ હવામાં કેચના રુપમાં થયો અને નિચે જોસ બટલરે તેને ઝડપી લીધો હતો. પ્રભસિમરને આક્રમક અંદાજથી 34 બોલમાં 60 રન નોંધાવ્યા હતા.

  • 05 Apr 2023 08:13 PM (IST)

    RR vs PBKS Live Score: પ્રભસિમરને છગ્ગો ફટકાર્યો

    ટ્રેન્ટ બોલ્ટ 9મી ઓવર લઈને આવ્યો હતો. જેનુ સ્વાગત પ્રભસિમરને સાઈટ સ્ક્રિન તરફ બોલને મોકલીને છ રન મેળવ્યા હતા. તેણે શાનદાર શોટ આગળનો પગ બહાર નિકાળીને ફટકાર્યો હતો.

  • 05 Apr 2023 08:11 PM (IST)

    RR vs PBKS IPL 2023 Live Score: પ્રભસિમરને અડધી સદી પુરી કરી

    8મી ઓવરમાં પ્રભસિમરને અડધી સદી પુરી કરી લીધી છે. તેણે આક્રમક અંદાજથી રમત શરુઆતથી રમી છે. તેણે 2 છગ્ગા અને 7 ચોગ્ગા નોંધાવ્યા છે. ધવને આ ઓવરમાં પાંચમાં બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 05 Apr 2023 07:57 PM (IST)

    RR vs PBKS Live Score: પ્રભસિમરને વધુ 2 ચોગ્ગા ફટકાર્યા

    પાંચમી ઓવર લઈને રવિચંદ્રન અશ્વિન આવ્યો હતો. પાવર પ્લેમાં રાજસ્થાને બોલિંગ એટેકમાં ફેરફાર કર્યો હતો. જોકે ઓવરના બીજા અને ત્રીજા બોલ પર બેક ટુ બેક બે ચોગ્ગા પ્રભસિમરને ફટકાર્યા હતા.

  • 05 Apr 2023 07:56 PM (IST)

    RR vs PBKS Live Score: પ્રભસિમરનની ધમાલ

    ચોથી ઓવર લઈને આસીફ આવ્યો હતો. ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથે પ્રભસિમરને ઓવરને શાનદાર બનાવી દીધી હતી. ઓવરમાં 19 રન પંજાબના માટે આવ્યા હતા. પ્રભસિમરને ઓવરના ચોથા બોલે બેકફુટ પર જઈે મિડ વિકેટ ઉપરથી છગ્ગો ફટકાર્યો હતો.

  • 05 Apr 2023 07:42 PM (IST)

    RR vs PBKS IPL 2023 Live Score: શિખર ધવને 2 બાઉન્ડરી મેળવી

    ટ્રેન્ટ બોલ્ટ ત્રીજી ઓવર લઈને આવ્યો હતો. બોલ્ટના બોલને ધવને બે ચોગ્ગાઓ વડે બાઉન્ડરીને પાર કરાવ્યો હતો. ઓવરના બીજા બોલ પર બેકવર્ડ સ્ક્વેર લેગ તરફ અને ત્રીજા બોલને કવર અને પોઈન્ટ વચ્ચેથી બાઉન્ડરી તરફ મોકલ્યો હતો.

  • 05 Apr 2023 07:40 PM (IST)

    RR vs PBKS IPL 2023 Live Score: પ્રભસિમરને છગ્ગો ફટકાર્યો

    બીજી ઓવર લઈને કેએમ આસીફ આવ્યો છે. ઓવરના ચાર બોલ પર નિયંત્રણ જાળવી રાખવા આસીફ સફળ રહ્યો હતો, પરંતુ પાંચમાં બોલ પર પ્રભસિમરને છગ્ગો જમાવ્યો હતો. ફ્લિક કરીને લોંગ ઓન પર સ્ટેન્ડમાં બીજા માળે બોલને પહોંચાડ્યો હતો.

  • 05 Apr 2023 07:35 PM (IST)

    RR vs PBKS Live Score Updates: પંજાબની બેટિંગ શરુ

    પ્રભસિમરન સિંહ અને કેપ્ટન શિખર ધવન બંનેના રુપમાં ઓપનીંગ જોડી પંજાબ કિંગ્સની ટીમને બેટિંગ શરુ કરી છે. ટ્રેન્ટ બોલ્ટ રાજસ્થાન વતી પ્રથમ ઓવર લઈને આવ્યો હતો. ઓવરમાં ત્રીજા બોલ પર પ્રભસિમરને ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 05 Apr 2023 07:35 PM (IST)

    RR vs PBKS Live Score Updates: પંજાબ કિંગ્સ Playing XI

    રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન: સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, કેએમ આસિફ.

  • 05 Apr 2023 07:34 PM (IST)

    RR vs PBKS Live Score Updates: પંજાબ કિંગ્સ Playing XI

    પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન: શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, સેમ કરન, સિકંદર રઝા, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, રાહુલ ચાહર, અર્શદીપ સિંહ.

  • 05 Apr 2023 07:03 PM (IST)

    RR vs PBKS Live Score Updates: રાજસ્થાને જીત્યો ટોસ, ફિલ્ડીંગ પસંદ કરી

    રાજસ્થાન રોયલ્સના સંજૂ સેમસને ટોસ જીતીને શિખર ધવનને પ્રથમ બેટિંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. મેદાન આમ તો બેટરોના માટે અનુકૂળ માનવામાં આવે છે.

Published On - Apr 05,2023 7:02 PM

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">