ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022 સીઝન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. જેમાં આગામી સિઝનની પ્રથમ મેચ 26 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ એપિસોડમાં, ઘણી ફ્રેન્ચાઈઝી નવી સીઝનને લઈને તેમની જર્સીમાં ફેરફાર કરી રહી છે અને તેને સોશિયલ મીડિયા દ્વારા રિલીઝ કરી રહી છે. જેમાં 12 માર્ચે જ્યાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે સવારે તેમની નવી જર્સી લોન્ચ કરી હતી. તેવી જ રીતે તેજ દિવસે મોડી સાંજે, રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ની ટીમે પણ આગામી સિઝનને લઈને ટીમની નવી જર્સી લોન્ચ કરી હતી. 3 વખત IPL ફાઇનલમાં પહોંચેલી RCB ટીમ આ સિઝનમાં પ્રથમ વખત ટ્રોફી જીતવાનું સપનું પૂરું કરવા માંગે છે.
RCB ટીમની નવી જર્સીની વાત કરીએ તો તેમાં રેડ અને બ્લેક કલરનું કોલોબ્રેશન જોવામાં આવે છે. જેમાં ઉપરના ભાગમાં કાળો રંગ જોવા મળશે, જ્યારે લાલ રંગ નીચેના ભાગમાં જોવા મળશે. RCB અનબોક્સ ઇવેન્ટમાં બેંગલોર ફ્રેન્ચાઇઝી દ્વારા નવી જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
How about this for a jersey reveal, 12th Man Army! 🔥
Best RCB kit yet? 🤩#PlayBold #RCBUnbox #UnboxTheBold #RCBJersey #IPL2022 pic.twitter.com/BlsAU5rUxk
— Royal Challengers Bangalore (@RCBTweets) March 12, 2022
2021 સીઝન દરમિયાન, RCB ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ દરેક ક્રિકેટ ચાહકો બેંગ્લોર ટીમના નવા કેપ્ટનની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જેમાં નવી જર્સીના અનાવરણ સાથે, RCBએ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસને તેમની ટીમના નવા કેપ્ટન તરીકે જાહેર કર્યા હતા.
આ વખતે મેગા ઓક્શન દરમિયાન બેંગ્લોરની ટીમે પોતાની સાથે ઘણા નવા ખેલાડીઓને સામેલ કર્યા હતા, જ્યારે એબી ડી વિલિયર્સની નિવૃત્તિ બાદ ટીમમાં તેની કમી ચોક્કસથી અનુભવાશે. બેટિંગમાં આ વખતે ટીમમાં વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ સિવાય ફાફ ડુ પ્લેસિસ અને દિનેશ કાર્તિક જેવા અનુભવી ખેલાડીઓ હશે.
વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સિરાજ, ફાફ ડુ પ્લેસિસ (સુકાની), હર્ષલ પટેલ, વાનિન્દુ હસરંગા, દિનેશ કાર્તિક, જોશ હેજલવુડ, શહબાજ અહમદ, અનુજ રાવત, આકાશ દીપ, મહિપાલ લોમરોર, ફિન એલન, શેરફેન રદરફોર્ડ, જેશન બેરનડ્રોફ, સુયશ પ્રભુ દેશાઈ, ચામા મિલિંદ, અનીશ્વર ગૌતમ, લુવાનીથ સિસોદિયા, ડેવિડ વિલી.
આ પણ વાંચો : IPL ના ઇતિહાસમાં અત્યાર સુધી આ ખેલાડીઓએ સૌથી વધારે વખત મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો
આ પણ વાંચો : IPL 2022: ફાફ ડુ પ્લેસિસ કેપ્ટન બનતા વિરાટ કોહલીએ આપી મોટી પ્રતિક્રિયા, Video